ટેક્નિક / આકાશ અને ઈશા અંબાણી આઇવીએફ(IVF) દ્વારા જન્મ્યા હતા, શું છે આ ટેક્નિક?

mukesh and nita ambani had twins isha and akash via IVF technique

 • આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના તાજેતરમાં જ લગ્ન યોજાયેલા 
 • આકાશ અને તેની બહેન ઈશા અંબાણી બંને જુડવા છે 
   

divyabhaskar.com

Mar 12, 2019, 06:27 PM IST

હેલ્થ ડેસ્ક: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી શ્લોકા સાથે લગ્નના તાંતણે બંધાયા છે. તેમના લગ્નની દેશ અને દુનિયામાં બે દિવસથી ચર્ચા છે. આકાશ અને તેની બહેન ઈશા અંબાણી બંને જુડવા છે. આ વાતનો ખુલાસો, કેટલાક દિવસો પહેલા ઈશાએ પોતે જ એક ઇન્ટરવ્યૂમાં કહી હતી. ઇન્ટરવ્યૂમાં ઈશાએ અંબાણી પરિવારની કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી. ઈશાએ ખુલાસો કર્યો કે લગ્નના સાત વર્ષ પછી તેના માતા-પિતાએ તેમને આઇવીએફના માધ્યમથી પ્રાપ્ત કર્યા.

શું છે આઇવીએફ(IVF)?
ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એક આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી(ART) છે, જેણે ફર્ટિલિટીની સમસ્યાથી ઝૂઝતા લાખો દંપતીઓને પોતાનું બાળક પેદા કરવાની ઈચ્છા પુરી કરવામાં મદદ કરી છે. હકીકતમાં આ પ્રજનન ટેક્નિક વિશે લોકો ઓછું જાણે છે. આ ટેક્નિકની કેટલીક માન્યતાઓ અને હકીકતો જાણવી તમારા માટે ખુબ જરૂરી છે:

આઇવીએફ(IVF) સાથે જોડાયેલા કેટલાક તથ્ય

 • આઇવીએફ(IVF)ના કિસ્સામાં શુક્રાણુ અને ઇંડા અનુભવી ડોક્ટર્સની દેખરેખમાં શરીરની બહાર એક ઇન્કયુબેટરમાં સંગ્રહ કરવામાં આવે છે. પછી સ્ટોર કરાયેલા ઈંડા, જેને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે, તેને ફરી મહિલાના ગર્ભાશયમાં પ્રવેશ કરાવવામાં આવે છે.
 • આઇવીએફમાં પાંચ તબક્કા સામેલ છે - સ્ટીમ્યુલેશન, ઈંડાની પુનર્પ્રાપ્તિ, ગર્ભધારણ, ભ્રૂણ પાલન અને સ્થાનાંતરણ
 • આઇવીએફને સહાયક પ્રજનનની અન્ય ટેક્નિકની સરખામણીએ સૌથી ખાસ ટેક્નિક તરીકે ઓળખવામાં આવે છે. જોકે, પ્રક્રિયાનો ઉપયોગ કરીને એક સ્વસ્થ બાળક થવાની તમારી સંભાવના કેટલાયે પરિબળો પર આધાર રાખે છે - જેમ કે. તમારી ઉંમર અને વંધ્યત્વનું કારણ. તે 100 ટકા સફળતાના દરની ગેરંટી આપતું નથી.
 • જો તમારા કે તમારા પાર્ટનરમાં અહીં આપેલ કોઈપણ સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિ છે તો આઇવીએફ એક સારો વિકલ્પ બની શકે છે - આનુવંશિક વિકૃતિઓ, ઓવ્યુલેશન ડિસઓર્ડર, અકાળે અંડાશયની નિષ્ફળતા, એન્ડોમેટ્રિઓસિસ, ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ, ફલોપોઅન ટ્યુબ નુકસાન અથવા અવરોધ, અસ્પષ્ટ વંધ્યત્વ, વિકૃત શુક્રાણુ ઉત્પાદન અથવા કાર્ય વગેરે. આઇવીએફ 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં ઓછી પ્રજનન ક્ષમતામાં ગર્ભધારણની સંભાવનાને વધારી શકે છે.

આઇવીએફ(IVF) સાથે જોડાયેલ સાઈડ ઇફેક્ટ્સ

 • આઇવીએફ પછી કથિત રીતે કેટલીક સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળી શકે છે - સામાન્ય સોજો, કબજિયાત, સ્તનમાં નરમતા, પ્રવાહીની થોડી માત્રાના સ્રાવ વગેરે.
 • આઇવીએફ સાથે જોડાયેલા સંભવિત જોખમ અને જટિલતાઓમાં કેટલીયે ગર્ભાવસ્થા, ગર્ભપાત, અસ્થાનિક ગર્ભાવસ્થા, ડિમ્બગ્રંથિ હાયપરસ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ, રક્તસ્ત્રાવ, સંક્ર્મણ અથવા મૂત્રાશયને નુકસાન વગેરે સમસ્યાઓ આવી શકે છે.
 • ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આઇવીએફના માધ્યમથી જન્મ લેતા બાળકો અન્ય બાળકોની જેમ સામાન્ય જ હોય છે. હકીકતમાં આઇવીએફ બાળકો અને કુદરતી રીતે જન્મેલા બાળકો વચ્ચે તફાવત કરવો ત્યાં સુધી અશક્ય છે, જ્યાં સુધી કોઈને કહેવામાં ન આવે.

બોલિવૂડમાં સરોગેટ બાળકનો ટ્રેન્ડ
છેલ્લાં અમુક વર્ષોથી બોલિવૂડમાં સરોગસીથી બાળક મેળવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આમિર ખાન અને કિરણ રાવનો દીકરો આઝાદ રાવ ખાન સરોગેટ બાળક છે. શાહરુખ અને ગૌરી ખાનનું ત્રીજું બાળક અબરામ ખાન પણ સરોગેટ બાળક છે. સિંગલ ફાધર કરણ જોહરના ટ્વિન્સ રૂહી અને યશ પણ સરોગેટ બાળક છે અને મુંબઈની એ જ હોસ્પિટલમાં જન્મ્યા હતા જ્યાં અબરામ ખાન જન્મ્યો હતો. તુષાર કપૂર પણ સિંગલ ફાધર છે. સની લિયોની અને એના પતિ ડેનિયલ વેબરને પણ સરોગેટ ટ્વિન્સ છે. એક્ટર શ્રેયસ તળપદે અને એની મનોચિકિત્સક પત્ની દીપ્તિને બાળકો ન થયાં, તો આખરે એમણે પણ સરોગસીની મદદ લીધી અને ગયા વર્ષે એમને ત્યાં દીકરી આદ્યાનો જન્મ થયો. મૉડલ અને એક્ટ્રેસ લિઝા રે પોતાના મલ્ટિપલ માયલોમા કેન્સરમાંથી સફળતાપૂર્વક બહાર આવી ગઈ. પરંતુ તેને કારણે તેને માતૃત્વનું સુખ પ્રાપ્ત નહોતું થયું. આને કારણે લિઝાએ પણ સરોગસીની મદદ લીધી અને અમેરિકાના જ્યોર્જિયા ખાતે એણે પોતાના જીવનમાં બે દીકરીઓ સૂફી અને સોલિયલને આવકારી.

X
mukesh and nita ambani had twins isha and akash via IVF technique
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી