ઉપચાર / મગજનું જિમિંગ જરૂરી છે, તેનાથી ડિપ્રેશન અને ચીડિયાપણું ઘટે છે

divyabhaskar.com | Updated - Mar 13, 2019, 06:25 PM
These are benefits of mind gyming

હેલ્થ ડેસ્ક: સ્વસ્થ મનની સ્વસ્થ શરીર પર સીધી અસર પડે છે. મનને જકડી રાખતા રોગના હાલના સમયમાં મગજની કસરત જરૂરી બની ચુકી છે. દરરોજ મગજની કસરત કરવાથી ડિપ્રેશન અને ચીડિયાપણું તથા ચિંતા ઓછી થાય છે અને માનસિક ક્ષમતાનો પણ વિકાસ થાય છે. તમે તમારું દૈનિક કાર્ય કરતા સમયે પણ આ કસરતો કરી શકો છો.

આ છે કારગર ટ્રિક્સ:
ઘરેલુ સામાનની યાદી
તમારા માટે જરૂરી કરિયાણાના સામાનની યાદી તૈયાર કરો. જયારે સામાન ખરીદવા જાઓ તો સામાનની યાદી ધ્યાનથી વાંચો અને ઘરે જ છોડી દો. હવે તમને જે પણ સામાન યાદ છે તેને ખરીદો. જો તમને લાગે કે તમે કંઈક ભૂલી રહ્યા છો તો મગજ પર જોર નાખીને યાદ કરવાનો પ્રયત્ન કરો. યાદીમાં ત્યારે જ જુઓ જયારે વસ્તુ યાદ ન આવે.

શબ્દોની રમત
આ કસરત ઘણી મજેદાર છે. તમારે માત્ર એક શબ્દ અથવા એક વસ્તુ વિશે વિચારવાનું છે. જેમ કે, ચોખા. હવે વિચારો કે ચોખા સંબંધિત બીજી કઈ વસ્તુઓ હોઈ શકે છે, જેમ કે. ખીર, ખીચડી વગેરે. આ જ રીતે કેટલાયે પ્રકારની વસ્તુ કે શબ્દના પ્રયોગથી તમારી યાદશકિત વધી શકે છે.

દિનચર્યા યાદ કરો
દિવસ દરમિયાનની તમામ ગતિવિધિઓને બારીકાઈથી યાદ કરો. આંખો બંધ કરીને કલ્પના કરો. આંખો ખુલી રાખીને આ ટ્રિક કરવાથી ધ્યાન ભટકી શકે છે.

મેપ સ્કેચ બનાવો
જો તમને ચિત્રકામ પસંદ હોય તો આ કામ તમને ખુબ ગમશે. માની લો કે તમારા ઘરની નજીક તમારા મિત્ર રહે છે. હવે તમારા ઘરથી તેના ઘર સુધીનો રસ્તો સ્કેચ કરો - એક મેપની જેમ. આ જ રીતે કોઈ દુકાન કે મેડિકલ સ્ટોર જેવી જગ્યાઓને યાદ કરો અને તેનો મેપ સ્કેચ કરો.

X
These are benefits of mind gyming
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App