• Gujarati News
  • Lifestyle
  • Health
  • Acupressure: It Is Very Effective For These Problems Including Migraine, Cervical, Slip Disc And Period, Learn From Expert How It Is Treated

એક્યુપ્રેશરની ABCD:શરીરના ચોક્કસ પોઇન્ટ્સ પર પ્રેશર આપો અને BP, માઇગ્રેન, સર્વાઇકલ, સાઇનસ સુધીની તકલીફોમાં રાહત મેળવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં એક્યુપ્રેશરની 150 અલગ-અલગ રીત છે
  • એક વર્ષ જૂની બીમારીની સારવારમાં 10થી 15 દિવસ લાગે છે

એક્યુપ્રેશર એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આ રીતમાં શરીરના-અલગ અલગ ભાગ પર મહત્ત્વપૂર્ણ પોઇન્ટ પર પ્રેશર આપીને બીમારીઓની સારવાર કરી શકાય છે. આપણા શરીરમાં મુખ્ય અંગોના પ્રેશર પોઈન્ટ્સ પગના તળિયા અને હથેળીમાં હોય છે. આ પ્રેશર પોઈન્ટ્સને દબાવવામાં આવે કે પછી મસાજ કરવામાં આવે તો ઘણી બીમારીઓમાંથી સાજા થઇ જવાય છે. હરિદ્વાર સ્થિત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાં ચિકિત્સા વિભાગના અધ્યક્ષ ડૉ. અમૃત લાલ ગુરુવેન્દ્ર પાસેથી જાણો કઈ બીમારીઓની સારવાર કેવી રીતે કરી શકાય...

એક્યુપ્રેશર એટલે શું?
ડૉ. અમૃતલાલ ગુરુવેન્દ્રએ જણાવ્યું કે, આ સારવારની જૂની રીત છે. એક્યુ એટલે તીક્ષ્ણ અને પ્રેશર એટલે ભાર આપવો. આયુર્વેદમાં આનું વર્ણન મર્મ થેરપી, સૂચિ ભેદન અમે અભ્યંગ નામથી છે. આ સારવાર પ્રક્રિયાના બે ભાગ છે: એક્યુપ્રેશર અને એક્યુપંચર. એક્યુપ્રેશરમાં શરીરના મહત્ત્વના ભાગ પર મેથીના દાણા, સ્ટોન, બીજ કે અન્ય કોઈ વસ્તુથી ભાર આપવામાં આવે છે. એક્યુપંચરમાં શરીરમાં સોય નાખીને પોઈન્ટ્સમાંથી હવા બહાર કાઢી સારવાર કરવામાં આવે છે. આ રીત મહિલાઓ માટે ખૂબ લાભદાયક છે. મહિલાઓના કાન-નાક વિંધાવવા, પાયલ અને બાજુબંધ જેવા ઘરેણાં આ પ્રોસેસનો એક ભાગ છે.

150થી વધારે રીતથી સારવાર થાય છે
ડૉ. અમૃતલાલે જણાવ્યું, દુનિયાભરમાં એક્યુપ્રેશરની 150 અલગ-અલગ રીત છે. તેમાં 50થી પણ વધારે ભારતમાં ફેમસ છે. અમારા વિભાગમાં 6થી વધારે વિધિઓથી સારવાર કરવામાં આવે છે.

આયુર્વેદિક એક્યુપ્રેશર

  • સુજોક થેરપી
  • PCM એક્યુપંચર
  • ઈલેક્ટ્રો એક્યુપંચર
  • રિફ્લેક્સોલોજી
  • કલર થેરપી
  • સિયાસુ થેરપી

આ થેરપી માટે અસરકારક
સાઇનસ, માઈગ્રેન, સાઇટિકા, સર્વાઈકલ, સ્લીપ ડિસ્ક, પીરિયડ્સ, કબજિયાત, તાવ-શરદી, પાઈલ્સ, માથાનો દુખાવો, હાઈ કે લો બ્લડ પ્રેશર, ઘૂંટણનો દુખાવો અને સોજા સહિતની બીમારીઓની સારવાર આ રીતથી કરવામાં આવે છે.

સારવારમાં કેટલો સમય લાગે છે?
ડૉ. અમૃતલાલે કહ્યું કે, જ્યારે લોકો મેડિકલ સાયન્સથી નિરાશ થાય છે ત્યારે અમારી પાસે આવે છે. શરૂઆતમાં જ આવી જાય તો બીમારીથી જલ્દી રિકવર થઈ શકે છે. શરૂઆતમાં ઓછામાં ઓછા 9 દિવસ સતત સારવાર કરાવવાની હોય છે. જો કોઈ તકલીફ એક વર્ષ જૂની છે, તો તેની સારવારમાં 10થી 15 દિવસ લાગે છે. 10 વર્ષ જૂની બીમારીની સારવારમાં 1થી 3 મહિનાનો સમય લાગે છે.

એક્યુપ્રેશરના ફાયદાઓ

  • માઈગ્રેન, સાઇટિકા સહિત ઘણી બીમારીઓમાં અસરકારક
  • સ્ટ્રેસ, ગભરામણ અને બેચેની જેવી તકલીફમાં રાહત આપે છે
  • ઊંઘ ના આવવાની સમસ્યાથી છૂટકારો મળે છે.
  • માંસપેશીઓ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.
  • પાચન સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે.
  • કીમોથેરપી પછી આવતા ઉબકામાં રાહત મળે છે.
  • બ્લડ સર્ક્યુલેશન સારું રાખે છે.

એક્યુપ્રેશરની સાઈડઇફેક્ટ્સ

  • એક્યુપ્રેશર એક્સપર્ટ પાસેથી જ કરાવો. ઘરમાં કે પછી અન્ય કોઈ જગ્યાએ જાતે પોઈન્ટ્સ ના દબાવો.
  • ખોટા પોઈન્ટ્સ પર ભાર આપવાથી બીજી તકલીફ થઈ શકે છે.
  • વધારે પ્રેશર આપવાથી ફ્રેક્ચર કે અન્ય ઈજા થવાનું જોખમ રહે છે.
  • કેન્સર, હાર્ટની બીમારી કે કોઈ જૂની બીમારી હોય તો, ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરાવો.
અન્ય સમાચારો પણ છે...