તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • A Single Blood Test Can Pre diagnose 50 Types Of Cancer, As Well As The Location Of The Tumor; The American Company Developed The Test

નવા પ્રકારનો બ્લડ ટેસ્ટ:એક જ રક્ત પરીક્ષણથી 50 પ્રકારનાં કેન્સરનું સમય પહેલા નિદાન કરી શકાશે, ટ્યૂમરનું લોકેશન પણ જાણી શકાય છે; અમેરિકન કંપનીએ ટેસ્ટ વિકસિત કર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની કંપની ગ્રેલે ખાસ પ્રકારનો બ્લડ ટેસ્ટ વિકસિત કર્યો
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી DNAમાં થયેલા ફેરફારની તપાસ કરે છે

એક જ બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરને સમય પહેલા શોધી શકાય છે. અમુક હદ સુધી કેન્સરનું લોકેશન પણ જાણી શકાય છે. ઈંગ્લેન્ડની સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસિસે આ બ્લડ ટેસ્ટને પાયલોટ સ્ટડી તરીકે શરૂ કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ બ્લડ ટેસ્ટનું લક્ષ્ય 50 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોમાં બીમારીઓનું જોખમ ઓછું કરવાનું છે.

ખોટી ભવિષ્યવાણીની શક્યતા ઓછી
ગાર્જિયનના એક રિપોર્ટ અનુસાર, બ્લડ ટેસ્ટની મદદથી હેડ એન્ડ નેક, ઓવેરિયન, પેન્ક્રિયાટિક, ઈસોફેગલ અને બ્લડ કેન્સરને સમય પહેલા શોધી શકાય છે. રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ટેસ્ટના આધારે બીમારીઓની ભવિષ્યવાણી ખોટી સાબિત થવાની શક્યતા ઓછી છે.

રિપોર્ટના અનુસાર, આ ટેસ્ટની મદદથી બ્લડ કેન્સર જેવા કેસોની 55.1% સુધી સચોટ જાણકારી આપી શકાય છે. તેમજ બીમારી ખોટી સાબિત થવાની સંભાવના માત્ર 0.5 ટકા રહે છે.

આ રીતે કામ કરે છે બ્લડ ટેસ્ટ

  • જર્નલ એન્નલ્સ ઓફ ઓન્કોલોજીમાં પ્રકાશિત રિસર્ચના અનુસાર, આ ખાસ પ્રકારના બ્લડ ટેસ્ટને અમેરિકાની કંપની ગ્રેલે વિકસિત કર્યો છે. શરીરમાં વધી રહેલું ટ્યૂમર બ્લડમાં રહેલા જેનેટિક કોડમાં ફેરફાર કરે છે. આ જેનેટિક કોડથી બીમારીઓને સમય પહેલા શોધી શકાય છે.
  • કંપનીના અનુસાર, આ ટેસ્ટની મદદથી કેન્સરના સંકેતને સમજી શકાય છે. એક વખત કેન્સરની પુષ્ટિ થયા બાદ વૈજ્ઞાનિકો એ શોધી લે છે કે બીમારીનો સંકેત કયા અંગથી મળી રહ્યો છે. આ રીતે લોકેશન પણ જાણી શકાય છે.
  • આ તપાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ટેક્નિક DNAની તપાસ કરે છે અને તેમાં છૂપાયેલા ટ્યૂમરના સંકેતને સમજે છે.

6200 લોકો પર ટ્રાયલ થયું
ગ્રેલે 50 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના 6200 લોકો પર બ્લડ ટેસ્ટ કર્યો. હવે આ ટેસ્ટને ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) 1 લાખ 40 હજાર લોકો પર કરશે. 2023 સુધી NHSના આ પાયલટ પ્રોજેક્ટના પરિણામ જાહેર થઈ શકે છે.

કેન્સરના કેસોનો બોજ ઘટશે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સમય પહેલા કેન્સરનું નિદાન થવાથી સારવાર સફળતાપૂર્વક કરી શકાય છે. તેનાથી કેન્સરના વધતા જતા કેસો પણ ઘટશે.