રિસર્ચ / ખુશ રહેવું છે તો હસતાં રહો, કારણ કે તેનાથી સકારાત્મક વિચારો આવે છે

divyabhaskar.com

Apr 14, 2019, 12:23 PM IST
smiling make you happier says university of tennessee psychologists

  • અમેરિકાની ટેનેસી યુનિવર્સિટીના સંશોધકોએ 50 વર્ષ જૂના ડેટાનો અભ્યાસ કર્યો
  • સંશોધક નિકોલસ દાવો કરે છે કે, હસીએ ત્યારે શરીર અને મગજ એકબીજા સાથે જોડાય છે, તેથી લાગણીઓ અનુભવાય છે
     


હેલ્થ ડેસ્કઃ એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા 50 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો અને શોધ્યું કે ચહેરા પર જે ભાવ એટલે કે અભિવ્યક્તિ દેખાય છે, વ્યક્તિ તે જ અનુભવે છે. તે આમ કરવા માટે પ્રેરાય છે. અમેરિકાની ટેનિસી યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા સંશોધન અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ ખુશ થાય છે, ત્યારે તે અન્યને પણ ખુશ રાખે છે. તેમજ તે જ્યારે બૂમો પાડે છે તો બીજાને પણ ગુસ્સો અપાવે છે.


સ્મિત અને લાગણીઓ વચ્ચેના સંબંધની શોધ કરી રહ્યા છે સંશોધકો
સંશોધકોના જણાવ્યા મુજબ, જ્યારે વ્યક્તિ ચિંતિત દેખાય છે તો તે બહુ હતાશ થઈ જાય છે. પરંતુ સંશોધકોનું કહેવું છે કે ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિને નિયંત્રિત કરવામાં આ વાત બહુ અસરકારક નીવડતી નથી. સંશોધનકાર નિકોલસ કોલ્સના કહેવા પ્રમાણે, પરંપરાગત સમજણ એવું કહે છે કે જો આપણે હસીશું તો થોડું વધારે ખુશ થઈ શકીશું.


સોશિયલ સાયકોલોજીના પી.એચ.ડી સ્કોલર નિકોલસ કોલ્સ દાવો કરે છે કે, જો હસવા દરમિયાન શરીર અને મગજ એકબીજા સાથે જોડાય છે તો લાગણીઓ અનુભવાય છે. ચહેરાના પર આવનારા ભાવ વિશે હજી સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ જે પરિણામો અત્યાર સુધી આવ્યા છે તેના આધારે અમે લાગણીઓને સમજવા તેની નજીક પહોંચી ગયા છીએ.


કેટલીક શોધો એવી થઈ છે જેનાથી હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ચહેરાની અભિવ્યક્તિઓ લાગણીઓ અનુભવી શકે છે. 1970થી અત્યાર સુધી મનોવૈજ્ઞાનિકો આ વિષય પર તપાસ કરી રહ્યા છે. વિશ્વભરમાં આશરે 11 હજાર લોકો આવું કરી રહ્યા છે. પરંતુ સંશોધનના પરિણામો બતાવે છે કે ચહેરાની અભિવ્યક્તિથી ઓછી તો ઓછી પણ લાગણીઓ પ્રભાવિત ચોક્કસપણે થાય છે.

X
smiling make you happier says university of tennessee psychologists
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી