કિડની / તમારી હેલ્થ સારી રાખવા સૌપ્રથમ કિડનીનું સ્વાસ્થ્ય જાળવો, તેને રોગ મુક્ત રાખવા ભોજનમાં આ ધ્યાન રાખો

divyabhaskar.com

Mar 15, 2019, 04:53 PM IST
How You can improve health of your kidney

 • અત્યારે દુનિયામાં અંદાજે 85 કરોડ લોકો કિડનીના રોગી છે
   


હેલ્થ ડેસ્ક: અત્યારે દુનિયામાં અંદાજે 85 કરોડ જેટલા લોકો કિડનીનો રોગ ધરાવે છે. ક્રોનિક કિડની ડિસીઝ (CKD લાંબા ગાળાની કિડનીની બીમારીથી દર વર્ષે ઓછામાં ઓછા 2.4 મિલિયન લોકોનાં મૃત્યુ થાય છે અને અત્યારે આ મૃત્યુનું સૌથી વધુ ઝડપથી વધતું છઠ્ઠું કારણ છે. લાંબા ગાળાની કિડનીની બીમારી વર્ષ 2040 સુધીમાં જીવનનાં વર્ષોમાં ઘટાડો થવાનું પાંચમું સૌથી મોટું કારણ બની જવાની શક્યતા છે. દર વર્ષે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર વર્લ્ડ કિડની ડે (વિશ્વ કિડની દિવસ) તરીકે ઊજવવામાં આવે છે. ચાલુ વર્ષના વર્લ્ડ કિડની ડેની થીમ 'કિડની હેલ્થ ફોર એવરીવન એવરીવ્હેર' છે. કિડ નીના રોગ થવાનું જોખમ ઘટાડવાની કેટલીક સરળ રીતો છે.

નિયમિત કસરત: ફિટ રહેવાથી બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ઘટાડવામાં મદદ મળે છે અને એટલે કિડનીના લાંબા ગાળાના રોગનું જોખમ ઘટે છે. જોકે, વ્યક્તિએ વધારે પડતો શ્રમ ટાળવો જોઈએ, કારણ કે એનાથી સ્નાયુઓની પેશીઓને નુકસાન થઈ શકે છે.

લોહીમાં શુગરનું પ્રમાણ જાળવવું: મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીની સમસ્યાઓ થાય છે. લોહીમાં શુગરનું પ્રમાણ જાળવીને આ સ્થિતિને ટાળી શકે છે.

બ્લડપ્રેશર: હાઇ બ્લડપ્રેશર કિડનીની સમસ્યાઓ તરફ દોરી જાય છે. જ્યારે ડાયાબિટીસ, કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ અને કાર્ડિયા વાસ્ક્યુલર જેવા અન્ય રોગ હોય છે, ત્યારે કિડનીને નુકસાન થવાની શક્યતા વધારે છે. જ્યારે બ્લડપ્રેશર 140/90 કે વધારે થાય ત્યારે વ્યક્તિએ નિયમિતપણે બીપી ચકાસવું જોઈએ.
શરીરમાં પ્રવાહીનું ઉચિત પ્રમાણ જાળવો: પથરી ધરાવતા લોકોએ નવી પથરી બનવાનું જોખમ ટાળવા દરરોજ 2થી 3 લિટર પાણી પીવું જોઈએ.

ધૂમ્રપાનનું સેવન ટાળો: ધૂમ્રપાનથી કિડનીમાં રક્તપ્રવાહ ધીમો પડે છે. જ્યારે કિડની સુધી લોહી ઓછું પહોંચે છે ત્યારે એની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. ધૂમ્રપાનથી કિડનીના કેન્સરનું જોખમ વધે છે.

તબીબી ચકાસણી: જન્મજાત રોગ માટે બાળકોની તબીબી ચકાસણી કરાવવી. પુખ્તોએ નિયમિત સમયાંતરે તેમનાં બ્લડપ્રેશર, યુરિન અને ડાયાબીટિસની ચકાસણી કરાવવી જોઈએ. કિડનીના રોગની ફેમિલી હિસ્ટ્રી ધરાવતી વ્યક્તિએ વિસ્તૃત તબીબી ચકાસણી કરાવવી જોઈએ.

