હવે કેન્સર, વિશેષ તો બ્રેસ્ટ કેન્સરનાં કારણે થતી મોતનો આંકડો નીચો આવશે. ઓપરેશન દરમિયાન કેન્સરનાં સેલ્સ (કોશિકાઓ)ની ઓળખ સરળતાથી કરી શકાય. લંડનનાં ઈમ્પીરિયલ કોલેજનાં વૈજ્ઞાનિકોએ એન્ડો માઈક્રોસ્કોપ વિકસિત કર્યું. આ ડિવાઈસને વિકસિત કરનારી ભારતની ડૉક્ટર ખુશી વ્યાસ છે. આ ડિવાઈસ ફક્ત 1 જ મિલીમિટરનું છે અને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, ઓપરેશન દરમિયાન તેને શરીરની અંદર પણ મૂકવામાં આવી શકે.
ફોલોઅપ ઓપરેશનથી મુક્તિ મળશે
આ ડિવાઈસ શરીરની અંદરથી કેન્સર ટિશ્યૂની ફોટોઝ મોકલે છે, જેને જોઈને કેન્સરનાં ટિશ્યુ દૂર કરવા એકદમ સરળ બની જાય છે. તે 1 મિલીમીટરનાં 100માં ભાગ જેવડાં નાના કેન્સર સેલને પણ ઓળખી શકો. તેને વિકસિત કરનારી ટીમનું કહેવું છે કે, તેનાથી કેન્સરનાં ફોલોઅપ ઓપરેશનથી ઘણી હદ સુધી રાહત મળી શકે. અત્યાર સુધીમાં વધુ પડતાં કેસમાં કેન્સર સેલને શરીરની બહાર કાઢવા માટે ઘણીવાર ઓપરેશન કરવું પડે કારણ કે, એકવારમાં બધા જ કેન્સર સેલ્સ ડિટેક્ટ થતાં નથી.
આ ડિવાઈસનો ઉપયોગ બ્રેસ્ટ કંઝર્વિંગ સર્જરીમાં પણ કરી શકાય. આ સર્જરી કેન્સરના સેલ્સ શરીરની બહાર કાઢ્યા બાદ બ્રેસ્ટની રિસ્ટ્રક્ચરિંગ માટે કરવામાં આવે છે. વર્તમાન સમયમાં બ્રેસ્ટ કેન્સરથી પીડિત 20% મહિલાઓને આ સર્જરીની જરુર પડે છે. આ ડિવાઈસ ટ્યૂમર્સની પાસેનાં ટિશ્યૂની યોગ્ય સ્થિતિ અને સટીક્તાને ડિટેક્ટ કરે છે.
1 સેકન્ડમાં 120 ફોટોઝ ક્લિક કરશે આ ડિવાઈસ
એન્ડો માઈક્રોસ્કોપ 1 સેકન્ડમાં 120 ફોટોઝ ક્લિક કરશે, જેને જોઈને ડૉક્ટર ઓળખી જાય છે કે, આ સેલ કેન્સરગ્રસ્ત છે કે નહી. ડૉક્ટર ખુશી વ્યાસ કહે છે કે, હવે અમે તેને ક્લિનિકલ ટ્રાયલ્સમાં મોકલી રહ્યા છીએ. અમારો પ્રયાસ રહેશે કે, આવનાર 5 વર્ષમાં આ ડિવાઈસ બ્રેસ્ટ કેન્સરનું ઓપરેશન કરનાર દરેક વ્યક્તિને મળી રહેશે.
આ ડિવાઈસનો વિકાસ યૂકે રિસર્ચ એન્ડ ઈનોવેશનની સંસ્થા એન્ડ ફિઝિકલ સાયન્સ રિસર્ચ કાઉન્સિલના સહકારથી કરવામાં આવ્યો છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ ઈન્ટરનેશનલ મુજબ વિશ્વભરમાં કેન્સરના સૌથી વધુ કેસ બ્રેસ્ટ કેન્સર અને લંગ કેન્સર છે. કેન્સરના કુલ કેસમાં એકલા 12.5% કેસ બ્રેસ્ટ કેન્સરના છે. કેન્સરથી પીડાતી મહિલાઓમાં દર ચોથી મહિલા બ્રેસ્ટ કેન્સરની શિકાર છે.
બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો સમજીને ઓળખી લો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.