કોરોનાની અસર:81% ભારતીયો એક ટાઈમના ભોજનને બદલે નાસ્તો લઈ રહ્યા છે, સોશિયલ મીડિયા તેના માટે જવાબદાર

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટડી પ્રમાણે, ભારતમાં આશરે 10માંથી 8 લોકો એક ટાઈમના ભોજનને બદલે નાસ્તો ખાવાનું પસંદ કરે છે

મસાલેદાર અને ચટાકેદાર જંક ફૂડ મોટા ભાગના લોકોને પસંદ પડે છે. લોકો ઈન્ટરનેટથી પ્રેરાઈને નવી નવી રેસિપીઝ ટ્રાય કરે છે, પરંતુ ભારતમાં આ ટ્રેન્ડ વધી ગયો છે. તાજેતરમાં જ સ્ટેટ ઓફ સ્નેકિંગ નામથી રિલીઝ થયેલાં રિપોર્ટ પ્રમાણે, દેશના 81% લોકો દિવસમાં મિનિમમ 1 ટાઈમનું ભોજન સ્વાદિષ્ટ નાસ્તાથી રિપ્લેસ કરી રહ્યા છે.

10માંથી 8 લોકો ભોજનને બદલે નાસ્તો કરી રહ્યા છે

 • મોન્ડેલેજ ઈન્ટરનેશનલ અને ધ હેરિસ પોલે સંયુક્ત સ્ટડી કરી.
 • સ્ટડીમાં જોવા મળ્યું કે, ભારતમાં આશરે 10માંથી 8 લોકો એક ટાઈમના ભોજનને બદલે નાસ્તો ખાવાનું પસંદ કરે છે.
 • મોટા ભાગના લોકો સાંજના સમયે નાસ્તો કરે છે. આ લોકો સુવિધાના ચક્કરમાં ન્યૂટ્રિશન સાથે કોમ્પ્રોમાઈઝ કરે છે.
 • નાસ્તાના શોખ પાછળનું કારણ કોરોના મહામારી છે. 83% ભારતીયોએ જણાવ્યું કે, છેલ્લાં 3 વર્ષથી તેઓ અલગ અલગ નાસ્તો ખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફૂડ કન્ટેન્ટ ફેવરિટ

 • સ્ટડીમાં સામેલ 92% ભારતીયો જણાવે છે કે, તેઓ સોશિયલ મીડિયા પર ફૂડ કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે. ગ્લોબલી આ આંકડો 62% છે.
 • 77% લોકોનું માનવું છે કે, સોશિયલ મીડિયાથી પ્રેરિત થઈ તેમણે 1 વર્ષમાં મિનિમમ 1 નાસ્તાની રેસિપી ટ્રાય કરી છે. ગ્લોબલી આ આંકડો 55% છે.
 • 80% લોકોનું માનવું છે કે નાસ્તાનું સેવન કરી તેમની સોશિયલ હેલ્થ સારી બની છે.
 • મોન્ડેલેજ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ અનિલ વિશ્વનાથન જણાવે છે કે, દેશમાં ઈ કોમર્સ વધવાને કારણે લોકોમાં નાસ્તો કરવાની આદત વધી ગઈ છે.

સતત નાસ્તો કરવાથી વજન વધે છે

 • મોટા ભાગના લોકો નાસ્તામાં તળેલું, મસાલેદાર ભોજન લે છે. દરરોજ તેનું સેવન કરવાથી મેદસ્વિતા વધે છે.
 • પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે લોન્ગ ટર્મમાં આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
 • નાસ્તાથી પેટ ભરાઈ જવાને કારણે લોકો ઘરનું ભોજન સ્કિપ કરી રહ્યા છે. તેનાથી શરીરમાં ન્યૂટ્રિશન્સની ઊણપ સર્જાય છે.
 • તમે નાસ્તામાં હેલ્ધી ઓપ્શન ટ્રાય કરી શકો છો. તેમાં ફળ અને ડ્રાય ફ્રુટ્સ લઈ શકો છો.