અવારનવાર થોડું થોડું ભોજન લો ભોજન પછી ખાંડ સાથે દહીં લો

વિટામિન ડી અને કેલ્શિયમનું સેવન કરો. કિડની વિટામિન ડીનો ઉપયોગ કરી શકાય એવા સ્વરૂપમાં સક્રિય કરે છે એટલે નેફ્રોલોજિસ્ટની સલાહ લો. તેઓે જરૂર જણાશે તે મુજબ ભલામણ કરશે.


યોગ્ય ભોજનથી કિડનીના રોગ નિયંત્રણમાં રહેશે

 • હાઇબ્લડપ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રિત કરવાથી કિડનીના રોગની સ્થિતિ વધારે બગડતી અટકાવવામાં મદદ મળી શકે છે.
 • ક્રોનિક કિડની ડિસીઝનું નિદાન એના પ્રાથમિક તબક્કામાં કરવું મુશ્કેલ છે, કારણ કે એનાં ચિહ્નો સ્પષ્ટ દેખાતાં નથી. હાયપરટેન્શન અને ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો આ બંને વિશ્વમાં ક્રોનિક કિડની ડિસીઝમાં વધારા માટે મુખ્ય જવાબદાર પરિબળો છે. હાઇબ્લડપ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રિત કરવાથી કિડનીના રોગની સ્થિતિ વધારે બગડતી અટકાવવામાં મદદ મળી શકે છે.

કિડનીને અનુકૂળ ભોજન શું છે?

સોડિયમ: સોડિયમ ઘણા ખાદ્યપદાર્થોમાં હોય છે અને મુખ્યત્વે ટેબલ સોલ્ટમાંથી મળે છે. નુકસાન થયેલી કિડની વધારે પડતા સોડિયમને ફિલ્ટર ન કરી શકે, જેથી લોહીનું એનું પ્રમાણ વધારે છે. એટલે દરરોજ 2,000 મિલીગ્રામથી ઓછા સોડિયમનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. જ્યારે સોડિયમનું ઓછું પ્રમાણ ધરાવતા ખાદ્યપદાર્થોની ખરીદી અને પસંદગી કરો.

પ્રોટીનઃ આ અન્ય પોષક પદાર્થ છે, જેનું સેવન કિડનીના રોગ ધરાવતા લોકોએ મર્યાદિત કરવું જોઈએ, કારણ કે પ્રોટિનના પાચનમાંથી નકામા પદાર્થોને નુકસાનગ્રસ્ત કિડની ફિલ્ટર કરી શકતી નથી. પ્રોટીન શાકાહારી અને માંસાહારી એમ બંને પ્રકારના ખાદ્યપદાર્થોમાંથી મળે છે. કોઈ પણ પ્રકારની દાળને બનાવતા અગાઉ એક કલાકથી વધારે પલાળો, જેથી સોડિયમ જેવા ખારા પદાર્થો દૂર કરવાની પ્રક્રિયામાં મદદ મળે.

પોટેશિયમ: આ શરીરમાં અનેક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પણ કિડનીના રોગ ધરાવતા લોકોએ લોહીનું એનું જોખમકારક સ્તર ટાળવા માટે પોટેશિયનનું સેવન મર્યાદિત કરવાની જરૂર છે. સીકેડીના પ્રાથમિક તબક્કામાં કિડની લોહીમાંથી વધારાનું પોટેશિયમ દૂર ન કરી શકે એવું બને છે. સામાન્ય રીતે દરરોજ 2,000 મિલીગ્રામથી ઓછા પોટેશિયમનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. પોટેશિયમનું ઓછું સ્તર ધરાવતા કેટલાક ખાદ્યપદાર્થો : ફળફળાદી: સફરજન, પાઇનેપલ, જામફળ, નાસપતી, જાંબુડા, પપૈયાં શાકભાજી: કોબીજ, મકાઈ, ડુંગળી અને સલાડ.

(માહિતી : ડો. કવિતા કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ કિડની કેર અને પરિહાર શ્રૃતિ ભારદ્વાજ, ક્લિનિકલ ડાયટિશિયન, અમદાવાદ)

X
How You can improve health of your kidney
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી