વર્લ્ડ ગ્લૂકોમા વીક / સ્ટેરોઈડનો વધુ પડતો ઉપયોગ પણ ગ્લૂકોમાનું કારણ, સમયાંતરે કરાવો આઈ ચેકઅપ

divyabhaskar.com

Mar 15, 2019, 04:14 PM IST
world glaucoma week 2019 what is glaucoma and precautions to away from glaucoma

હેલ્થ ડેસ્ક: દુનિયાભરમાં 6 ટકા લોકો ગ્લૂકોમાથી પીડિત છે અને તે આંખોનું તેજ ઘટવાનું સૌથી મોટું કારણ પણ છે. એક્સપર્ટ્સ મુજબ, તે કોઈપણ ઉંમરે થઇ શકે છે. સમયથી પહેલા તેની જાણકારી મળે તો તેનો ઈલાજ શક્ય છે. દુનિયામાં આવા કિસ્સાઓમાં ઘટાડો કરવા માટે દર વર્ષે 10-16 માર્ચ સુધી વર્લ્ડ ગ્લૂકોમા વીક મનાવવામાં આવે છે. એક્સપર્ટ્સ પાસેથી જાણો ગ્લૂકોમા અને તેનાથી કેવી રીતે બચવું....

ગ્લૂકોમાના 50% કિસ્સાઓ સામે આવી શકે છે
શું છે ગ્લૂકોમા?
ગ્લૂકોમા થવા પર આંખોની ઓપ્ટિક નસમાં દબાણ વધવા લાગે છે. આવું કોઈપણ ઉંમરે થઇ શકે છે. આ કિસ્સાઓ વધુ પડતા એ લોકોમાં જોવા મળે છે જેમની ફેમિલી હિસ્ટ્રી હોય છે અથવા પછી કોઈ દુર્ઘટનાના લીધે વ્યક્તિના માથા કે આંખો પર ઇજા થાય છે. સતત આઈડ્રોપ, ઓરલ મેડિસિન અને ક્રીમમાં સ્ટેરોઈડનો ઉપયોગ પણ ગ્લૂકોમાનું કારણ બની શકે છે. આંખોની સર્જરીના કેટલાક ગંભીર કિસ્સાઓ પણ તેનું કારણ બની શકે છે.

ડોક્ટરની સલાહથી સમયાંતરે આઈ ટેસ્ટ કરાવતા રહો

 • આ બીમારીને સંપૂર્ણ ઠીક કરી શકાય એમ નથી પણ ઘણા ખરા અંશે આંખોના તેજને વધારી શકાય છે. ગ્લૂકોમાના વધુ પડતા દર્દીઓને તેની જાણકારી નથી હોતી, તે ત્યારે ખબર પડે છે જયારે આંખોનું તેજ ઘણા અંશે ઓછું થઇ ગયું હોય છે.
 • એક્સપર્ટ મુજબ, ગ્લૂકોમાના માત્ર 50 ટકા કિસ્સાઓ સામે આવી શકે છે. તેનો સૌથી બેસ્ટ ઉપાય સમયાંતરે આંખોનું ચેકીંગ છે. સમયસર આંખોના સ્પેશિયાલિસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ અને ઓપ્ટિક નર્વ પર પડતા દબાણની તપાસ કરવી જોઈએ.
 • ગ્લૂકોમા ટેસ્ટ, દવાઓ અને સર્જરીની મદદથી આ રોગનો ઈલાજ કરી શકાય છે. ગ્લૂકોમાના મોટાભાગના કિસ્સાઓને આઈડ્રોપથી જ ઠીક કરી શકાય છે.

આ વાતોનું ધ્યાન રાખો

 • સ્મોકિંગથી અંતર રાખવું અને કેફિનયુક્ત વસ્તુઓનું સેવન ઘટાડો
 • ડાયેટમાં લીલા શાકભાજીનું પ્રમાણ વધારો અને વધુ પ્રમાણમાં પાણી પીઓ
 • ગ્લૂકોમાના દર્દીઓએ શીર્ષાસન કરવું જોઈએ નહીં

એક્સપર્ટ પેનલ

 • ડો. ગણેશ દિલીપ કુમાર પિલ્લઈ, ઓપ્થેમોલોજિસ્ટ, એમ્સ, દિલ્હી
 • ડો. નેહા ચતુર્વેદી, ઓપ્થેમોલોજિસ્ટ, એમ્સ, દિલ્હી
 • ડો. પ્રશાંત સિંહ, ઓપ્થેમોલોજિસ્ટ, એએસજી આઈ હોસ્પિટલ, ભોપાલ
 • ડો. અર્પિતા બસિયા, ઓપ્થેમોલોજિસ્ટ, એએસજી આઈ હોસ્પિટલ, ભોપાલ
X
world glaucoma week 2019 what is glaucoma and precautions to away from glaucoma
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી