ઈમ્યૂનિટી બૂસ્ટર / રોગોથી સુરક્ષિત રાખનાર 8 ફૂડ, જેને રાત્રે પલાળીને ખાવાથી નિરોગી રહેવાશે

8 sprouts food that protects from diseases

Divyabhaskar.com

Jul 10, 2019, 12:33 PM IST

હેલ્થ ડેસ્કઃ પોષણયુક્ત અને ફણગાવેલાં ખાદ્ય પદાર્થોમાં પોષણની માત્રા ધારણા કરતાં વધારે હોય છે. તેથી ફણગાવેલા ખાદ્ય પદાર્થોનો વપરાશ ખૂબ ફાયદાકારક હોય છે. અહીં અમે આવા જ 8 ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જેને રાત્રે પલાળીને બીજા દિવસે સવારે ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.


મેથીના દાણા: પિરિઅડ્સનો દુખાવો ઓછો કરશે
મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર્સ હોય છે, જે કબજિયાત દૂર કરીને આંતરડા સાફ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મેથીના દાણા ફાયદાકારક છે. આ ખાવાથી મહિલાઓમાં પિરિઅડ્સના સમયે થતો દુખાવો પણ ઓછો થાય છે.

 

ખસખસ: રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે
આ ફોલેટ, થિયામિન અને પેન્ટોથેનિક એસિડનો સારો સ્રોત મનાય છે. તેમાં રહેલું વિટામિન બી મેટાબોલિઝમ વધારે છે, જેનાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ બને છે.

 

અળસી: કોલેસ્ટેરોલ ઘટાડી હૃદય સ્વસ્થ રાખે છે
ઓમેગા-3 ફેટી એસિડની અળસી અથવા ફ્લેક્સ સીડ્સ એકમાત્ર શાકાહારી સ્રોત ગણાય છે. ફ્લેક્સ સીડ્સ ન્યુરો-ડિજનરેટિવ રોગો અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ બેડ કોલેસ્ટેરોલ એટલે કે LDL ઘટાડીને આપણાં હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

 

મુનક્કા દ્રાક્ષ: કેન્સર અને કિડની સ્ટોનમાં ફાયદાકારક
મુનક્કા (કિશમિશ જેવી દેખાતી સૂકી દ્રાક્ષ)માં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. મુનક્કાનું નિયમિત સેવન કેન્સર કોષોમાં થતી વૃદ્ધિ અટકાવે છે. તેનાથી આપણી ત્વચા પણ હેલ્ધી અને ચમકીલી રહે છે. એનિમિયા અને કિડની સ્ટોનની દર્દીઓ માટે પણ મુનક્કા ફાયદાકારક છે.

 

ફણગાવેલા મગ: કબજિયાત અને હાઈ બ્લડ પ્રેશરમાં રાહત અપાવશે
ફણગાવેલા મગ પ્રોટીન, ફાઇબર અને વિટામિન બીનો બહુ સારો સ્રોત છે. તેનું નિયમિત સેવન કબજિયાતના દર્દીઓ માટે બહુ ફાયદાકારક રહે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોવાના કારણે હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓને પણ આ નિયમિત ખાવાની સલાહ આપવામાં આવે છે.

 

કાળા ચણા: મસલ્સ બનાવવામાં મદદરૂપ
ફણગાવેલા કાળા ચણામાં ફાઇબર્સ પૂરતી માત્રામાં હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદગાર નીવડે છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે, જે મસલ્સ બનાવવામાં મદદરૂપ હોય છે. તેનું નિયમિત સેવન થાક પણ દૂર કરે છે.

 

બદામ: બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરશે
બદામમાં મેગ્નેશિયમ હોય છે અને આ હાઈ બ્લડપ્રેશરથી પીડાતા દર્દીઓ માટે લાભદાયી હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત રીતે પલળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટેરોલ એટલે કે LDLનું સ્તર નીચું થઈ જાય છે.

 

કિશમિશ: સ્કિન ચમકીલી અને એનિમિયામાં રાહત અપાવે
કિસમિસમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેથી એક રાત પહેલાં પલાળેલું કિસમિસ દરરોજ ખાવાથી સ્કિન હેલ્ધી અને શાઇની બને છે. તેમાં આયર્ન પણ હોય છે. તેથી તેનું નિયમિત સેવન એનિમિયાથી પીડિત દર્દીઓ માટે પણ ફાયદાકારક રહે છે.

 
X
8 sprouts food that protects from diseases
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી