સ્ટડી / 13 કલાકથી વધુ બેસી રહ્યા બાદ એક્સર્સાઇઝ કરો તો પણ તેની શરીર પર કોઈ અસર થતી નથી

divyabhaskar.com

Apr 16, 2019, 11:17 AM IST
sitting more than 13 hours exercise will not help

હેલ્થ ડેસ્કઃ દિવસભર લાંબા સમય સુધી બેસી રહેવાથી કસરત પણ કરો તો પણ શરીર પર ચયાપચયના ફાયદા અસર નથી કરતા. ચયાપચયની પ્રક્રિયા (મેટાબોલિઝમ) જીવન ચલાવવા માટે ઉપયોગી છે. તેનો સંબંધ ખોરાકના પાચનની પ્રક્રિયા સાથે જોડાયેલો છે. 'એપ્લાઇડ ફિઝિયોલોજી જર્નલ'માં પ્રકાશિત એક નાના અભ્યાસના તારણો ચિંતાજનક છે. નિષ્ક્રિયતાથી આપણું શરીર નબળું તો પડે જ છે. પરંતુ તેનાથી કસરતથી થનારા સ્વાસ્થ્યના ફાયદા પણ શરીર પર કોઈ અસર કરતા નથી.


લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસનારા લોકોને ઘણી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે. આવા લોકોને ઘણી મેટાબોલિક સમસ્યાઓ હોઈ શકે છે, જેના કારણે ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ પણ વધી જાય છે.


નિષ્ક્રિયતા અને કસરત વચ્ચેનો જૈવિક સંબંધ રસપ્રદ છે. શું બેસી રહેવું એટલે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કારણ કે બેસીને આપણે કસરત કરતા નથી? કે પછી લાંબા સમય સુધી બેસવાનો આપણા શરીર પર અયોગ્ય પ્રભાવ પડે છે?જો આવું છે તો શું આ એક્સર્સાઇઝથી થનારા ફાયદા શરીરને અસર નથી કરતા? આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ સ્વસ્થ લોકો પર નિષ્ક્રિય બેસી રહેવાની અસરોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું.


ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દસ સ્વસ્થ અને સક્રિય ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના સમૂહને સતત ચાર દિવસ માટે દિવસના 13 કલાક બેસાડી રાખ્યા. અભ્યાસમાં સામેલ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તેઓ બહુ વધારે આમેતેમ આંટા ન મારે. હલનચલન બસ ચાર હજાર પગલાં સુધી જ મર્યાદિત રાખે. તેમના શરીર પર એક્ટિવિટી મોનિટર લગાવવામાં આવ્યા. આ ઉપરાંત તેમને ઓછી કેલરીવાળો ખોરાક ખવડાવવામાં આવ્યો.


પાંચમા દિવસે તેમનું શરીર ઢીલું અને નીરસ થઈ ગયું. નાસ્તો કર્યા બાદ તેમના શરીરમાં બ્લડ શુગર અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું. ઇન્સ્યુલિનની પ્રક્રિયા તેમના શરીરમાં ધીમી પડી ગઈ હતી. ત્યારબાદ ફરી ચાર દિવસ સુધી તેમને 13 કલાક નિષ્ક્રિય બેસાડી રાખવામાં આવ્યા. પરંતુ ચોથા દિવસે તેમને એક કલાક માટે ટ્રેડમિલ પર દોડવાની કસરત કરાવવામાં આવી. પાંચમા દિવસે તેમના શરીરની તપાસ કરી તો તેમના બલ્ડ શુગરના સ્તરમાં કોઈ તફાવત જોવા ન મળ્યો.


અભ્યાસના લેખક પ્રોફેસર ડો. એડવર્ડ કોયલેનું કહેવું છે કે, આ અભ્યાસ પરથી સંકેત મળે છે કે જો તમે લાંબા સમય સુધી કોઈ શારીરિક હલનચલન નથી કરતા. પરંતુ કસરત કરો છો તો પણ તમારી મેટાબોલિક પ્રવૃત્તિમાં સુધાર નથી આવતો. આપણા શરીરની અંદર એવી સ્થિતિઓનું નિર્માણ થાય છે, જે સામાન્ય ચયાપચયનો વિરોધ કરે છે. અભ્યાસ એ નથી દર્શાવતો કે 5, 10 કે 15 કલાક સુધી બેસવાથી કે એક્સર્સાઇઝ કરવાથી ચયાપચયની ક્રિયા અલગ રીતે અસર કરી શકે છે. ડો. કોયલેનું કહેવું છે કે, અભ્યાસના પરિણામો બતાવે છે કે દિવસભર નિષ્ક્રિય બેસી રહેવું કોઈપણ પરિસ્થિતિમાં સારું નથી.

X
sitting more than 13 hours exercise will not help
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી