તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:ટીબીની સારવારમાં વપરાતી 100 વર્ષ જૂની વેક્સીન BCGનું કોરોનાની સારવાર માટે પરિક્ષણ શરૂ થયું

ઓસ્ટ્રેલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાના ‘ઈન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ’ના હેડ નિગલ કર્ટિસ દ્વારા આ રિસર્ચ શરૂ કરાયું
  • રિસર્ચમાં રોયલ ચિલ્ડ્રન હોસ્પિટલના 4000 વોલન્ટિયર્સને સામેલ કરાયા
  • તમામ લોકોની રોગ પ્રતિકારક શક્તિનું અવલોકન કરવામાં આવશે
  • રિસર્ચના હેડ નિગલ અનુસાર, BCG વેક્સીન રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હેલ્થ ડેસ્ક: કોરોનાવાઈરસની રસી અને ચોક્કસ દવા શોધવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં ટીબીની સારવારમાં ઉપયોગી BCG વેક્સીન કોરોનાવાઈરસ સામે કેટલું રક્ષણ આપી શકે તેમ છે તે દિશામાં પણ વૈજ્ઞાનિકો પ્રયાસો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા 100 વર્ષ જૂની BCG વેક્સીનનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ વેક્સીન કોરોનાવાઈરસ સામે કારગર સાબિત થશે કે નહીં તેના પ્રયોગો માટે વૈજ્ઞાનિકોને ભલામણ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવેલી ઈન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચના હેડ નિગલ કર્ટિસની આગેવાનીમાં તેને લઈ રિસર્ચ ચાલી રહ્યું છે.

રિસર્ચ
આ રિસર્ચમાં રોયલ ચિલ્ડ્રન હોસ્પિટલના 4000 વોલન્ટિયર્સને સામેલ કરાયા છે. આ તમામ લોકોને BCG વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ તમામ લોકોની રોગ પ્રતિકારક શક્તિનું અવલોકન કરવામાં આવશે અને તે કોરોનાવાઈરસ સામે કેટલી હદે કારગર સાબિત થશે તેનુ રિસર્ચ કરવામાં આવશે.
રિસર્ચના હેડ નિગલ અનુસાર, BCG વેક્સીન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે વિવિધ પ્રકારના ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. તે અનેક પ્રકારના વાઈરલ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.

અન્ય સમાચારો પણ છે...