• Gujarati News
  • Lifestyle
  • Health
  • 90% Of Men And Women Have Performance Anxiety During Sex For The First Time, Follow These Methods To Overcome It

પતિ-પત્નીનું રિલેશન:10માંથી 9 પુરુષોને ફર્સ્ટટાઈમ ઇન્ટિમેટ થતી વખતે પર્ફોર્મન્સ એન્ઝાયટી થાય છે, આનાથી બચવા આટલી વાતોનું ધ્યાન રાખવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમોશનલ રિલેશનશિપ બનાવો અને એકબીજાનો વિશ્વાસ જીતો

સારી મેરિડ લાઈફ માટે હેલ્ધી રિલેશનશિપ ખૂબ જરૂરી છે, પરંતુ ઘણીવાર પુરુષો ફિઝિકલ રિલેશનશિપમાં તેમના ટાઈમિંગને લઈને ચિંતા કરે છે. સેક્સ્યુઅલ મેડિસિન રિવ્યૂના રિસર્ચ પ્રમાણે, 9%થી 25 % પુરુષોમાં પર્ફોર્મન્સ એન્ઝાયટી ઈરેક્ટાઇલ ડિસઇન્ફેક્શન અને પ્રીમેચ્યોર ઈજેક્યુલેશનનું કારણ બને છે. 6%થી 16% મહિલાઓમાં સેક્સ્યુઅલ ડિઝાયરમાં કમી આનું કારણ બને છે.

આ આંકડા જણાવે છે કે, પર્ફોર્મન્સ એન્ઝાયટી એક કોમન તકલીફ છે, પરંતુ હેલ્ધી સેક્સલાઈફ માટે કન્ટ્રોલ મેળવવો જરૂરી છે. એક્સપર્ટે કહ્યું કે, સેક્સ્યુઅલ રિલેશનશિપમાં તકલીફ અને અસંતોષને લીધે કપલ્સની મેરિડ લાઈફ ખરાબ થઈ શકે છે.

પર્ફોર્મન્સ એન્ઝાયટી એટલે શું?
ભારતીય સમાજમાં આજે પણ લોકો સેક્સ રિલેટેડ કોઈ પણ વાત મન ખોલીને નથી કરતા. તેઓ શરમ અનુભવે છે અને ઘણી બધી અફવાઓનો શિકાર બને છે. હેલ્ધી ફિઝિકલ રિલેશનશિપ બનાવવાના ચક્કરમાં ઘણી બધી અડચણ આવી શકે છે. પર્ફોર્મન્સ એન્ઝાયટી એક એવી તકલીફ છે. આનો શિકાર ન્યૂલી મેરિડ કપલ્સ બને છે.

આ એન્ઝાયટી મહિલાઓ અને પુરુષો એ બંનેમાં જોવા મળી છે. સેક્સ્યુઅલ લાઈફ બાબતે એક ડરમાં ઘેરાયેલા રહે છે. પર્ફોર્મન્સ એન્ઝાયટી દૂર થઈ જાય ત્યારે માત્ર સેક્સ લાઈફ પર જ નહીં પણ મેન્ટલ હેલ્થ પર પણ સારી અસર પડે છે.

આવા કપલ્સના રિલેશન પર અસર પડે છે
ઘણીવાર પુરુષો ફેન્ટેસીની તકલીફને લીધે સેક્સ્યુઅલ રિલેશનશિપમાં યોગ્ય રીતે પાર્ટનર સાથે ઇન્વોલ્વ થઈ શકતા નથી. ફેન્ટેસીને લીધે પર્ફોર્મન્સ એન્ઝાયટીના શિકાર પુરુષોને વહેલું ઈરેક્શન થવું, ઓછા સમય માટે ઈરેક્શન થવું કે ઇન્ટરકોર્સ પહેલાં ઈજેક્યુલેટ જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. આનો સ્ટ્રેસ ડિપ્રેશન તરફ વધવા લાગે છે.

આ રીતે મળશે સોલ્યુશન​​​​​​​
​​​​​​​સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રેરણા વર્માએ કહ્યું કે, આશરે 90% પુરુષો અને મહિલાઓને પ્રથમવાર સેક્સ કરતી વખતે પર્ફોર્મન્સ એન્ઝાયટી થાય છે. કપલ્સે એકબીજાને સમજીને સાથ આપવો જોઈએ. એકબીજાને પૂરી રીતે મનથી અને શરીરથી સ્વીકારો. પર્ફોર્મન્સ એન્ઝાયટીની તકલીફથી છૂટકારો મેળવવા માટે સાઈકોલોજિકલ ટ્રીટમેન્ટ અને એન્ઝાયટી મેડિસિન્સની જરૂર પડે છે. અઠવાડિયાંમાં રોજ 20થી 30 મિનિટની કસરત પણ પર્ફોર્મન્સ એન્ઝાયટી લેવલ ઓછું કરે છે.

મેરિડ લાઈફમાં હેલ્ધી સેક્સ રિલેશન બનાવવા મદદરૂપ ટિપ્સ:

  • ​​​​​​​ઈમોશનલ રિલેશનશિપ બનાવો અને વિશ્વાસ જીતો.
  • સેક્સને કોઈ પરીક્ષા ના સમજો.
  • સેક્સ વિશે એકબીજા સાથે વાત કરો.