તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઇ રીતે કામ અને જીવનનું સંતુલન જાળવશો?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સતત કામનો બોજ મનમાં લઇને ફરવાથી જીવનનો આનંદ માણી શકાતો નથી

હેલ્થ ડેસ્ક: ઓફિસમાં સૌ પોતપોતાની રીતે વીક-એન્ડ કઇ રીતે પસાર કરવો તેનું પ્લાનિંગ કરી રહ્યાં છે. બધાં ખુશ છે, વીક-એન્ડનું પ્લાનિંગ કરવામાં જ્યારે તમે? તમારી સામે કમ્પ્યુટર સ્ક્રીન પર ઇ-મેઇલ ખુલ્લો છે, આજુબાજુ ફાઇલો અને જરૂરી ડોક્યુમેન્ટસ પડ્યાં છે, 'ટૂ ડુ'નું લિસ્ટ એટલું લાંબું છે કે તમે ઇચ્છવા છતાં તેનાથી વિશેષ કંઇ વિચારી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, તમારી પાસે તમારા જીવનને માણવાનો સમય જ જાણે નથી. 24x7 કામ કરવા લાગ્યાં છો તમે અને આ કામનો અંત આવે એવું તમને લાગતું નથી. તો આવી સ્થિતિમાંથી તમારી જાતને કેવી રીતે બહાર કાઢશો? સતત કામ કરીને તમે એ પણ ભૂલી ગયાં છો કે તમારી પોતાની પણ લાઇફ છે, હોબી છે, જેને તમે થોડો સમય કાઢીને માણી શકો છો. કામ અને જીવન વચ્ચે સંતુલન સાધવા માટે તમે પ્રયત્ન કરો છો, પણ સફળ નથી થતાં! તો એ માટે શું કરવું તે જોઇએ. 

 

વારંવાર બ્રેક ન લો: 
એ વાત સાચી છે કે પોતાના કામમાં કુશળ થવા અને કાર્યક્ષમ રહેવા માટે બ્રેક લેવો જરૂરી છે, પણ તમારે કેટલા બ્રેક્સની જરૂર છે? સ્મોલ બ્રેક, લંચ બ્રેક, ટી-બ્રેક, નેટવર્કિંગ બ્રેક... આ બધા જરૂરી છે? જરા વિચારો, આ બધા બ્રેક્સ લેવાથી તમારા કામ કરવાના દિવસના કલાકો વધારી નથી દેતાં? કેમ કે તમારે જે કામ કરવાનું હોય છે, તેનું પ્રમાણ તો એટલું જ રહેવાનું છે. 
* શું કરશો? - એંસીના દાયકામાં એક ટેક્નિકનો વિકાસ કરવામાં આવ્યો હતો, જેમાં કામને પચીસ-પચીસ મિનિટના સમયમાં વહેંચી દેવામાં આવે છે. જે પૂરી થયા પછી પાંચ મિનિટનો બ્રેક લેવાનો હોય છે. આ ટેક્નિકને અપનાવી શકો અથવા તો તમારા મોબાઇલમાં ક્લીયર ફોક્સ જેવી એપ ડાઉનલોડ કરો. જેથી તમને ખ્યાલ આવે કે તમારે કેટલા સમયમાં કેટલું કામ પૂરું કરવાનું છે. 

 

રજા દરમિયાન પ્લાનિંગ ન કરો: 
મોટા ભાગના લોકો રજા દરમિયાન તેનું પ્લાનિંગ કરવામાં જ પસાર કરી દે છે. કોઇ પણ રજા અંગે જો પહેલાંથી પ્લાનિંગ કરી લેવામાં આવે તો રજા દરમિયાન માત્ર એક જ કામ કરવાનું રહે છે, રજાની મજા માણવાનું. 
* શું કરશો? - રજાઓ પહેલાં ચેકલિસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે. એડવાન્સ બુકિંગ પણ કરાવી લો. આ બધું તમારું બજેટ પણ મર્યાદિત બનાવશે. 
આ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનનો સાચો આનંદ માણી શકશો. સતત ઓફિસના કામ અને તેના સ્ટ્રેસને મનમાં લઇને ફરવાને બદલે તમારું જીવન કેટલું ખુશનુમા છે, તે અનુભવી શકશો. 


કામનો બોજ ઓફિસમાં જ રાખો 
જ્યારે તમે ઓફિસમાંથી બહાર નીકળો ત્યારે કામનો સ્ટ્રેસ ઓફિસમાં છોડીને જ નીકળો. ઘરે આવીને યોગ-પ્રાણાયામ કરો, લાઇટ મ્યુઝિક સાંભળો કે તમને ગમતી પ્રવૃત્તિ કરો. ઓફિસના કામનો બોજ તમારા મનમાં ન રહેવો જોઇએ. 
* શું કરશો? - કોઇ એવું ગીત પસંદ કરો જે તમને તમારા પાર્ટનર, ફ્રેન્ડ કે ફેમિલીની યાદ અપાવે. ઓફિસમાંથી બહાર નીકળો કે તરત એ ગીત સાંભળો, તેની સાથે ગણગણો. આ ઉપરાંત, ઓફિસમાંથી નીકળીને આઇસક્રીમ કે ફૂલ ખરીદો. એકંદરે ઓફિસના કામની વાત તમારા મનમાંથી નીકળી જવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો