કસરત / ખભા અને ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટેની શ્રેષ્ઠ કસરતો

divyabhaskar.com | Updated - Mar 12, 2019, 12:56 PM
These are best exercises for neck and arm pain

હેલ્થ ડેસ્ક: કેટલાક કાર્યોને લીધે ગરદન અથવા ખભાનો દુખાવો થઇ જાય છે. તે દૂર કરવા કેટલીક સરળ કસરત મદદરૂપ થઇ શકે છે

* ખભા માટેની કસરત:

  • આ કસરત સ્નાયુ ખસી જવા, ખભામાં ઇજા, સોજો વગેરે દૂર કરે છે. સ્નાયુઓ અને હાડકાંની આસપાસ રહેલા કોમળ ઉત્તકોમાં આવેલા સોજાની શંકાને પણ ઘટાડે છે.
  • જમણા હાથને 90 ડિગ્રીએ વાળો અને ડાબા ખભાને સામે લાવો. ડાબા હાથને વાળી જમણા હાથને પાછળની તરફ ધકેલો. આ જ રીતે ડાબા હાથને વાળીને પણ આ કસરત કરો.
  • બંને હાથથી તમારા જ શરીરને ઝપ્પી આપો. ખભા પર વધારે ભાર ન આપવો. આ કસરત કરવાથી ખભાના સ્નાયુઓ અકડાઇ ગયા હશે તો રિલેક્સ થઇ જાય છે.
  • સીધા ઊભા રહો. હવે થોડા આગળ નમી જમણા હાથને ડાબા પગ પર અને ડાબા હાથને જમણા પગ પર ટેકવો. આ દરમિયાન એક તરફ નમી ન જવાય તેનાથી દૂર રહો.
  • બંને હાથને વારાફરતી પીઠની પાછળ લઇ જઇ નમસ્કારની મુદ્રા બનાવવાનો પ્રયત્ન કરો. જ્યારે આ રીતે કરતાં ફાવી જાય તે પછી બંને હાથથી પીઠ પર નમસ્કારની મુદ્રામાં હાથ રાખો.

* ગરદન માટેની કસરત:

  • આ કસરત ગરદનને લચકદાર બનાવવામાં મદદરૂપ સાબિત થશે. તે સ્નાયુઓને ઢીલા કરે છે અને ગરદનની નસ ચડી ગઇ હોય, સર્વાકલ નર્વ સ્ટ્રેચ સિન્ડ્રોમને દૂર રાકે છે.
  • સામેની તરફ જુઓ. હવે ગરદનને જમણી બાજુ અને પછી ડાબી બાજુ નમાવો. આ દરમિયાન ખભા સ્થિર રહેવા જોઇએ. તે ઊંચા ન થવા દો.
  • કરોડરજ્જુને સીધી રાખો. ખભા સીધા અને ચહેરો સામે હોવો જોઇએ. હવે ચહેરાને ફેરવીને જમણી તરફ જુઓ. પછી ડાબી તરફ ફેરવીને જુઓ. ચહેરો નીચો નમાવવાનો નથી.
  • ચહેરો સીધો રાખો. પછી ચહેરાને આગળ નમાવી હડપચીથી છાતીને સ્પર્શવાનો પ્રયત્ન કરો. પહેલી વાર વધારે નમાવવો નહીં. તે પછી ઉપર જોતાં હો એ રીતે ચહેરાને પાછળ નમાવો.
  • ચહેરાને આગળની તરફ નમાવી ગરદનને પહેલાં ઘડિયાળની દિશામાં (ક્લોકવાઇઝ) અને પછી વિપરીત દિશામાં (એન્ટિ ક્લોકવાઇઝ) ફેરવો.

X
These are best exercises for neck and arm pain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App