તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેફ વેક્સીન બનાવવાનો સંઘર્ષ:500 વસ્તુઓમાંથી વેક્સીન બનશે, તેમાં શાર્કના લિવરનું તેલ પણ સામેલ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 મહામારી કાબુ કરવા માટે દુનિયાભરમાં વેક્સીન પર સ્ટડી કરવામાં આવી રહી છે. હાલમાં જ દવા કંપની મોડર્નાએ જાહેરાત કરી કે તેણે વેક્સીન બનાવી લીધી છે, જે 94.5% સુધી વાઈરસનો નાશ કરવામાં અસરકારક છે. ગયા અઠવાડિયે દવા કંપની ફાઈઝરે પણ વેક્સીન બનાવી લીધાની જાણકારી આપી હતી. પરંતુ આ દાવા દરમિયાન કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે વેક્સીનમાં શાર્ક માછલીના લિવરનું તેલ, એક ખાસ વૃક્ષની છાલ અને રેતી જેવી કુલ 500 વસ્તુઓ ઉપયોગ થવાનો છે, પરંતુ તેની ઉપલબ્ધતા પર સંકટ છે.

લંડનની ઈમ્પેરીયલ કોલેજમાં વેક્સીન બનાવી રહેલી ટીમના પ્રમુખ પ્રોફેસર રોબિન શટોકે કહ્યું કે, ‘અમે નથી જાણતા કે વેક્સીન લોકોને ક્યાં સુધી સુરક્ષિત રાખશે અને જો એક વેક્સીન માર્કેટમાં આવી પણ જાય તો તેનો અર્થ એ નથી કે તે દરેક માટે બેસ્ટ છે.’

તેલ માટે વધારે શાર્ક માછલીને મારી નાખવામાં આવશે
વેક્સીન માટે જરૂરી તત્ત્વોમાં એક શાર્કના લિવરમાં મળતું તેલ પણ છે, જે ફ્લૂની વેક્સીનમાં ઉપયોગમાં લેવાય છે. કન્ઝર્વેશન ગ્રુપની માનવું છે કે, સતત ઓછી થઇ રહેલી શાર્કની ડિમાન્ડ વધશે અને તેમને જલ્દી મારી નાખવામાં આવશે.

છાલ કેવી રીતે મળશે?
નોવાવેક્સની વેક્સીનમાં ક્કિલાઝા સપોનારિયા વૃક્ષની છાલ સામેલ છે. તેમાં ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવાના ગુણ છે. આ વૃક્ષની છાલ અમુક સિલેક્ટેડ મહિનામાં કાઢવામાં આવતી હતી.

રસી માટે શીશીનું પણ સંકટ
વેક્સીન માટે ફાયરેક્સ શીશીઓ બોરોસિલિકેટ ગ્લાસમાંથી બને છે, તેની સંખ્યા પણ ઓછી છે. સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમરજન્સીના મેમ્બર સર ઝોન બેલે કહ્યું કે, હાલ માત્ર 20 કરોડ શીશીઓનો ઉપયોગ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો