ડિપ્રેશન / કામના ભારણના કારણે મહિલાઓ કરતા પુરુષો ડિપ્રેશનનો વધુ ભોગ બને છે

divyabhaskar.com

Mar 14, 2019, 02:53 PM IST
men are more in depression compare to women says experts at a seminar

 • પારુલ યુનિવર્સિટી ઓફ લો દ્વારા સેમિનારનું આયોજન કરાયું 

વડોદરા: પારુલ યુનિવર્સિટી દ્વારા વ્યવસાયની જગ્યાએ પસંદગીમાં જાતીય સમાનતાને પ્રોત્સાહિત કરવા તરફ ભરવામાં આવેલ પગલાં અંતર્ગત જેન્ડર સ્ટીરીયોટાઇપિંગ એન્ડ ઓક્યુપેશનલ ચોઈસ : વુમન ઈન ઇન્ડિયા વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પારુલ યુનિવર્સિટી ઓફ લો અને નેશનલ કમિશન ફોર વુમન નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેમિનારમાં યોરદોસ્ત ડોટકોમના ફાઉન્ડર રીચા સીંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં બાળકો અને વાલીઓ વચ્ચેના સબંધો સારા નથી, જેના કારણે બાળકો આત્મહત્યા કરવા પ્રેરાયો છે.

ડિપ્રેશનનો સૌથી વધુ ભોગ પુરુષો બનતા હોય છે

ભારતના બીજા રાજ્યોમાં વાલીઓ બાળકને ભણવા માટે પ્રેરિત કરે છે જયારે ગુજરાતમાં જોબ કરવા માટે પ્રેશર આપે છે. 18 થી 35 વચ્ચેની વય જૂથ ધરાવતા 30% લોકો રિલેશનશિપમાં આવેલ તણાવને કારણે જીવન ટુંકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. સામાન્ય લોકોને એવું લાગે છે કે મહિલાઓ સૌથી વધુ ડિપ્રેશનનો ભોગ બને છે તો તે વાત ખોટી છે. ડિપ્રેશનનો સૌથી વધુ ભોગ પુરુષો બનતા હોય છે. વ્યવસાયની પસંગીમાં જાતીય સમાનતા વિષય પર વાત કરતા પારુલ યુનિનાં ટ્રસ્ટી અને મેડિકલ ડાયરેક્ટર ગીતીકા પટેલે જણાવ્યું હતું કે જન્મથી જ આપણે દીકરા અને દીકરીમાં ભેદ કરીએ છીએ.

X
men are more in depression compare to women says experts at a seminar
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી