• Gujarati News
  • Lifestyle
  • Health
  • Abe Was Suffering From A Serious Disease Called Ulcerative Colitis, Find Out About This Disease, Symptoms And Diagnosis

જાપાનના પૂર્વ વડાપ્રધાનને કઈ બીમારી હતી?:જુનિયર હાઈસ્કૂલમાં હતાં ત્યારથી આ બીમારીએ બનાવ્યા શિકાર, જાણો આ બીમારી, લક્ષણો અને નિદાન વિશે

5 મહિનો પહેલા

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું નિધન થયું છે. જાપાનમાં એક ભાષણ દરમિયાન એક હુમલાખોરે તેમને ગોળી મારી દીધી હતી, જે પછી ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામ પ્રયાસો કરવા છતાં તેમને બચાવી શકાયા ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઓગષ્ટ 2020માં તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું, કારણ કે તે અલ્સરેટિવ કોલાઈટિસ નામની બીમારીથી પીડાતાં હતાં. તે જુનિયર હાઈસ્કૂલમાં હતાં ત્યારથી આ બીમારીનાં શિકાર હતાં. તો ચાલો આ બીમારી વિશે ઍક્સપર્ટ પાસેથી જાણીએ.

અલ્સરેટિવ કોલાઈટિસ શું છે?
અલ્સરેટિવ કોલાઈટિસ એ લાંબા ગાળાની બીમારી છે જેના કારણે કોલોન અને ગુદામાર્ગના ભાગમાં સોજો આવે છે અને શરીરમાં નાના એવાં ઘા (અલ્સર) વિકસિત થાય છે. તેનું કારણ શું છે એ તો હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ તેના અમુક જાણીતાં જોખમી પરિબળો છે. તેમાં આંતરડાના ચેપ, આનુવંશિક બીમારીઓ અને આઇબુપ્રોફેન જેવી બળતરા વિરોધી પેઇનકિલર્સ લેવી આ બધી બાબતોનો સમાવેશ થાય છે. પશ્ચિમી રાષ્ટ્રોમાં રહેતાં લોકોને આ સમસ્યા થવાનું જોખમ વધુ પડતું રહે છે. જો કે, ઍક્સપર્ટના મત મુજબ આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે, તેથી લોકોએ સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી જોઈએ.

કોને રહે છે આ બીમારીનો ખતરો?
મોટાભાગનાં નવા કેસ પુખ્તવયની શરૂઆતમાં નોંધાય છે, પરંતુ કેટલાક લોકો બાળપણમાં અથવા તો વૃદ્ધાવસ્થા દરમિયાન આ બીમારીના શિકાર બને છે. અલ્સરેટિવ કોલાઇટિસ એ ઘણીવાર સ્ટૂલમાં ઝાડા થવાનુ અને લોહી નીકળવાનું કારણ પણ બને છે. આ બીમારી પેટના દુખાવા અને ખેંચાણ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. આ બીમારીનાં લક્ષણો આવતાં-જતાં રહે છે. આ લક્ષણો મહિનાઓ અથવા વર્ષો સુધી પણ ટકી શકે છે.

શું આ બીમારીનો કોઈ સચોટ ઈલાજ છે?

  • જો આ બીમારીના નિદાન અંગે ચર્ચા કરીએ તો તેનો કોઈ સચોટ ઈલાજ તો નથી પણ ઘણી બધી દવાઓ છે, કે જે આ લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ દવાઓ આંતરડામાં ઉપસી આવેલાં સોજાને ઘટાજે છે અને આ બીમારીની જટિલતાને ઘટાડવાનો પ્રયાસ કરે છે.
  • જો તમે હળવા અથવા મધ્યમ અલ્સરેટિવ કોલાઇટિસથી પીડાતાં હોવ તો aminosalicylates અથવા 5-ASAs પ્રાથમિક સારવાર તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ દવાઓ મોઢાં દ્વારા અથવા એનિમા તરીકે આપવામાં આવે છે અને તે આંતરડાંમાં થતી બળતરાં અને સોજા ઘટાડવામાં તથા પેશીઓ પરના ઘામાં રુઝ લાવે છે. આ સારવાર માટેનો પ્રથમ વિકલ્પ હોય છે.
  • આ બીમારીથી પીડાતાં લોકોને બળતરાં ઘટાડવા અને લક્ષણોની સારવાર માટે પ્રારંભિક સારવાર તરીકે corticosteroids પણ સૂચવવામાં આવી શકે છે. જો કે, આ દવાને લાંબા ગાળા માટે સૂચવવામાં આવતી નથી, કારણ કે આ દવા સાથે આડઅસરો પણ જોડાયેલી છે. જો ફક્ત 5-ASAsથી કોઈ ફેર ન પડતો હોય તો ડૉક્ટરના માર્ગદર્શન મુજબ આ દવાનો ઉપયોગ 5-ASAsની સાથે અથવા તેના બદલે કરી શકાય.
  • જા કે, અલ્સરેટિવ કોલાઇટિસ એ એવી બીમારી છે કે, જેમાં ક્યારે શું થશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, તેથી તબીબોએ આ બીમારીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે જો આ દવાઓથી ફેર ન પડી રહ્યો હોય તો ટ્રીટમેન્ટમાં તુરંત ફેરફાર કરવા જરુરી બની જાય છે. એક અભ્યાસ મુજબ અલ્સરેટિવ કોલાઇટિસ ધરાવતાં દર ચારમાંથી એક વ્યક્તિ પર આ દવાઓ સફળતાપૂર્વક અસર કરતી નથી.