• Home
  • Lifestyle
  • Health
  • National Safe Motherhood Day Know What To Do And What Not During Pregnancy And Things To Avoid

માતૃત્વ / તંદુરસ્ત બાળક માટે ગર્ભાવસ્થા દરમ્યાન આ 8 બાબતોથી દૂર રહો

divyabhaskar.com

Apr 11, 2019, 04:09 PM IST
National Safe Motherhood Day Know What To Do And What Not During Pregnancy And Things To Avoid
X
National Safe Motherhood Day Know What To Do And What Not During Pregnancy And Things To Avoid

  • પાળતું બિલાડીથી દૂર રહેવું 
  • ગરમ પાણીને બદલે હળદરવાળા પાણીથી સ્નાન લો 

હેલ્થ ડેસ્ક: મોટા ભાગની મહિલાઓ તેના સ્વાસ્થ્યને લઈને ઘણી આળસ કરતી હોય છે. સામાન્ય તકલીફ થઇ હોય તો તે હોસ્પિટલ જવાની તાકીદ પણ લેતી નથી પરંતુ,પ્રેગનન્સિ એક એવી અવસ્થા છે કે તેમાં જેમ બને તેમ વધારે સાવધાની રાખવી પડે છે.

ઘણી મહિલાઓને પ્રેગનન્સિ દરમ્યાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું જ્ઞાન નથી હોતું. 11 એપ્રિલ નેશનલ સેફ મધરહૂડ ડે તરીકે મનાવવામાં આવે છે, તો ગર્ભવતી મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ તેની વિગતવાર ચર્ચા કરીએ.

ચિંતા
1.ચિંતા એ ચિતા સમાન છે તે તો તમે સાંભળ્યું જ હશે. પ્રેગ્નન્ટ મહિલાઓએ જેમ બને તેમ તણાવ અને ચિંતાથી દૂર રહેવું જોઈએ. જો તમે વધારે ચિંતા કરશો તો તેની અસર તમારા પેટમાં ઉછરી રહેલા બાળક પર પણ પડશે.
વ્યસન
2.જો તમે સ્મોકિંગ અને ડ્રિન્કીંગ કરતા હોવ તો સગર્ભાવસ્થા દરમ્યાન તેને તિલાંજલિ આપી દેવી જોઈએ. સ્મોકિંગના લીધે બ્લડ વેસલ્સ ટાઈટ થઇ જાય છે, જેના લીધે ભ્રુણને જરૂરી પોષક તત્વો નથી મળતા અને તે શિશુને નુકશાન પહોંચાડી શકે છે. 
કોફી
3.કોફી પીવાથી ભ્રુણ કેફીનના સંપર્કમાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ કોફી છોડી દેવી જોઈએ અથવા તો પીવાની માત્ર ઓછી કરી દેવી જોઈએ. સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ કોફીથી દૂર રહેવું જોઈએ, કારણકે તેનાથી બાળકો બેચેન અને ચીડચીડિયા બની જાય છે.
બેક્ટેરિયા
4.પ્રેગનન્સિ દરમ્યાન બિલાડીથી દૂર રહેવું જોઈએ. જોતમારા ઘરમાં પાળતું બિલાડી છે તો સાવધાની રાખવી જોઈએ. બિલાડીના મળમાં ટોક્સોપ્લાઝ્મા કરીને એક પેરાસાઇટ હોય છે જેનાથી પશુઓથી લઈને મનુષ્યને પણ ઈન્ફેક્શન થાય છે. આ ઇન્ફેક્શનના લીધે ગર્ભાવસ્થામાં ઘણી સમસ્યા થાય છે.
હાઈ-હિલ્સ
5.પગરખામાં હાઈ-હિલ્સનો શોખ મોટા ભાગની મહિલાઓને થાય છે. પરંતુ, જ્યારે તમે પ્રેગનન્ટ થાઓ છો ત્યારે થોડા સમય બાદ તમારું પેટ વધતું જાય છે. વધતા પેટની સાથોસાથ સેન્ટર ઓફ ગ્રેવિટી પણ બદલાઈ જાય છે. જેને કારણે તમને ઉભા રહેવામાં તકલીફ પડે છે. આ ઉપરાંત હાઈ-હિલ્સથી પગમાં સોજા પણ આવી જાય છે.
મસાજ
6.ગર્ભવતી મહિલાઓએ એક્યુપંચર અને મસાજ ઘણા ઓછા લેવા જોઈએ. સામાન્ય રીતે ઘણા લોકો આ અવસ્થામાં મસાજ કરાવતા હોય છે, પરંતુ તેના અમુક ચરણ એવા છે કે જ્યારે મસાજ જરાય ન કરાવવું જોઈએ. એવું હોય તો તમે આ બાબતે એક્સપર્ટની સલાહ પણ લઈ શકો છો.
સ્નાન
7.જો પીઠ દર્દ કે પેટ દર્દને લીધે તમે ગરમ પાણીથી સ્નાન લેવાનું વિચારતા હોવા તો માંડી વાળજો. પાણીનું તાપમાન વધારે હોવાથી બર્થ ડિફેકટની સમસ્યા સર્જાઈ શકે છે. ગરમ પાણીના બદલે તમે હળદરના પાણીથી સ્નાન કરી શકો છો.
દવા
8.ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા ન લાવી જોઈએ. સામાન્ય માથાના દુ:ખાવાની દવા હોય તો પણ તેમાં પરેજી રાખવી જોઈએ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી