ડાયટ સલાહ / ઊંઘની ઊણપ, વધુ હેલ્ધી ખોરાક અને વધુ મીઠું ખાવું પણ વજન ન ઘટવાનું કારણ બની શકે છે

reasons behind weight loss process is not working correctly
X
reasons behind weight loss process is not working correctly

divyabhaskar.com

Apr 15, 2019, 11:44 AM IST

હેલ્થ ડેસ્કઃ વધતું વજન આજે હજારો લોકો માટે ચિંતાનું સૌથી મોટું કારણ બની ગયું છે. વજન ઘટાડવા કેટલાક લોકો દરરોજ જિમમાં જઇને કસરત કરે છે અને કેટલાક લોકોએ તો દરરોજ નિયમિત ચાલવાનો ક્રમ પણ બનાવી લીધો હોય છે. તેમ છતાં જ્યારે પણ તેઓ વજન કાંટા પર ઊભા રહે તો મશીનનો કાંટો એક જ નંબર પર અટકી રહે ત્યારે હતાશ થઈ જવાય છે. પરંતુ આવા સમયે હતાશ થઈ જવાને બદલે જરૂરી છે એ જાણવું કે વજન ઘટી કેમ નથી રહ્યું. તો ચાલો આજે તેના કારણો વિશે જાણીએ.
 
1. વધુ મીઠું ખાવું
સવારે તમે ઊઠો અને તમારો ચહેરો ફુલેલો દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા શરીરનું વલણ પાણી એકત્રિત કરવાનું છે. આ પરિસ્થિતિને 'વોટર રિટેન્શન' કહેવામાં આવે છે. આવા કિસ્સામાં ભલે તમે ગમે તેટલી મહેનત કરી લો પણ આ વધારાનું પાણી તમારું વજન ઓછું થવા નથી દેતું. વોટર રિટેન્શનનું સૌથી મોટું કારણ એ છે કે સીધી અથવા પરોક્ષ રીતે વધુ મીઠું ખાવું. બિસ્કિટ-બ્રેડ જેવી વસ્તુઓમાં પણ મીઠાંનું પ્રમાણ વધુ હોય છે.
2. એક જ પેટર્ન પર ચાલવું
જો કોઈ કહે કે પ્રોટીન ખાવું શરીર માટે સારું છે તો આપણે પ્રોટીનયુક્ત ખોરાક વધુ ખાઇએ છીએ. એ જ રીતે, વર્કઆઉટમાં પણ આપણે એ જ ભૂલ કરી બેસીએ છીએ. એક જ પેટર્ન પર ચાલવાથી એવું થાય છે કે અમુક સમય પછી આપણા શરીરને તેની આદત પડી જાય છે અને તે તેની પર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. તેનું પરિણામ એ આવે છે કે આપણું વજન પણ એક સ્થાને આવીને અટકી જાય છે. ન તો તે વધે છે અને ન તો તે ઘટે છે.
3. વધુ પ્રમાણમાં હેલ્ધી ખોરાક ખાવો
ઘણા લોકો એવું માને છે કે જો તેઓ હેલ્ધી ખોરાક ખાશે તો તેનાથી વજન ઘટશે. કોઈ વસ્તુ ભલે હેલ્ધી કેમ ન હોય પરંતુ તે યોગ્ય માપમાં ન ખવાય તો તે નુકસાન કરશે. વધુ પડતો હેલ્ધી ખોરાક ખાવાથી વજનમાં ભલે વધારો ન થાય પણ તે વજન ઘટાડવાની પ્રક્રિયામાં બાધા ઉત્પન્ન કરે છે.
4. હોર્મોન્સ અનુસાર ન ખાવું
વજન ન ઘટવાનું એક કારણ હોર્મોન્સનું અસંતુલન પણ હોઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસવાળા દર્દીઓમાં વજન ન ઘટવાનું આ મુખ્ય કારણ જોવા મળે છે. જ્યારે ડાયાબિટીસના દર્દી શરીરની જરૂરિયાત પ્રમાણે ન ખાય તો તેનાથી શરીરમાં ખાંડનું સ્તર અવ્યવસ્થિત બની જાય છે અને તેના કારણે વજન ઘટાડવાની પ્રક્રિયા પણ અટકી જાય છે.
5. મોડી રાત્રે જમવું
મોડી રાત્રે જમવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા પર ગંભીર અસર થાય છે. ડિનર હંમેશાં હળવું અને ઊંઘવાના સમયના ઓછામાં ઓછાં 2 કલાક અગાઉ કરી લેવું જોઇએ. મોડી રાત્રે જમવાથી પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે ચરબીને ઊર્જામાં રૂપાંતરિત કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. 
6. પૂરતી ઊંઘ લો, પરંતુ બપોરે ન ક્યારેય ન ઊંઘો
વજન ઘટાડવા માટે તમારી ઊંઘની પેટર્ન એકસરખી હોવી એ મહત્ત્વપૂર્ણ છે. જો તમે બહુ વધારે કે ઓછું ઊંઘી રહ્યા હો તો તેની અસર વજન ઘટાડવાની પ્રક્રિયા પર પડી શકે છે. તેનાથી હોર્મોન્સનું સંતુલન બગડે છે અને વજન ઘટાડવામાં સમસ્યા આવે છે. રાત્રે 7થી 8 કલાક ઊંઘવું જોઇએ. તેનાથી વધુ કે ઓછું ઊંઘવું સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. આ ઉપરાંત, બપોરે ઊંઘવાનું અવોઇડ કરશો તો વધુ સારું રહેશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી