તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિયાળામાં હાર્ટ પર દબાણ ન વધે માટે વધુમાં વધુ પાણી પીવો, ઠંડીમાં રોગમુક્ત રહેવાની TIPS

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ઠંડીને ખાવા-પીવા માટેની યોગ્ય ઋતુ ગણવામાં આવે છે. આ મોસમ દરમિયાન બેદરકારી વર્તવી નુકસાનકારક સાબિત થઈ શકે. બ્લડપ્રેશર, હાર્ટ, એલર્જી અને મગજની બીમારીથી પીડિત લોકો માટે શિયાળાની ઋતુ રિસ્કી છે. તંદુરસ્ત વ્યક્તિઓને પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. એક્સપર્ટસના જણાવ્યા મુજબ, ઠંડીમાં કોષિકાઓ સંકોચાઈ જાય છે. ગરમ તાસીરવાળી વસ્તુઓ વધારે ખાવી. પરસેવો ન વળવાથી શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ બહાર નીકળી શકતી નથી. જેથી લોહી ઘટ્ટ થવાનું શરૂ થઈ જાય છે.

 

ઠંડીમાં રોગમુક્ત રહેવા શું-શું કરી શકાય? 

  1. લોહીને પાતળું રાખવા માટે ભરપૂર પાણી પીવું. પાતળા લોહીથી હાર્ટની ધમનીઓ પર દબાણ નહીં પડે. લોહી ઘટ્ટ હોવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી, એટલે જ સૂવાના બે-ત્રણ કલાક પહેલાં ભોજન કરી લેવું, જેથી વધારે ને વધારે માત્રામાં પાણી પી શકાય જેથી લોહી પાતળું રહે. આ મોસમમાં કફ દોષની વૃદ્ધિના કારણે શરીરની પાચનક્રિયા પર તેની અસર થાય છે. ભૂખ ઓછી લાગે છે. તેથી વધારે પ્રમાણમાં લિક્વિડ લેવું જેનાથી હૃદયાઘાત અને બ્રેઇન હેમરેજનું રિસ્ક વધે નહીં. 
  2. ત્વચાને ડ્રાય રાખવી નહીં. સપ્તાહમાં એક-બે વાર તલ, સરસવનું તેલ અને ગ્લિસરીનથી માલિશ કરવી. તેનાથી ત્વચા ડ્રાય નહીં રહે અને તેનું મેટાબોલિઝમ સારું રહેશે. 
  3. કમરની નીચે ગરમ પાણીથી સ્નાન કરવું. ગરદનથી ઉપરના ભાગ માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. તેનાથી ત્યાં રહેલી ઇન્દ્રિયોને નુકસાન પહોંચી શકે છે. તે માટે સામાન્ય પાણીનો ઉપયોગ કરવો. 
  4. ઠંડીમાં તલ વધારે પ્રમાણમાં ખાવા. તેમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. તે માત્ર સાંધાના દુખાવામાં જ નહીં, પણ યાદશક્તિ વધારવામાં પણ મદદરૂપ સાબિત થશે.
  5. ઠંડીમાં વા, અસ્થમા અને શ્વાસની બીમારીઓ વધે છે. લકવાના દર્દીઓને સ્નાન કરાવવું નહીં. ગરમ પાણીથી શરીરને માત્ર લૂછવું જ. કબજિયાતના દર્દીઓએ હરડેનું સેવન કરવું. સિંગ ગોળ સાથે જ ખાવી. તેનાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ નહીં થાય. 
  6. જમતા પહેલાં જ કસરત કરવી ને ચાલવું. જમ્યા બાદ કરસત કરવાથી કે ચાલવાથી હાર્ટ પર દબાણ પડે છે. રાત્રે જમ્યા બાદ ચાલવું નહીં. 
  7. મોટાભાગે લોકો એવું માને છે કે ઠંડીમાં બ્રાન્ડી કે આલ્કોહોલનું સેવન કરવાથી ગરમાવો રહે છે અને આ માન્યતાને વળગીને તે વધારે માત્રામાં તેનું સેવન કરે છે. હાર્ટ માટે તે પણ નુકસાનદાયક છે. 
  8. અઠવાડિયામાં 3 વાર બ્રિસ્કવોક કરવું. લાઇટવેટ ટ્રેનિંગની સાથે યોગ પણ કરી શકાય. સૂર્યનમસ્કાર સહિત આગળ ઝૂકવાવાળાં આસન પણ કરવાં. તેમાં વોકિંગ લંજિંગ, વોલ પુશઅપ, પ્લેન્ક અને પશ્ચિમોત્તાસનનો સમાવેશ કરી શકાય.
અન્ય સમાચારો પણ છે...