તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેસની જેમ પૃથ્વી ઉપર પણ મળ-મૂત્ર કે અતિ ઝેરી કચરાને પ્રોસેસ કરી તેમાંથી પીવાલાયક પાણી મેળવી શકાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: દેશ-દુનિયામાં હાલ પીવાના શુદ્ધ પાણીનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્યું છે. એ સ્થિતિમાં અમેરિકાના સાયન્ટિસ્ટ પ્રિમલ ફર્નાન્ડોનો દાવો છે કે, અમારી પ્યોરિટી સિસ્ટમ પ્રોસેસની મદદથી અતિશય ગંદા, કેમિકલયુક્ત પાણી અથવા માણસોના મળ-મૂત્રને પણ પીવાના શુદ્ધ પાણીમાં કન્વર્ટ કરી શકાય છે. રિવર્સ ઓસ્મોસિસ એ વર્તમાનમાં પાણીને શુદ્ધ કરવાની સૌથી જાણીતી સિસ્ટમ છે પણ તેમાં પાણીનો પુષ્કળ બગાડ થાય છે અથવા વેસ્ટેજનો નિકાલ કરવો પડે છે. જ્યારે અમારી પ્યોરિટી સિસ્ટમ પ્રોસેસની મદદથી 100% શુદ્ધ પાણી મેળવવું શક્ય છે. 

 

* રિવર્સ ઓસ્મોસિસ (RO) એટલે શું?
રિવર્સ ઓસ્મોસિસ એક એવી પ્રોસેસ છે, જેને મોટાપાયે કેમિકલયુક્ત ગંદા પાણી અથવા દરિયાના પાણીમાંથી અશુદ્ધિ દૂર કરીને પીવાલાયક પાણી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રોસેસમાં એક પાઇપલાઇનમાં જુદા-જુદા પ્રકારના લેયર્સ વચ્ચેથી અતિશય ગંદા પાણીને ઓસ્મોટિક પ્રેશરથી લાઇનમાં છોડવામાં આવે છે અને તેમાંથી અતિ શુદ્ધ પાણી અને કચરાને છુટા પાડવામાં આવે છે. હાલ જે સિસ્ટમ ઉપલબ્ધ છે, તેમાં પ્રોસેસ પછી અમૂક ભાગનું પાણી જ પીવાલાયક મીઠું હોય છે. બાકીનું પાણી નકામું જતું હોય છે, જેને પાછું દરિયામાં વહાવી દેવાય છે અથવા નિકાલ કરવો પડે છે. રિવર્સ ઓસ્મોસિસથી લગભગ 60% શુદ્ધ પાણી અને 40% જેટલો વેસ્ટ મળે છે.  

 

* નવી પ્યોરિટી સિસ્ટમ શું છે?  
પ્યોરિટી સિસ્ટમ એક એવી ટેક્નિક છે, જે દરિયાના પાણી કે શુદ્ધ અણુથી બનેલા કોઈપણ સંયોજનને તોડી શકે છે અને તે પણ કોઈ મોટી, ખર્ચાળ ટેક્નિકના ઉપયોગ વિના. પ્યોરિટી સિસ્ટમ RO સિસ્ટમની જેમ પાછળથી કોઈ સોડિયમ છોડતું નથી. સાયન્ટિસ્ટ પ્રિમલ ફર્નાન્ડો વધુમાં જણાવે છે કે, આર.ઓ. પ્લાન્ટની માઇક્રોન છિદ્રોવાળી પાઇપ્સમાંથી બેકટેરિયા, વાયરસ અથવા સુક્ષ્મ જીવાણુઓ પસાર થઈ શકતા નથી. પરંતુ મેમ્બ્રેનની સપાટી પર પોતાની વસાહતો ઉભી કરે છે. જે અનેક પ્રકારના વાયરસ ઉત્પન્ન કરી શકે છે. અમારી પ્યોરિટી સિસ્ટમથી 100% પીવાલાયક પાણી ઉપરાંત પાછળ વધતી ડસ્ટમાંથી વોટરપ્રૂફ ઈંટો અથવા ખેતરોમાં ઉપયોગી ખાતર પણ બનાવી શકાય છે. 

 

* પ્યોરિટી સિસ્ટમ પ્લાન્ટ કઈ રીતે શક્ય છે?
આ સિસ્ટમના 3 બેઝિક મોડેલ્સ છે. જેમાં 1 મિનિટમાં 114 લિટર, 1136 લિટર અને 3407 લિટર જેટલું પાણી પ્રોસેસ કરી શકાય છે. એક 20 ફૂટના સામાન્ય કન્ટેનરને મૂકીને પણ પ્યોરિટી સિસ્ટમ માટે પ્લાન્ટ શરુ કરી શકાય છે. 

 

* કેવા-કેવા પ્રકારનો વેસ્ટ પ્રોસેસ કરી શકાય?
- નદી કે તળાવનું અશુદ્ધ પાણી
- ગટર કે ડ્રેનેજનું ગંદુ પાણી 
- ફેક્ટરી કે કંપનીઓના મશીનમાંથી નીકળતાં અતિ ઝેરી કેમિકલયુક્ત પાણી
- વ્યક્તિના મળ-મૂત્ર        

 

* પ્યોરિટી સિસ્ટમથી કોને સૌથી વધુ ફાયદો થઇ શકે? 
- કોઈપણ મહાનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનને નદી કે તળાવના ગંદા પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા
- કેમિકલ ફેક્ટરી અથવા મોટા પ્લાન્ટ કે જ્યાં પાણીનો અતિશય બગાડ થતો હોય તેમના રિયુઝ માટે
- ખેતીલાયક પાણી માટે આ પ્રકારની સિસ્ટમ વધુ યોગ્ય અને ઉપયોગી બની શકે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો