કેનેડા / 28 વર્ષીય યુવતીએ એવા કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા, જેનાથી કલર બ્લાઇન્ડનેસને દુર કરી શકાય

divyabhaskar.com

Mar 14, 2019, 12:08 PM IST
Canadian girl invented a lens which may remove color blindness

 • જોકે આ લેન્સનું માનવીઓ પર પરિક્ષણ કરવાનું બાકી છે

હેલ્થ ડેસ્ક: દુનિયામાં એવા ઘણા લોકો હશે જે કલર બ્લાઇન્ડનેસ સામે લડી રહ્યા છે.આ લોકો માટે હવે એક સારા સમાચાર હોઇ તેમની ખુશીમાં વધારો થઇ શકે છે. કેનેડામાં રહેતી 28 વર્ષીય યુવતીએ એવા પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે જેનાથી કલર બ્લાઇન્ડનેસને દુર કરી શકાય છે. જો કે હાલમાં તેનો માત્ર પ્રોટોટાઇપ જ તૈયાર થયો છે પણ આવનારા સમયમાં કેટલાક પરીક્ષણો બાદ તે લોકો માટે ઉપલબ્ધ થઇ શકે તેમ છે. ગૈબરિયલ મૈસોન નામની યુવતીને બાળપણમાં જોવામાં તકલીફ પડતી હતી.તે આને લીધે ઘણી ચિંતિત પણ રહેતી હતી. તેના મનમાં એક જ ઇચ્છા હતી કે ભવિષ્યમાં તેને જોવાની તકલીફથી કેવી રીતે મુક્તિ મળી શકે. તેના મનના દ્રઢ સંકલ્પે તેને પ્રેરણા પુરી પાડી અને કોલેજમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ પુરો કર્યા બાદ ગૈબરિયલ મૈસોને 2017માં કલરસ્મિથ લેબની સ્થાપના કરી જે લોકોની આંખો માટે તેમની જરૂરિયાત અનુસાર યોગ્ય લેન્સ તૈયાર કરતી હતી. પરંતુ હવે તેણે હાલીફૈક્સની સેન્ટ મેરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સાથે જોડાઇને આ કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે.

લેન્સનું માનવી પર પરિક્ષણ કરવાનું બાકી

હજુ આ લેન્સનો માનવી પર પરિક્ષણ કરવાનું બાકી છે. સફળ પરિક્ષણ બાદ કલર બ્લાઇન્ડેસથી પરેશાન લોકોને વજનદાર અને ટિન્ટેડ ચશ્મા પહેરવાથી ચોક્કસ મુક્તિ મળી જશે. તેના કહેવા પ્રમાણે કોઇપણ વ્યક્તિ એવું નથી ઇચ્છતી કે તે ટિન્ટેડ ચશ્મા પહેરીને ફરે. ગૈબરિયલ મૈસોને એક સ્થાનિક ટેલિવીઝન ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તે અને તેની સેન્ટ મેરીની ટીમ આ લેન્સને બનાવવા માટે કોઇ રોકાણકારની શોધમાં છે. આમ આ કોન્ટેક્ટ લેન્સનું પરીક્ષણ સફળ થશે તો ઉપરોક્ત તકલીફથી હેરાન થનારાઓને શરમમાં પણ નહીં મુકાવું પડે અને તેમની સમસ્યાનો અંત પણ આવી જશે. આ લેન્સ ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે.

X
Canadian girl invented a lens which may remove color blindness
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી