વર્લ્ડ કિડની ડે / કિડનીનો ફિટનેસ પ્લાન; ડાયેટમાં મીઠું ઘટાડો, દરરોજ 10 ગ્લાસ પાણી પીઓ અને વજન કંટ્રોલ કરો

world kidney day 2019 know kidney fitness plan and how to make kidney healthy

  • દુનિયામાં 65થી 74 વર્ષની ઉંમરના લોકોમાં એવરેજ 5 પુરુષોમાંથી એક પુરુષ અને 4 મહિલાઓમાંથી એક ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત છે 

divyabhaskar.com

Mar 14, 2019, 04:26 PM IST

હેલ્થ ડેસ્ક: વિશ્વમાં 19.5 કરોડ મહિલાઓ કિડનીની સમસ્યાથી પીડિત છે. ભારતમાં પણ આ સંખ્યા ઝડપથી વધી રહી છે. દર વર્ષે 2 લાખ લોકોને કિડનીનો રોગ થાય છે. શરૂઆતના સ્ટેજમાં આ બીમારીને પકડવી મુશ્કેલ છે કારણકે બંને કીડનીઓના 60 ટકા ખરાબ થયા પછી જ દર્દીને તેના અંગે ખબર પડે છે. 2019ના વર્લ્ડ કિડની ડેની થીમ છે કિડની હેલ્થ ફોર એવરી વન, એવરી વેર. એક્સપર્ટ્સ મુજબ, કિડનીની બીમારીથી બચવા માટે ત્રણ વસ્તુઓ પર ધ્યાન રાખવું બેહદ જરૂરી છે. ડાયેટમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય, દરરોજ 10થી 12 ગ્લાસ પાણી પીઓ અને ખાવામાં ચરબીયુક્ત ખોરાક ઓછો કરવો.

સવાલ - કિડનીની બીમારી કેમ થાય છે અને કેવી રીતે લડવું?
જવાબ - કિડનીની બીમારીઓથી દૂર રહેવા માટે ડાયેટમાં મીઠું અને ચરબીયુક્ત આહાર ઓછો કરો. ગરમીના દિવસોમાં ખાસ કરીને કિડનીનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીરથી નીકળતા પરસેવાના રૂપમાં મિનરલ્સ નીકળવાના લીધે ઇલેક્ટ્રોલાઇટ્સનું નુકસાન થાય છે, જેના કારણે કિડનીમાં પથરી થવાની સંભાવના વધી જાય છે.

  • પાણીની અછતના લીધે ડિહાઈડ્રેશન, ડાયેરિયા અને હિટ સ્ટ્રોકની સમસ્યાઓ વધી જાય છે, માટે ગરમીઓમાં પાણી વધુ માત્રામાં પીવું જોઈએ.
  • મીઠું અને ફેટ કિડનીની સમસ્યા માટેનું સૌથી મોટું કારણ છે. ભોજનમાં મીઠું નાખવાની જગ્યાએ લીંબુ કે અન્ય કોઈ હર્બનો ઉપયોગ કરવો જોઈએ.
  • 35 વર્ષની ઉંમર પછી સમયાંતરે બ્લડ પ્રેશર અને શુગરની તપાસ કરાવો.

સવાલ - કયા લક્ષણ જોવા પર એલર્ટ થઇ જવું જોઈએ?
જવાબ - સતત ઉલ્ટી થવી, ભૂખ ના લાગવી, થાક અને નબળાઈનો અનુભવ, પેશાબનુ પ્રમાણ ઓછું થવું, ઊંઘ ના આવવી વગેરે કિડનીના ખરાબ થવાના લક્ષણ છે.

સવાલ - કિડની કેમ બીમાર થઇ જાય છે?
જવાબ - કિડની લોહીને સાફ કરીને વધારાનું પાણી અને કચરો બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડની દવા અને ખાણીપીણીના કંટ્રોલથી બહાર થઇ જાય, ખરાબ થઇ જાય, તો આ સ્થિતિને ક્રોનિક કિડની ડિસીઝ કહેવામાં આવે છે. આ પછી ડાયાલીસીસ અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ આવી શકે છે. કિડનીની બેદરકારી મોંઘી સાબિત થઇ શકે છે. આવી સ્થિતિ બગડેલી લાઇફસ્ટાઇલના કારણે થાય છે જેમ કે, ઓછા પ્રમાણમાં પાણી પીવું, મીઠું તેમજ વધુ પડતી ખાંડ ધરાવતું ભોજન કરવું, પેઇનકિલર્સનું વધુ પડતું સેવન કરવું અને કસરત ઓછી તથા આરામ વધુ પડતો કરવો.

સવાલ - કિડની પર દબાણ ક્યારે વધે છે?
જવાબ - કિડનીનું સૌથી મહત્વપૂર્ણ કામ છે શરીરમાં પાણીના પ્રમાણને સંતુલિત રાખવું. તે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સને પણ કંટ્રોલ કરે છે. આ મિનરલ્સ આપણને ભોજનમાં મળે છે અને હેલ્થ માટે પણ ખુબ જ જરૂરી છે પણ શરીરમાં તેનું પ્રમાણ વધતા દબાણ વધવા લાગે છે. દબાણ સતત વધેલું રહે તો કિડનીની કાર્યક્ષમતા ઓછી થવા લાગે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.

X
world kidney day 2019 know kidney fitness plan and how to make kidney healthy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી