તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારી હેલ્થ માટે દિવસમાં 3 અથવા 5 વાર ખાવું જોઈએ: એક્સપર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: હવે એ દિવસો રહ્યા નથી જ્યારે લોકો દિવસમાં માત્ર બે જ વખત જમવાનું જમતા હોય, કારણકે ત્યારે ન તો એવો તણાવ હતો કે ન તો એવું પ્રદૂષણ. અત્યારે પણ ઘણા લોકો માત્ર બે જ વખતનું જમવાનું જમે છે - લંચ અને ડિનર, પણ તે હેલ્થ માટે બિલકુલ ઠીક નથી. હવે કેટલાક એક્સપર્ટ્સ દિવસમાં ત્રણ અથવા પાંચ વખત ખાવાની સલાહ આપે છે. આ બાબતે ડાયેટ એન્ડ વેલનેસ એક્સપર્ટ ડો. શિખા શર્મા જણાવે છે કે, કેમ ત્રણ અથવા પાંચ વાર જમવું જોઈએ.

 

ત્રણ વાર મિલ્સ પેટર્ન 
આ પેટર્નમાં જરૂરિયાત જેટલું ભોજન ત્રણ સરખા ભાગમાં વહેંચીને ખાવામાં આવે છે, એટલે કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. તેની વચ્ચે બીજું કંઈ ખાવામાં આવતું નથી. આ પેટર્નમાં બ્રેકફાસ્ટ અને લંચ હેવી હોવા જોઈએ અને ડિનર થોડું લાઈટ. આ પેટર્ન એ સુવિધા આપે છે કે, તમે તમારી ભૂખ અથવા શેડ્યુલના હિસાબથી ભોજનના પ્રમાણને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં વધારે-ઓછા પ્રમાણમાં ફેરફાર કરી શકો છો. 

 

પાંચ વાર મિલ્સ પેટર્ન 
આ પેટર્નમાં ભોજનને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. સાથે જ આ ત્રણ ભોજનની વચ્ચે નાના-નાના સ્નેક અથવા હળવો નાસ્તો પણ હોય છે. જો આ પેટર્નને સારી રીતે અમલમાં મૂકી શકાય તો તે સૌથી શ્રેષ્ઠ છે. તેનાથી ન માત્ર જંક ફૂડ ખાવાથી બચી શકાય છે પણ મેટાબોલિઝ્મને વધારીને મોટાપાની સમસ્યા પણ દૂર કરી શકાય છે. 

 

કઈ પેટર્ન પસંદ કરવી?
બંને પેટર્ન તેની રીતે સાચી જ છે. જો તમારા માટે પાંચ વખત ભોજન લેવાનું શક્ય ન હોય તો ત્રણ વાર ભોજનની પેટર્ન પણ ફોલો કરી શકાય છે. પણ જો તમારી પાસે સમય અને સુવિધા બંને હોય તો પાંચ વાર ભોજનની જ પેટર્ન પસંદ કરવી જોઈએ. કેટલીક બીમારીઓ જેવી કે, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (આઈબીએસ) અને ડાયાબિટીઝના દર્દીઓને પાંચ વાર ખાવાની સલાહ તો ડોક્ટર્સ પણ આપે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે તો દર ત્રણ-ચાર કલાકે કઈંક ને કઈંક ખાવાનું જરૂરી હોય છે જેથી તેમના લોહીમાં શુગરનું પ્રમાણ જળવાઈ રહે. આ સિવાય ખુબ જ નાના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે પણ પાંચ વાર ભોજન લેવાની પેટર્ન અમલમાં મુકાવી જોઈએ, કારણકે આ પેટર્નમાં નાના ભોજન પચાવવામાં તકલીફ થતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો