• Home
  • Lifestyle
  • Health
  • According to a WHO report, an estimated 2.2 billion people suffer from eye problems worldwide

રિપોર્ટ / WHOના રિપોર્ટ મુજબ વિશ્વમાં અંદાજે 2.2 અબજ લોકો આંખની સમસ્યાથી પીડિત છે

According to a WHO report, an estimated 2.2 billion people suffer from eye problems worldwide

  • દૃષ્ટિ સંબંધી સમસ્યાઓ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો
  •  જીવનશૈલીમાં પરિવર્તન એ આંખોને લગતી સમસ્યાઓમાં વધારો થવા પાછળનાં મુખ્ય કારણ
  • વર્તમાન સમયમાં લગભગ આંખોની અડધી સમસ્યાને રોકી શકાય છે

Divyabhaskar.com

Oct 09, 2019, 04:59 PM IST

હેલ્થ ડેસ્ક. દૃષ્ટિ સંબંધી સમસ્યાઓ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યા પ્રમાણે, બાળકો ઘરની અંદર વધારે સમય પસાર કરતા હોવાથી માયોપિઆ (લઘુ દૃષ્ટિની ખામી) જેવી દૃષ્ટિ સંબંધી સમસ્યા વધી રહી છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલાં રિપોર્ટમાં આંખ સંબંધિત વધતી સમસ્યાને સ્માર્ટફોન કે અન્ય કોઈ સ્ક્રીન સાથે જોડવામાં નથી આવી.

અંધત્વ અને બહેરાશ નિવારણ સાથે સંકળાયેલ WHOના સહનિર્દેશક દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સમગ્ર વિશ્વમાં અંદાજે 2.2 અબજ લોકો આંખની સાથે જોડાયેલી સમસ્યાથી પીડિત છે.

ઘણા દેશોમાં વૃદ્ધોની સંખ્યા, અને ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં આંખની પૂરતી સારવાર ઉપલબ્ધ ન હોવાનું પણ જવાબદાર છે. પરંતુ શારીરિક નિષ્ક્રિયતા અને જીવનશૈલીમાં પરિવર્તન એ આંખોને લગતી સમસ્યાઓમાં વધારો થવા પાછળનાં મુખ્ય કારણો છે.

WHOના જણાવ્યા મુજબ, વર્તમાન સમયમાં લગભગ આંખોની અડધી સમસ્યાને રોકી શકાય છે અને તેને દેશોમાં સ્વાસ્થ્ય યોજનાઓમાં આંખ સંબંધી સ્વાસ્થ્યને સામેલ કરવા માટે આગ્રહ કર્યો છે.

X
According to a WHO report, an estimated 2.2 billion people suffer from eye problems worldwide
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી