વજન / વહેલી સવારે અજમાયુક્ત પાણી પીવાથી એક મહિનામાં 3થી 4 કિલો વજન ઘટી શકે

divyabhaskar.com | Updated - Mar 13, 2019, 03:10 PM
consume ajwain water every morning and loose 3 to 4 kilo weight in a month

હેલ્થ ડેસ્ક: લોકોની લાઇફસ્ટાઇલ એવી થઇ ગઈ છે કે કસરત કરવાનો સમય જ મળતો નથી. નોકરીનો ટાઈમ પણ એવો થઇ ગયો છે કે ઈચ્છે છતાં ધ્યાન આપી શકાતું નથી. કુલ મળીને જિંદગીમાં અનુશાસનની અછત થઇ ગઈ છે જેની સીધી અસર તમારી હેલ્થ પર દેખાય છે. વજન વધવાના લીધે કેટલાયે પ્રકારની બીમારીઓ થવાની સંભાવના છે. બધાના ઘરમાં અજમો તો હાજર જ હોય છે. પાણીમાં અજમો નાખીને આખી રાત પલાળી દો અને સવારે ઉઠીને પી જાઓ. તેનાથી પેટની ચરબી ઓછી થશે. તેમાં થાઈમોલ જોવા મળે છે જે પેટની ચરબી ઓછી કરે છે.

કહેવાય છે કે થાઈમોલ મેટાબોલિઝ્મને મજબૂત કરે છે, પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે છે અને એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. આ સિવાય તેમાં આયોડિન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને પોટેશિયમ પણ જોવા મળે છે. આ તમામ શરીર માટે ખુબ જ જરૂરી તત્વ છે. અજમાયુક્ત પાણી પીવાથી ખાંડ અને પેટ સંબંધી અન્ય બીમારીઓ દૂર થઇ શકે છે. આ સિવાય કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે. કેટલાયે લોકો ગેસ અને અસ્થમાની સમસ્યાથી હેરાન-પરેશાન રહે છે. કઈ પણ ખાવા પર તેમને ગેસ થઇ જાય છે. તે લોકો અજમાનું પાણી ઉપયોગમાં લેશે તો થોડા જ દિવસોમાં અસર દેખાવા લાગશે. કહેવાય છે કે અજમાના પાણીનો એક મહિના સુધી સતત ઉપયોગ કરવાથી 3-4 કિલો વજન જરૂરથી ઘટી શકે છે.

X
consume ajwain water every morning and loose 3 to 4 kilo weight in a month
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App