સફળતા / 30 વર્ષથી ફેફસામાં ફસાયેલો 25 પૈસાનો સિક્કો ડોક્ટરોએ સફળતાપૂર્વક કાઢ્યો

divyabhaskar.com

Mar 15, 2019, 06:50 PM IST
Doctors remove a 25-paisa coin stuck in lungs for 30-years

  • દર્દીને ત્રણ વર્ષથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી 
  • ડોક્ટરે કહ્યું - ઘણા ઓછા દર્દી આટલા સમય સુધી તકલીફ વિના રહી શકે છે 
     


વિશાખાપટ્ટનમ: કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીના ફેફસામાં 30 વર્ષથી ફસાયેલો 25 પૈસાનો સિક્કો સફળતાપૂર્વક બહાર કાઢ્યો. એલ. સન્નીબાબૂ (77)ને તાવ અને શ્વાસ લેવાની તકલીફ થવા પર હોસ્પિટલ લાવવામાં આવ્યો. તપાસમાં ખબર પડી કે દર્દી છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.


બ્રોન્ચોસ્કોપી દ્વારા સિક્કો બહાર કાઢ્યો
કન્સલ્ટન્ટ પયૂલ્મોનોલોજીસ્ટ ડો. કે.એસ. ફર્નીદ્ર કુમારે કહ્યું, પહેલા દર્દીના તાવ અને શ્વાસ લેવામાં તકલીફની સારવાર કરવામાં આવી. તેના પછી 8 ફેબ્રુઆરીએ બ્રોન્ચોસ્કોપી દ્વારા સિક્કો કાઢવામાં આવ્યો. આ પ્રક્રિયામાં એક લચક ધરાવતી ટ્યુબ કેમેરા સાથે દર્દીના ફેફસામાં નાખવામાં આવી અને સિક્કો કાઢવામાં આવ્યો. દર્દીના સામાન્ય થતાં જ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.'


સારવારમાં મોડું થાય તો મુશ્કેલીઓને નોતરે છે
તેમણે જણાવ્યું કે, ઘણા ઓછા લોકો એવા હોય છે, જેમના શરીરમાં કોઈ વસ્તુ ફસાયા બાદ તેની તકલીફ મોડેથી અનુભવાય છે. સામાન્ય રીતે એવી સમસ્યાઓની સારવારમાં મોડું થાય તો મુશ્કેલીઓને નોતરે છે. નસીબજોગે આ દર્દી સાથે આવું થયું નહીં. લાંબા સમય પછી તેના ફેફસામાં સિક્કાના કારણે ઇન્ફેક્શન શરુ થયું. હવે તે ઠીક છે.

X
Doctors remove a 25-paisa coin stuck in lungs for 30-years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી