ફાયદા / બીટ છે ખૂબ ગુણકારી, ત્વચા સાથે જોડાયેલી તમામ સમસ્યાનો રામબાણ ઈલાજ છે

divyabhaskar.com

Apr 13, 2019, 12:29 PM IST
Benefits of beetroot

હેલ્થ ડેસ્કઃ દરેક સ્ત્રી પોતાની ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવા અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે. આ પ્રોડક્ટ્સના વપરાશથી ત્વચા નિખરી તો આવે છે. પરંતુ તેના વધુ ઉપયોગથી સ્કિન ડેમેજ થઈ શકે છે. તેથી, ચહેરાની ત્વચાની સારસંભાળ માટે બને એટલી તાજી અને ઘરે બનેલી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો. ત્વચાની સમસ્યાઓ માટે સૌથી અસરકારક હોય છે બીટ. તો ચાલો બીટના ઉપયોગથી ત્વચાને થતા ફાયદા વિશે જાણીએ.


લિપ્સ બનશે નેચરલ પિંક
કેમિકલથી ભરપૂર લિપ ગ્લોસ અને લિપ બામને બદલે બીટનો ઉપયોગ કરીને ઘરે નેચરલ રીતે લિપ ગ્લોસ બનાવી શકાય. આ લિપ ગ્લોસ હોઠ અને ગાલને નેચરલી સુંદર બનાવે છે. જો હોઠ ફાટતાં હોય તો બીટમાંથી બનાવેલું લિપ ગ્લોસ વાપરવું. આ માટે બીટને સમારીને કરીને બહાર તડકામાં સૂકવી દો. બે દિવસ સુધી તડકામાં સૂકવ્યા બાદ બીટને ક્રશ કરી પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં બદામનું તેલ મિક્સ કરો. તૈયાર થયેલા મિશ્રણને એક કાચની બોટલમાં ભરીને રાખો. દરરોજ હોઠ પર તેનું એક ટીપું લગાવી હળવા હાથે માલિશ કરો. તેનાથી તમારા હોઠ નેચરલી ગુલાબી દેખાશે.


બીટથી બનાવો ફેસ માસ્ક
સ્કિન માટે તમે જે ક્રીમ લગાવો છો તેમાં બીટ ક્રશ કરીને મિક્સ કરી દો. આ માસ્કને ચહેરા પર લગાવી દો. 15-20 મિનિટ બાદ જ્યારે આ માસ્ક સૂકાઈ જાય ત્યારે ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો.


ડાર્ક સર્કલ્સમાંથી મળશે છૂટકારો
આંખોની નીચે કાળાં કૂંડાળા થઈ ગયા હોય તો એક ચમચી બીટના રસમાં બદામના તેલના 4-5 ટીપાં ઉમેરો. આ રસને આંખની નીચે કાળા કૂંડાળા પર લગાવી લો. અડધા કલાક પછી ચહેરો ધોઈ નાખો. દરરોજ નિયમિત આ પ્રયોગ કરવાથી ધીમે-ધીમે ડાર્ક સર્કલ્સ ઓછાં થઈ જશે. ચહેરા પર પડેલા ડાઘ માટે પણ બીટ અસરકારક છે. મુલ્તાની માટીમાં 5 ચમચી બીટનો રસ મેળવીને ચહેરા અને ગરદન પર લગાવો. અડધા કલાક પછી હળવા હાથે મસાજ કરી ચહેરો સાફ કરી લો. ડાઘ દૂર થઈ જશે.


કરચલીઓ દૂર કરશે
બીટ ચહેરા પર પડતી કરચલીઓ દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ ચહેરા પર પડેલી કરચલીઓ હટાવવામાં મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા દરરોજ બીટનો રસ ચહેરા પર લગાવો.

X
Benefits of beetroot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી