તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળદર, કોકોનટ ઓઇલ અને મધની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો, સ્કિનની તમામ સમસ્યાઓ દૂર થઇ શકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: કરચલીઓ, ડાર્ક સ્પોટ્સ અને ફાઈન લાઈન્સની સમસ્યાઓથી બચવા માર્કેટમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ મળે છે. આ પ્રોડક્ટ્સ મોંઘા હોવાની સાથે નુકસાન પણ કરી શકે, જેથી સ્કિનની આવી તમામ સમસ્યાઓ માટે ઘરેલૂ અથવા નેચરલ ઉપચાર જ બેસ્ટ ગણી શકાય. રસોડામાં જ હાજર આ 3 વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સ્કિનને યંગ અને હેલ્ધી રાખી શકો છો:

 

* આ પેક કેવી રીતે બનાવશો?
આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં 1 ચમચી હળદર, 1 ચમચી કોકોનટ ઓઈલ અને 1 ચમચી મધ લઈને બરાબર મિક્સ કરી લો. પેસ્ટ જેવું બને તે રીતે તૈયાર કરો. (જો તમને ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ હોય તો હળદરની માત્રા થોડી ઓછી લેવી).

  • સૌથી પહેલાં ચહેરો ધોઈને ક્લિન કરી લેવો અને સોફ્ટ ટુવાલથી લૂછી લેવો.
  • આ પેક લગાવીને તેને 5 મિનિટ રાખો. એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આ પેક લગાવી રાખવો નહીં.
  • 5 મિનિટ પછી હાથમાં સહેજ પાણી લઈને ફેસ પર લગાવો અને સર્ક્યુલર મોશનમાં ફેસ પર સ્ક્રબ કરો. 2 મિનિટથી વધારે સ્ક્રબ કરવું નહીં. પછી નવશેકા પાણીથી ફેસ ધોઈ લો.
  • જો તમને ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ હોય તો આ પેક ધોયા બાદ લાઈટ મોઈશ્ચરાઈઝર લગાવી દો.
  • આ પેકનું બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે સપ્તાહમાં બેવાર આ પેક લગાવો.

* ફાયદા
હળદર: આ પેકમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જે ઈન્ફેક્શન ફેલાવતાં બેક્ટેરિયાને ખતમ કરી પિંપલ્સ અને એક્ને દૂર કરે છે.

કોકોનટ ઓઈલ: આ ઓઈલ અનસેચુરેટેડ ફેટનો પાવરહાઉસ છે. જે સ્કિનમાં કોલેજન બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી સ્કિનની ઈલાસ્ટિસિટી વધે છે.

મધ: મધમાં રહેલાં અમિનો એસિડ્સ સ્કિનનું મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે. સાથે જ સ્કિનના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો