એઇમ્સ સર્વે / 76% ભારતીયો જ ખોરાકમાં પૂરતું આયોડિન લે છે અને 47.8% બ્રાન્ડેડ મીઠું ખાય છે

76% Indians consume enough iodine in food and 47.8% eat branded salt: Aimes Survey

  • શરીરમાં આયોડિનની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દેશના લોકો કેટલા જાગ્રત છે તે જાણવા માટે એઇમ્સે કરાવ્યો સર્વે
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વે અનુસાર, એક વ્યક્તિએ ખોરાકમાં દરરોજ 15 મિલિગ્રામ આયોડિન લેવું જરૂરી

Divyabhaskar.com

Sep 11, 2019, 10:18 AM IST

હેલ્થ ડેસ્કઃ ફક્ત 76% ભારતીયો જ પૂરતા પ્રમાણમાં આયોડિનયુક્ત મીઠું ખાય છે. આ વાત દિલ્હી એઇમ્સના ઇન્ડિયા આયોડિન સર્વે 2018-19માં બહાર આવી છે. દેશભરના લોકોમાં આયોડિનનું સ્તર શું છે અને આ તેમની પહોંચમાં છે કે નહીં તે શોધવા માટે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, મનુષ્યે દરરોજ ખોરાકમાં 15 મિલિગ્રામ આયોડિન લેવું જરૂરી છે, જે આયોડિનની ઊણપથી થતા ગોઇટર નામના રોગને અટકાવે છે. આયોડિનનું આ સ્તર માત્ર દેશના 76% લોકોમાં જ જોવા મળ્યું છે.

દેશના 21,406 ઘરોમાં સર્વે થયો
સર્વેમાં દેશભરમાં 21,406 ઘરોની પસંદગી કરવામાં આવી છે. તેમનાં ઘરમાં બનતા ખોરાકમાં આયોડિનનાં સ્તરની તપાસ કરવામાં આવી હતી. સર્વેક્ષણ કરાયેલા લોકોમાં 55% લોકો એવા હતા જેઓ આહારમાં આયોડિન વિશે જાગ્રત હતા. 61.4% લોકો ગોઇટર નામના રોગ સામે રક્ષણ માટે આયોડિન લઈ રહ્યા હતા. 62.2% શહેરી અને 50.5% ગ્રામીણ લોકો ખોરાકમાં આયોડિનનું કેટલું મહત્ત્વ છે તે વિશે જાગ્રત જોવા મળ્યા છે.

ટીવી અને રેડિયોથી જાગ્રત થયા
સર્વે અનુસાર, 56% લોકો મીઠું ખરીદતી વખતે તેના પેકેટ પર લખવામાં આવેલ આયોડિનનું સ્તર વાંચે છે. તેમજ 21% લોકો એવા છે, જે દુકાનદારના કહેવાથી સાચું માની લે છે કે પેકેટમાં રહેલું મીઠું આયોડિનયુક્ત છે. 74% લોકોને આયોડિન સંબંધિત જાગૃતતાનીજાણકારી રેડિયો અને ટીવી દ્વારા મળી છે.

82% રિફાઈન મીઠું અને 12.7% લોકો ક્રિસ્ટલ મીઠાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, 5.3% લોકો મીઠાંના ટુકડાઓનો ઉપયોગ કરે છે. શહેરી વિસ્તારોમાં 47.8% લોકો એવા છે કે જેઓ કોઈ બ્રાન્ડનું મીઠું ખાવાનું પસંદ કરે છે. તેમજ 41.2% ગ્રામીણ લોકો કિંમત પ્રમાણે મીઠું ખરીદે છે. જો સર્વેક્ષણનો ડેટા જોવામાં આવે તો, આયોડિનની ઊણપથી થતા ડિસઓર્ડરને અટકાવવા હજી લોકોને વધુ જાગ્રત કરવાની જરૂર છે.

X
76% Indians consume enough iodine in food and 47.8% eat branded salt: Aimes Survey
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી