તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરરોજ કાચાં લસણ-ડુંગળી ખાવાથી આંતરડાંનાં કેન્સરનું જોખમ 79 ટકા ઘટી જાય છે: સ્ટડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: એશિયા પેસેફિક જર્નલ ઓફ ક્લિનિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલ સ્ટડી મુજબ, ડુંગળી અને લસણ મોટાં આંતરડાંનાં કેન્સરના જોખમને ઘટાડે છે. શોધકર્તાઓનું કહેવું છે કે, પકાવીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્ત્વો અને ગુણકારી કેમિકલ નાશ પામે છે માટે જરૂરી છે કે તમે તાજાં લસણ, ડુંગળી ગ્રહણ કરો. રિસર્ચ મુજબ, આનાથી 79 ટકા સુધી મોટાં આંતરડાંનું કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.

 

ચાઈના મેડિકલ યુનિવર્સિટીમાં થયેલ આ સ્ટડી 1600થી વધારે મહિલાઓ અને પુરુષો પર કરવામાં આવ્યો, જેમાં 833 મોટાં આંતરડાંના કેન્સરથી પીડિત લોકોના આહાર સાથે જોડાયેલી માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. શોધકર્તા ડોક્ટર લીના જણાવ્યા મુજબ, ડાયેટમાં જેટલી આ શાકભાજીની માત્રા વધારવામાં આવે તેટલું જ આવી બીમારીઓનું જોખમ ઘટતું જાય છે. રિસર્ચ મુજબ સમગ્ર વર્ષ દરમિયાન ઓછામાં ઓછું 15 કિલો લસણ અને ડુંગળી કેન્સરનું જોખમ ઘટાડે છે. એક દિવસમાં લગભગ એકથી દોઢ ડુંગળી ખાઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો