• Home
  • Lifestyle
  • Health
  • According to research by French scientists, 'azithromycin' and 'hydroxychloroquine' drugs are used to treat coronaviruses, President of the United States Donald Trump tweeted

ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનાં રિસર્ચ મુજબ ‘અઝિથ્રોમાઈસિન’ અને ‘હાઈડ્રોક્સીક્લોરોકિન’ બંને દવાનો ડોઝ કોરોનાવાઈરસની સારવારમાં ઉપયોગી, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી ઉલ્લેખ કર્યો

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો
X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

  • ‘અઝિથ્રોમાઈસિન’ એક એન્ટિ-બાયોટિક અને ‘હાઈડ્રોક્સીક્લોરોકિન’ એન્ટિ-મલેરિયા દવા છે
  • અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી આ રિસર્ચનો ઉલ્લેખ કર્યો
  •  ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્ટિમાઈક્રોબિયિલ એજન્ટ્સ’ નામની મેડિકલ જર્નલમાં રિસર્ચ પ્રકાશિત થયું
  • રિસર્ચમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પર દવાની અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો
  • બંને દવાના ડોઝ લેનાર ગ્રૂપના 6 દર્દીઓનો સારવાર પછીના 5માં દિવસે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • માત્ર એન્ટિ-મલેરિયાનો ડોઝ લેનાર દર્દીઓનો સારવાર પછી 14મા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 06:15 PM IST

હેલ્થ ડેસ્ક: સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે. તેનો ભય એટલા માટે છે કે અત્યાર સુધી તેની કોઈ ચોક્કસ દવા કે રસી શોધાઈ નથી. તેવામાં ફ્રેન્ચથી સારા સમાચાર સામે આવ્યા છે. ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્ટિમાઈક્રોબિયિલ એજન્ટ્સ’ નામની મેડિકલ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ ‘અઝિથ્રોમાઈસિન’ એન્ટ-બાયોટિક અને ‘હાઈડ્રોક્સીક્લોરોકિન’ એન્ટિ-મલેરિયા દવાનાં કોમ્બિનેશનથી કોરોનાવાઈરસની અસરકારક સારવાર કરી શકાય છે. આ દવાઓ અને રિસર્ચનો ઉલ્લેખ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો છે.

રિસર્ચ

ફ્રેન્ચની વિવિઝ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં રિસર્ચમાં આ બંને દવાઓનો કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ દર્દીઓને 4 ગ્રૂપમાં વહેચવામાં આવ્યા હતા. તેમાંથી એક ગ્રૂપને માત્ર એન્ટિ-મલેરિયા દવા આપવામાં આવી હતી, બીજા ગ્રૂપને અન્ટિબાયોટિક દવા અને ત્રીજા ગ્રૂપને બંને દવાનું કોમ્બિનેશનનો ડોઝ આપવામાં આવ્યો હતો. અને ચોછા ગ્રૂપની રૂટિન સારવાર કરવામાં આવી હતી.

પરિણામ

બંને દવાનો અલગ અલગ ડોઝ આપતા ગ્રૂપને ઓછી અસર જોવા મળી હતી જ્યારે બંને દવાનો ડોઝ આપનાર ગ્રૂપને સારી અને ઝડપી અસર જોવા મળી હતી. બંને દવાના ડોઝ લેનાર ગ્રૂપના 6 દર્દીઓનો સારવાર પછીના 5માં દિવસે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. માત્ર એન્ટિ-મલેરિયાનો ડોઝ લેનાર દર્દીઓનો સારવાર પછી 14મા દિવસે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રિસર્ચના પરિણામ ગ્રાફનાં માધ્યમથી

રિસર્ચમાં સામેલ દર્દીઓમાંથી 22 લોકોને અપર રેસ્પિરેટરી સિન્ડ્રોમ (માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને નાક વહેવા સહિતની સમસ્યા) હતો અને 8 લોકો લોઅર રેસ્પિરેટરી સિન્ડ્રોમ (કફ)થી પીડિત હતા.

આ રિસર્ચના પરિણામો ચોક્કસ દવાનું સૂચન નથી કરતા પરંતુ કોરોનાવાઈરસની સારવાર ઝડપથી કરવામાં આ બંને દવાઓ ઉપયોગી છે તે જરૂર સાબિત કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી