તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડીની ઋતુમાં અસ્થમાના દર્દીઓ કેવી રીતે રાખી શકે તેમના હેલ્થની સંભાળ, વાંચો Expertનો પ્લાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ઠંડીની ઋતુ જ્યાં સ્વસ્થ લોકો માટે ભેટ-સોગાદ બનીને આવે છે ત્યાં જ અસ્થમાના દર્દીઓ માટે ઘણી મુશ્કેલીઓ પણ લાવે છે. અસ્થમાના દર્દીઓ માટે ખાસકરીને ચડતી અને ઉતરતી ઠંડી વધુ ઘાતક હોય છે, કારણકે આ દરમિયાન સિઝનમાં ઝડપથી ફેરફાર થાય છે. દર્દીઓની શ્વાસ લેવાની તકલીફ પણ વધી જાય છે. હવે જયારે મકર સંક્રાંતિ પછી સૂર્ય પોતાની દિશા બદલશે તો બદલતી ઋતુમાં રોગીઓએ થોડી વધુ સતર્કતા રાખવી પડશે. ડાયેટ અને વેલનેસ એક્સપર્ટ ડો. શિખા શર્મા બતાવી રહી છે ત્રણ અસરદાર રીતો...


 

1) રાહત મેળવવા ત્રણ રીત અજમાવો

હળદર અને મધમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી એલર્જિક પ્રોપર્ટીઝ હોય છે જે કફથી રાહત અપાવે છે. હળદર અને મધ બંનેને ભેળવીને લેવામાં આવે તો તેની અસર બમણી થઇ જાય છે. અસ્થમાના દર્દીઓ માટે તે એક ઉત્તમ દવા છે. દરરોજ બે વાર ચપટી ભરેલી હળદરને મધમાં ભેળવીને ચાટવાથી અસ્થમાના દર્દીઓને શ્વાસની સમસ્યામાં રાહત મળે છે. શરદી-ઉધરસથી હેરાન સામાન્ય વ્યક્તિ પણ તેનો ઉપયોગ કરી શકે છે.   

દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો. સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો. અંજીર ખાધા પછી તે પાણીને પી લો જેમાં આખી રાત તેને પલાળવામાં આવ્યા હતા. અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને સાફ કરી દે છે જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે.   

અસ્થમા દરમિયાન શ્વાસ લેવામાં થતી તકલીફો દૂર કરવામાં આદુ અને લસણની ચા પણ ઘણી ફાયદાકારક હોય છે. તેને બનાવવી પણ સરળ છે. પહેલા આદુની સામાન્ય ચા બનાવી લો, હવે લસણની બે-ત્રણ કળીઓને ચામાં મિક્સ કરી લો. આ ચા પીવામાં સ્વાદ વિનાની લાગી શકે પણ ઘણી દમદાર હોય છે.  

અન્ય સમાચારો પણ છે...