ટિપ્સ / શું કેળા ખાવાથી વજન વધે છે? ફૂડ સાથે જોડાયેલી 4 મુખ્ય માન્યતા અને હકીકત

divyabhaskar.com

Mar 13, 2019, 06:46 PM IST
4 myths and facts about food which are popular

હેલ્થ ડેસ્ક: ફૂડ કેવા પ્રકારનું ખાવું અને ન ખાવું તે અંગે કેટલાયે લોકો સતત મૂંઝવણ અનુભવતા હોય છે. ખાસ કરીને જેમનો વજન વધુ હોય તેમને એમ લાગતું હોય છે કે હું કોઈ ચોક્કસ પ્રકારનું ફૂડ ખાઈશ તો વજન વધી જશે અને કોઈ ચોક્કસ ફૂડ ખાઈશ તો વજન ઘટી જશે. આ અહેવાલ સાથે અમે તમને એવી જ 4 પ્રખ્યાત માન્યતા અને હકીકત અંગે બતાવી રહ્યા છીએ જે લોકોમાં પ્રખ્યાત છે પણ તેની હકીકત કંઈક અલગ છે:


1 - માન્યતા: કેળાં વજન વધારે છે અને ડાયાબિટીસ હોય, તો ખાસ કરીને કેળાં ન ખાવાં જોઈએ.
હકીકત: કેળાંમાં કુદરતી શર્કરા છે, જે આપણા શરીરને શક્તિ માટે જરૂરી છે. કેળાં વિટામિનો અને ખનિજક્ષારોથી ભરપૂર છે. જેમ કે, વિટામિન B6, વિટામિન C અને મેગ્નેશિયમ. કેળાં તાત્કાલિક શક્તિનો સંચાર કરે છે, જે રમતવીરો અને બાળકોને જરૂરી હોય છે. તમને ડાયાબિટીસ હોય કે તમે ડાયાબિટીસને લગતો આહાર (Meal-Plan) અનુસરતાં હો તો પણ દિવસનું 1 કેળું ખાઈ શકો છો.


2 - માન્યતા: સૂકો મેવો કોલેસ્ટેરોલ વધારે છે.
હકીકત: સૂકો મેવો કોલેસ્ટેરોલ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. એ વજન ઘટાડવામાં અને બીજા કેટલાક રોગો સામે બચાવ કરવામાં મદદરૂપ છે. તે શાકાહારીઓ માટે ઉચ્ચ પ્રોટીન માટેનો વિકલ્પ પૂરો પાડે છે, પણ તેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, તેથી તે સીમિત માત્રામાં ખાવા જોઈએ.


3 - માન્યતા: સાંજે 6 વાગ્યા પછી ન ખાવું જોઈએ, કારણ કે તેમ કરવાથી વજન વધે છે.
હકીકત: તમારે સમય પ્રમાણે નહીં, પણ તમારા શિડ્યુલ (સૂચિ) મુજબ ખાવું જોઈએ. વ્યક્તિએ સૂવાના 3 કલાક પહેલાં ભારે ભોજન ન લેવું જોઈએ. એટલે કે જો તમે રાત્રે 11 વાગ્યે સૂતા હો તો તમારે 8 વાગ્યા પછી ન ખાવું જોઈએ.

4 - માન્યતા: ફળ ઉત્તમ મીઠાઈ છે.
હકીકત: ફળો સ્વાદિષ્ટ કુદરતીદાયક છે, પણ તેમાં કુદરતી શર્કરા વધારે હોય છે. રાત્રે મીઠાઈ તરીકે ખાવા કરતાં દિવસ દરમિયાન ફળ ખાવાં હિતાવહ અને શક્તિદાયક તથા ફાયદાકારક છે.

(લેખ: લીઝા શાહ)

X
4 myths and facts about food which are popular
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી