ઉપાય / કમ્પ્યૂટર પર સતત કામ કરવાથી આંખોને પહોંચતા નુક્સાનથી બચવા આ ઉપાય અજમાવો

divyabhaskar.com

Apr 10, 2019, 12:35 PM IST
tips to protect eyes from computer screen

હેલ્થ ડેસ્કઃ ડિજિટલ જમાનામાં હવે મોટાભાગનું કામ ટેક્નોલોજીની મદદથી થાય છે. સવારે ઊઠતાંની સાથે જ આંખો ફોનના સ્ક્રીન પર પડે છે. પછી ઓફિસ આવીને દિવસભર કમ્પ્યૂટરની સામે સતત જોઇને કામ કરવાનું હોય છે. રાત્રે નવરા પડીએ ત્યારે પણ હાથમાં મોબાઇલ ફોન આવી જાય છે. આ રીતે આખા દિવસ દરમિયાન આપણી આંખો કોઇને કોઈ રીતે ઈલેક્ટ્રોનિક સ્ક્રીન પર મંડાયેલી રહે છે. પરિણામે આંખોમાં બળતરા થાય છે, તો ક્યારેક આંખો ડ્રાય થઈ જાય છે. ક્યારેક થોડીક ક્ષણો માટે ધૂંધળું દેખાવા લાગે છે. આ સંજોગોમાં આંખો પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બની રહે છે.


કમ્પ્યૂટર પર કામના કલાકો ઓછા કરવા શક્ય ન હોય તો પ્રયત્ન કરો કે સતત કમ્પ્યૂટર સામે ન બેસો. સમયાંતરે સ્ક્રીન પરથી નજર હટાવતા રહો અને સાથે આંખોની થોડી કસરત પણ કરો.


આંખોને નુકસાન ન પહોંચે તે માટે આ વાતોનું રાખો વિશેષ ધ્યાન

  • કમ્પ્યૂટરની સ્ક્રીન તમારી આંખોની સામે અથવા થોડી નીચી હોવી જોઇએ.
  • ડોક્ટરની સલાહ લઇને સમયાંતરે આઈ ડ્રોપ્સ નાખવા.
  • દર 20 મિનિટે કમ્પ્યૂટર સ્ક્રીન પરથી નજર હટાવીને 20 ફૂટ દૂર રહેલી જગ્યા કે સામાનને 20 સેકન્ડ સુધી જુઓ.
  • નક્કી કરેલા સમય પ્રમાણે પાંપણો પટપટાવતાં રહો.
  • બહુ કામ હોય અને ઊંચું જોવાનો પણ સમય ન મળતો હોય તો મોબાઇલમાં દર 20 મિનિટનો અલાર્મ સેટ કરો, જે યાદ અપાવશે કે તમારે આંખોની કસરત કરવાની છે.
  • સમય પ્રમાણે કમ્પ્યૂટરની બ્રાઇટનેસ સેટ કરો. રાતના સમયે બ્રાઇટનેસ ઓછી રાખો. દિવસના સમયે કમ્પ્યૂટર સ્ક્રીન અને આંખ વચ્ચે 20થી 30 ઈંચનું અંતર રાખો.
  • મોબાઇલ સ્ક્રીનમાંથી નીકળતાં બ્લુ લાઇટનાં કિરણો આંખોને ઘણું નુકસાન પહોંચાડે છે અને ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. તેનાથી બચવા માટે 'ટ્વાઇલાઇટ' (Twilight) જેવી બ્લુ લાઇટ ફિલ્ટર કરતી મોબાઇલ એપ્લિકેશન વાપરો.
X
tips to protect eyes from computer screen
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી