સ્ટ્રેસ / લાંબા સમયથી અનુભવાતો સ્ટ્રેસ બ્રેસ્ટ કેન્સર નોતરે છે :સ્ટડી

divyabhaskar.com | Updated - Apr 11, 2019, 05:50 PM
Chronic stress promotes breast cancer development: Study

હેલ્થ ડેસ્ક:યુએસની ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન જર્નલમાં પબ્લિશ થયેલ સ્ટડી મુજબ, ક્રોનિક સ્ટ્રેસ એટલે કે લાંબા સમયથી અનુભવાતો સ્ટ્રેસ બ્રેસ્ટ કેન્સરને ડેવલપ કરે છે. કેન્સરના દર્દીઓ ઘણીવાર નેગેટિવ ઈમોશનથી પીડાતા હોય છે. તે ટ્યુમર અને કેન્સર માટે ખતરારૂપ છે. નેગેટિવ ઈમોશન જેવા કે, ડર, ચિંતા, નિરાશા વગેરે કેન્સર ડેવલપમેન્ટને અસર કરે છે પરંતુ કઈ રીતે તે અત્યાર સુધી જાણી શકાયું ન હતું. પરંતુ ચાઈનાની એક યુનિવર્સિટીના સંશોધકોએ ક્રોનિક સ્ટ્રેસ અને બ્રેસ્ટ કેન્સર ડેવલપમેન્ટ વચ્ચેનો સંબંધ સાબિત કર્યો છે.

સંશોધકોના જણાવ્યા મુજબ, ક્રોનિક સ્ટ્રેસ એપિનેફ્રિન (epinephrine) લેવલને વધારે છે. તે ‘એક્ટેટ ડિહાઈડ્રોજિનેસ A’ (LDHA)ને વધારે છે અને તે બ્રેસ્ટ કેન્સર સ્ટેમ સેલ્સની વૃદ્ધિમાં મદદ કરે છે.

સંશોધકોએ રિસર્ચમાં જણાવ્યું કે, LDHAને ઘટાડવામાં વિટામિન C મદદરૂપ છે. સ્ટ્રેસ સાથે જોડાયેલા બ્રેસ્ટ કેન્સરને મટાડવામાં વિટામિન C મદદરૂપ થઇ શકે છે.

X
Chronic stress promotes breast cancer development: Study
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App