સર્જરી / જોડિયા બાળકોને બચાવવા માટે ડોક્ટરોએ ગર્ભાશયમાં કરી શસ્ત્રક્રિયા, જીવિત રહેવાની શક્યતા ફક્ત 5% હતી

divyabhaskar.com

Apr 14, 2019, 12:01 PM IST
doctors perform life saving surgery of miracle twin girls while they were in the womb

  • મેટિલ્ડા અને ફેલિસિટી ટ્વીન-ટ્વીન સિન્ડ્રોમથી પીડિત હતી, તેમને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યા હતી
  • ડોક્ટરોએ અબોર્શન કરાવવાની સલાહ આપી હતી. પરંતુ માતાપિતાએ ના પાડી
     


હેલ્થ ડેસ્કઃ લંડનના ડોક્ટરોએ ગર્ભાશયમાં જ ભ્રૂણની સર્જરી કરી જોડિયા બાળકોનું જીવન બચાવ્યું. મેટિલ્ડા અને ફેલિસિટી નામની જોડિયાં બાળકીઓ ટ્વીન-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ સામે લડી રહી ગતી. આ સિન્ડ્રોમને લીધે એક છોકરીમાં વધુ લોહી હતું અને બીજીમાં ઓછું હતું. તેમની જીવિત રહેવાની સંભાવના ફક્ત 5% હતી.


બંનેનો જન્મ હવે થઈ ગયો છે અને તેઓ તેઓ તંદુરસ્ત છે. આ સિન્ડ્રોમના કારણે લંડનમાં દર વર્ષે 300 બાળકો મૃત્યુ પામે છે. તેમજ અમેરિકામાં દર વર્ષે 6 હજાર બાળકોને આ સિન્ડ્રોમની અસર થાય છે.
લોહીની ઊણપથી બ્લડ પ્રેશર લો થઈ રહ્યું હતું


30 વર્ષીય કેજિયા હાર્વે લંડનના સ્ટેફોર્ડશાયરમાં રહે છે. લંડનમાં બર્મિંઘમ વુમન્સ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે, ગર્ભાવસ્થાના 16મા અઠવાડિયે પરીક્ષણ દરમિયાન બાળકમાં ટ્વીન-ટ્વીન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ મળી આવ્યો હતો. પ્લેસેન્ટામાં રક્તવાહિનીઓ અસામાન્ય રીતે જોડાયેલી હોવાના કારણે બંને બાળકોને યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચી નહોતું રહ્યું. તેના કારણે એક બાળકીનું બ્લેડ પ્રેશર ઘટી રહ્યું હતું. ડોક્ટરોની સલાહ પછી કેજિયા હાર્વે અને તેના પતિએ લેસર ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું.


ડોક્ટરોએ 18મા અઠવાડિયે કેજિયાની લેસર સર્જરી કરી, જેમાં શસ્ત્રક્રિયાની મદદથી અસામાન્ય રક્તવાહિનીની સમસ્યા દૂર કરવામાં આવી, જેથી બંનેમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય. ગર્ભાવસ્થાના 24મા અઠવાડિયે ખબર પડી કે એક બાળકીને સ્ટ્રોક લાગ્યો છે. પરિસ્થિતિ ગંભીર હોવાના કારણે ડોક્ટરોએ ગર્ભપાત કરાવવા કહ્યું. પરંતુ તેઓ ન માન્યા. ડોકટરો મુજબ, સર્જરી દરમિયાન મગજના કેટલાક ભાગને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ મગજ સતત ડેવલપ થઈ રહ્યું હતું. કેજિયાના જણાવ્યા પ્રમાણે, 'અમને નહોતી ખબર કે ડિલીવરી પછી બાળકીને કેટલો સંઘર્ષ કરવો પડશે. પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં અમે અબોર્શન કરાવવા માગતા નહોતા.'


10 કલાક ચાલી સિઝેરિયન ડિલિવરી
29 જુલાઈ, 2018ના રોજ ઓપરેશન થિયેટરમાં 10 કલાકની સર્જરી બાદ બાળકીઓની સિઝેરિયન ડિલિવરી થઈ. બંને છોકરીઓને 4 અઠવાડિયા સુધી ખાસ કાળજી માટે નિઓનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવી. જોડિયા બાળકો જન્મ્યા પહેલાં કેજિયાનું એકવાર મિસેકેરેજ થઈ ગયું હતું. મોટાભાગે આવા કિસ્સાઓમાં, જોડિયા બાળકોમાંથી એક બાળકના શરીરમાં પાણી ઘટી જાય છે અને તેની વૃદ્ધિ અટકી જાય છે. બીજું બાળક હાઈ બ્લડ પ્રેશરની બીમારી સામે લડે છે, જેના કારણે હાર્ટ ફેલ થઈ જવાનું જોખમ રહે છે.

X
doctors perform life saving surgery of miracle twin girls while they were in the womb
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી