તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીયોના માથાની સ્કિન અલગ પ્રકારની, ઇન્ટરનેશનલ બ્રાન્ડના શેમ્પૂ પણ ડેન્ડ્રફ સામે FAIL

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક (રશ્મિ પ્રજાપતિ ખરે): વાળમાં ડેન્ડ્રફનો સંબંધ દરરોજ ન્હાવા સાથે નથી. વૈજ્ઞાનિકોએ ભારતીયોમાં ડેન્ડ્રફનું કારણ સ્કલ્પ (માથાની સ્કિન)માં જોવા મળતા ખરાબ બેક્ટેરિયા અને ફીણને બતાવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) ભોપાલના ડો. વિનીત કુમાર શર્માનો દાવો, સ્ટડી મુજબ - ડેન્ડ્રફનું કારણ માત્ર પર્સનલ હાઇજીન નહીં, સ્કલ્પ પર હાજર ખરાબ બેક્ટેરિયા છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે, ભારતીયોના માથાની સ્કિન અલગ પ્રકારની છે. તેમાંથી 40 ટકા ફંગલ અને બેક્ટેરિયાની પ્રજાતિ છે જેને અત્યારે પણ ઓળખી શકાઈ નથી. આ જ કારણ છે કે વિદેશીઓના સ્કાલ્પના હિસાબથી તૈયાર થતા ઇન્ટરનેશનલ બ્રાન્ડના શેમ્પૂ અને અન્ય પ્રોડક્ટ ભારતીયોના સ્કલ્પ પર એટલા કારગર સાબિત થતા નથી. દેશમાં પહેલી વાર આટલા મોટા પાયે આ અભ્યાસ થયો છે. 


* રિસર્ચ સાથે જોડાયેલી ખાસ વાતો: 

  1. સ્કલ્પમાં બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે - સ્કલ્પમાં બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે - ગુડ બેક્ટેરિયા (પ્રોપિઓનિબૈક્ટેરિયમ એક્નેસ) અને બેડ બેક્ટેરિયા (સ્ટૈફીલોકોકસ એપિડર્મિડીસ). ગુડ બેક્ટેરિયાને કારણે ડેન્ડ્રફની પ્રોબ્લેમ થતી જ નથી, ભલે લોકોની લાઇફસ્ટાઇલ, ખાણી-પીણી ગમે તેવી હોય. કેટલાક એવા લોકો હોય છે, જે સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, તો પણ બેડ બેક્ટેરિયાના લીધે ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકતા નથી. હોમમેડ સોલ્યુશન્સ જેવા કે લીંબુ અથવા દહીંના પ્રયોગ છતાં ડેન્ડ્રફ દૂર થતો નથી.
  2. ડોક્ટર વિનીતના જણાવ્યા મુજબ - આ રિસર્ચ ડેન્ડ્રફની પેથોફિઝિયોલોજીને સારી રીતે સમજવાનું કામ કરે છે. આ બેક્ટેરિયા અને ફંગલ માઈક્રોબાયોમ્સનું ફંક્શનલ એનાલિસિસ કરવામાં આવે તો ફંગલ માઇક્રોબાયોમ ડેન્ડ્રફને સ્કલ્પ સાથે ચીપકી રહેવામાં મદદ કરે છે, જયારે બૈક્ટેરિયમ માઈક્રોબાયોમ સ્કલ્પમાં વિટામિન -બી, બાયોટિન, મેટાબોલિઝ્મ ઑફ એમિનો એસિડને ટકાવી રાખે છે, જેનાથી સ્કલ્પ માટે જરૂરી ન્યૂટ્રીએંટ્સ તેને મળે છે અને આવા લોકોના વાળનો ગ્રોથ પણ સારી રીતે થઇ શકે છે. આ સ્ટડી ડેન્ડ્રફની ટ્રીટમેન્ટને સારી બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
  3. રિસર્ચમાં 20-45 વર્ષની ઉંમરની 140 મહિલાઓના સ્કલ્પની તપાસ કરાઈ. તેમાંથી 70 મહિલાઓ એવી હતી જેમને ડેન્ડ્રફ હતો અને 70 એવી જેમને આ સમસ્યા ન હતી. સેમ્પલ તરીકે એવી મહિલાઓને જ લેવામાં આવી, જે નોન-સ્મોકર પણ હતી. જેમણે છેલ્લા એક મહિનામાં કોઈ એન્ટી-બાયોટિકસ કે એન્ટી-ફંગલ ટ્રીટમેન્ટ લીધી નહોતી. સાથે જ છેલ્લા ત્રણ મહિનાઓમાં ક્યારેય એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂ, એન્ટી-હેર લોસ ટ્રીટમેન્ટ, ડાય, બ્લીચ, પરમેનન્ટ વેવિંગ કે સ્ટ્રેટનીંગ કરાવ્યું ન હોય.