તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાસ્તામાં આ 8માંથી કોઈ 1 વસ્તુ ખાઓ, પેટની ચરબી ઓછી થશે અને વધારાનું વજન ઘટશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: વધેલું વજન કોઈને ન ગમે, પણ વજન વધવાની સમસ્યા મોટાભાગના લોકોને પરેશાન કરે છે. જેના માટે લોકો એક્સરસાઈઝ, ડાયટિંગ, બેલેન્સ ડાયટ અને ઘણી રીત અપનાવે છે. પણ બ્રેકફાસ્ટ પર ખાસ ધ્યાન આપતા નથી. જોકે સવારના બ્રેકફાસ્ટમાં થોડાં ફેરફાર કરીને પણ ઝડપથી વજન ઓછું કરી શકાય છે અને સાથે જ પેટની ચરબી પણ ઘટાડી શકાય છે. જેથી આજે અમે તમને વજન ઘટાડવા અને ચરબી દૂર કરવા માટે બેસ્ટ એવા 8 હેલ્ધી બ્રેકફાસ્ટ ફૂડ્સ વિશે જણાવીશું, જેને બધાંએ ખાવા જોઈએ. તો ચાલો આજે જાણી લો.

 

* નાસ્તાથી કઈ રીતે ઘટે છે વજન?
સવારનો નાસ્તો દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. જેનાથી શરીરને આખો દિવસ એનર્જી મળે છે સાથે જ મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. જેથી નાસ્તામાં યોગ્ય આહાર લેવાથી શરીરમાં ભરપૂર પોષક તત્વો મળી રહે છે. સાથે જ મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે.

 

* ચણા અને ગોળ
આયર્ન અને ફાયબરથી ભરપૂર ચણા અને ગોળને એકસાથે ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. જેનાથી બોડીનું ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. સવારે નાસ્તામાં પલાળેલાં ચણાની સાથે ગોળ ખાવાથી ઝડપથી વજન અને ચરબી ઓછી થાય છે. 

 

* પ્રોટીનથી ભરપૂર દલિયા
વજન ઘટાડવા માટે દલિયા એક બેસ્ટ ઓપ્શન છે. તેમાં પ્રોટીન, વિટામિન બી અને ફાયબર હોય છે. તેનાથી પેટ દુરસ્ત રહે છે. સાથે લાંબા સમય સુધી પેટ ભરેલું પણ રહે છે. જેનાથી ઓવરઈટિંગ થતું નથી. રોજ 1 વાટકી દલિયા ખાવાખી ફેટ પણ બર્ન થાય છે. 

 

* મધ અને અખરોટ
ફ્લેટ ટમી જોઈએ તો બ્રેકફાસ્ટમાં મધ અને અખરોટ ખાઓ. તેમાં રહેલાં એન્ઝાઈમ શરીરમાં કેલરી બર્ન કરે છે. જેનાથી બોડીમાં જમા કોલેસ્ટ્રોલ ધીરે-ધીરે દૂર થવા લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

 

* ફણગાવેલાં અનાજ
ફણગાવેલાં અનાજ જેમ કે મગ, ચણા ખાવાથી શરીરને ઊર્જા મળે છે. તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે. સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ ઝડપથી થાય છે. તેનાથી પેટની આસપાસની ચરબી પણ ઓછી થાય છે. 

 

* કેલ્શિયમથી ભરપૂર દૂધ
મિનરલ્સ, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર ટોન્ડ અથવા સ્કિમ્ડ મિલ્ક પણ વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. તેમાં ફેટ ઓછું હોય છે. તમે નાસ્તામાં સિમ્પલ મિલ્કની જગ્યાએ બનાના શેક, મિલ્ક પપૈયા શેક અથવા તો મિલ્ક અને કોર્નફ્લેક્સ લઈ શકે છે. 

 

* કેળા
સવારે નાસ્તામાં રોજ 1 કેળું ખાવાથી વજન ઘટાડવાની સાથે જ આખા દિવસ માટે ભરપૂર એનર્જી પણ મળે છે. પેટની ચરબી ઓછી કરવા માટે પણ તમે કેળા, અખરોટ અને મધ મિક્સ કરીને ખાઈ શકો છો. 

 

* લાઈટ અને હેલ્ધી પૌઆ
વજન ઘટાડવા માટે નાસ્તામાં લાઈટ અને હેલ્ધી પૌઆ પણ સામેલ કરી શકો છો. તેનાથી આખો દિવસ પેટ ભરેલું લાગે છે. સાથે જ આ લો કેલરી ફૂડ હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. 

 

* પ્રોટીન પેક્ડ ઈંડા
ઈંડા ખાવાથી ભૂખ શાંત થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું પણ રહે છે. તેનાથી ઓવરઈટિંગ થતું નથી. રોજ નાસ્તામાં 1 ઈંડુ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો