તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પગ પર જામેલી વધારાની ચરબીથી છુટકારો મેળવવા ટ્રાય કરી શકો આ 6 કસરત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: પગને યોગ્ય આકાર મળે એ માટે જીમમાં કસરત કરવી અને દોડવું વધારે સારું રહે છે, પણ સમય ઓછો હોવાને કારણે બધાં આવું કરી શકતા નથી. એવામાં કેટલાક સરળ કસરત કરીને તમે પગને મજબૂત અને યોગ્ય આકાર આપી શકો છો: 

 

1. વોર્મઅપ: સીધાં ઊભાં રહો. જમણા પગને પાછળ લઇ જઇ જમણો હાથ ઊંચો કરો. પગને આગળ લાવી તેની સાથે હાથ પણ નીચે લાવો. આ જ રીતે ડાબા પગ અને હાથથી કરો. બંને પગથી પાંચ-પાંચ વાર કરો. હવે જમણી તરફ વળી ડાબા પગને પાછળ લઇ જાવ અને ડાબા હાથને જમણી તરફ વાળો. આ રીતે પાંચ વાર કરો.

 

2. કર્ટસી લંજ: સીધાં ઊભાં રહી બંને હાથને તમને અનુકૂળ હોય એ રીતે સાથે રાખો. જમણા પગ પર આગળ નમી ડાબા પગને પાછળની તરફ લઇ જાવ અને ગોઠણ જમીન પર ટેકવવાનો પ્રયત્ન કરો.  આ જ પ્રક્રિયા ડાબા પગથી પણ કરો. શરૂઆતમાં બંને પગથી આ કસરત પાંચ-પાંચ વાર કરો.

 

3. ઇનર થાઇ લેગ રેઝ: જમણી તરફ પડખું ફરીને સૂઇ જાવ. જમણા હાથને કોણીએથી વાળી હાથ આગળ રાખો. (ચિત્રમાં બતાવ્યા મુજબ) ડાબા હાથને કમર પર રાખી ડાબા પગને આગળ સામેની તરફ લાવો. હવે જમણા પગને ધીરે ધીરે ઊંચો કરો અને નીચે લાવો. આ  જ ક્રિયા ડાબા પડખે ફરીને તે રીતે કરો. બંને બાજુએ પાંચ-પાંચ વાર સેટ કરો. 

 

4. રિવર્સ લંજ વિધ ની લિફ્ટ: કમર પર હાથ ટેકવી સીધાં ઊભાં રહો. હવે જમણા પગને પાછળ લઇ જાવ અને ગોઠણના આધારે બેસો અને પછી આગળ લાવતાં સામેની તરફ કમર સુધી ઊંચો કરો. આ જ પ્રક્રિયા ડાબા પગથી પણ કરો. શરૂઆતમાં આ કસરત રોજ પાંચ-પાંચ વાર કરો.

 

5. ઇનવર્ટર ઇનર થાઇ ઓપનર: આ કસરત જાંઘને યોગ્ય આકાર આપવા માટે મદદરૂપ છે. સીધાં સૂઇ જાવ. હાથને શરીરને સમાંતર સીધા રાખી હથેળીઓ જમીન તરફ રાખો. હવે ડાબા પગનો ગોઠણ વાળો. જમણા પગને ઉપર સીધો ઊંચો કરો અને જમણી તરફ શક્ય એટલો નીચેની તરફ લઇ જઇને પહેલાંની સ્થિતિમાં આવી જાવ. આ જ પ્રક્રિયા ડાબા પગથી પણ કરો. શરૂઆતમાં પાંચ-પાંચ વાર આ કસરત કરો. થોડા સમય પછી તમારી સગવડ અનુસાર સંખ્યા વધારી શકો છો.

 

6. સિંગલ લેગ કાફ રેઝ: સીધાં ઊભાં રહો. જમણા પગ પર શરીરનો ભાર રહે એ રીતે ડાબા પગને કમર સુધી ઊંચો કરો. હાથને કમર પર રાખી જમણા પગના પંજાના આધારે શરીરને ઊંચું કરો અને નીચે લાવો. આ પ્રક્રિયા બંને પગથી પાંચ-પાંચ વાર કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો