200 મહિલાઓ પર કરેલી સ્ટડી પ્રમાણે 31% મહિલાઓના વાળ હેર ફોલને લીધે પાતળા થઈ ગયા. દર 10માંથી 1ને વધારે વાળ ખરવાને લીધે ટાલનો સામનો કરી રહી છે. 79% મહિલાઓએ માન્યું કે, વાળ પર્સનાલિટીનો મુખ્ય ભાગ છે. 10માંથી એક મહિલાએ હેર ફોલ ઓછો કરવા માટે પ્રોફેશનલ્સની મદદ લીધી. 14% મહિલાઓએ પાતળા વાળને લીધે અરીસામાં જોવાનું બંધ કરી દીધું અને 12% મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો પોસ્ટ કર્યા પહેલાં તેને એડિટ કરવાનું પસંદ કરે છે. 7% મહિલાઓએ પાતળા વાળને કારણે ડેટ પર જવાનું કેન્સલ કર્યું.
હેર ફોલને લીધે માનસિક સ્થિતિ ખરાબ થઈ
એન્ટિ હેર લોસ નિયોક્સિનની સ્ટડી પ્રમાણે, 72% મહિલાઓ માને છે કે, હેર ફોલ એક મોટા નુકસાનની જેમ છે. આવા વિચારને લીધે 59% મહિલાઓ પોતાનો હેર ફોલ પ્રોબ્લેમ ઓફિસમાં સહકર્મી, મિત્રો કે પછી પરિવારના સભ્યોને કહેતી નથી. તેઓ બોલવાને બદલે ચુપ રહેવાનું પસંદ કરે છે. તેમાંથી 38% મહિલાઓ માને છે કે, હેર ફોલે અમારી માનસિક સ્થિતિ પર ખરાબ અસર કરી છે. આ કારણે આશરે 29% મહિલાઓ ડિપ્રેશનનો સામનો કરી રહી છે.
10માંથી એક મહિલાને લાગે છે કે, કોરોનાને લીધે વધારે વાળ ખર્યા
સ્ટડીમાં સાબિત થયું કે, સામાન્ય લોકો 34 વર્ષની ઉંમરને વાળ ખરવાની શરુઆત માને છે. જ્યારે દર 10માંથી એકને આ તકલીફ 18 વર્ષની ઉંમરથી શરુ થઈ જાય છે. 45% લોકો આ હેર ફોલનું કારણ સ્ટ્રેસ માને છે. 10માંથી એક મહિલાને લાગે છે કે કોરોનાને લીધે વધારે વાળ ખર્યા. 19% મહિલાઓ હેર ફોલનું કારણ પ્રેગ્નન્સી, 20% અનહેલ્ધી ડાયટ અને 25% અન્ય હેલ્થ ઈશ્યુઝ માને છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.