ભૂલવાની બીમારી પર સંશોધન:વર્ષ 2030 સુધીમાં 7.8 કરોડ લોકો ડિમેન્શિયાથી પીડાશે, આ ટિપ્સ 35% જોખમ ઘટાડી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિની યાદશક્તિ નબળી પડી જાય છે એટલું જ નહીં મગજની સંકલન કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે દર્દીને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલાં 24થી વધુ સંશોધનો પર કરવામાં આવેલ વિશ્લેષણ દર્શાવે છે, કે જો રોજબરોજની પ્રવૃત્તિઓમાં કેટલાક ફેરફારો કરવામાં આવે તો તેનું જોખમ 35% સુધી ઘટાડી શકાય છે.

ડિમેન્શિયાનું જોખમ કેવી રીતે ઘટાડવું?
1. સાંભળવાની ક્ષમતાનો સીધો સંબંધ:
ઓછું સંભળાવાનાં કારણે વ્યક્તિ સામાજિક રૂપે ખચકાટ અનુભવે છે. આવી સ્થિતિમાં મગજની સંકલન કરવાની ક્ષમતા ઘટી જાય છે અને પરિણામે યાદશક્તિ પણ ઓછી થવા લાગે છે.

ઓછું સંભળાવાનાં કારણે યાદશક્તિ પણ ઓછી થવા લાગે છે
ઓછું સંભળાવાનાં કારણે યાદશક્તિ પણ ઓછી થવા લાગે છે

2. બ્લડપ્રેશરને સંતુલિત રાખોઃ બ્લડ પ્રેશરમાં ગરબડ થવાને કારણે હૃદયની કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેના કારણે ફ્રી રેડિકલ્સ વધવા લાગે છે. આનાથી તણાવ અને બળતરા વધે છે, જે ન્યુરોન્સને નુકસાન પહોંચાડે છે. તે મગજની ક્ષમતાને અસર કરે છે.

3. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખો: જો એડવાન્સ્ડ ડાયાબિટીસને કાબૂમાં ન રાખવામાં આવે તો તે મગજ સુધી પહોંચવા લાગે છે અને શરીરનાં કોષોને નુકસાન પહોંચાડે છે.

WHO મુજબ વર્ષ 2030 સુધીમાં, દર્દીઓની સંખ્યા 7.8 કરોડ સુધી પહોંચી જશે
WHO મુજબ વર્ષ 2030 સુધીમાં, દર્દીઓની સંખ્યા 7.8 કરોડ સુધી પહોંચી જશે

5.5 કરોડ લોકો ડિમેન્શિયાનાં શિકાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર વિશ્વમાં 5.5 કરોડ લોકો ડિમેન્શિયાથી પીડિત છે. આમાંથી 60% દર્દીઓ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. ડિમેન્શિયાથી પીડિત મોટાભાગનાં દર્દીઓ વૃદ્ધ છે. WHO અનુસાર 2030 સુધીમાં દર્દીઓની સંખ્યા વધીને 7.8 કરોડ થઈ જશે. તે જ સમયે વર્ષ 2050 સુધીમાં આ આંકડો 13.9 કરોડ સુધી પહોંચી જશે.