• Gujarati News
  • Lifestyle
  • Health
  • 60 Percent Children In The Country Are Present On Social Media, Only 10% Like Online Study, For The Rest Smartphone Means Gaming And Chatting

બાળકોમાં ફોનનું એડિક્શન:દેશનાં 60% બાળકો સોશિયલ મીડિયા પર એક્ટિવ, માત્ર 10%ને ઓનલાઈન અભ્યાસ ગમે છે બાકીના માટે સ્માર્ટફોન એટલે ગેમિંગ અને ચેટિંગ

રાધા તિવારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા સમયથી ઓનલાઇન અભ્યાસ કરી રહેલા બાળકોની આંખો નબળી પડી રહી છે

કોરોના સંક્રમણને લીધે આશરે બે વર્ષથી વધારે સમયથી બાળકો ઘરે બેસીને ઓનલાઇન સ્ટડી કરી રહ્યા છે. મહામારીને લીધે 23 માર્ચ, 2020ના રોજ સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી, પરંતુ બાળકોનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રાઇવેટ સ્કૂલે તો ઓનલાઇન સ્ટડી પર વધારે જોર આપ્યું. ઓનલાઇન સ્ટડીની બ્રેકમાં બાળકો ગેમ કે સોશિયલ મીડિયા મંતરવાનું શરૂ કરી દે છે. દિવસેને દિવસે તેમની આ આદત વધી રહી છે. તેનાથી તેમની મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ પર ખરાબ અસર પડી રહી છે. ઓનલાઇન સ્ટડીને લીધે બાળકોને આંખની તકલીફ, ચીડિયાપણું, માનસિક તણાવ અને અન્ય ઘણા પ્રકારની બીમારીઓ થઈ રહી છે.

સ્ટડી શું કહે છે?
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સની એક સ્ટડીમાં ખબર પડી કે, 59.2% બાળકો તેમના સ્માર્ટફોનનો ઉપયોગ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન માટે કરે છે. તેમાંથી માત્ર 10.1% બાળકો જ ઓનલાઇન સ્ટડી માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ ક્ષમા ચોંકાવનારી વાત એ છે કે, 10 વર્ષના 37.8% બાળકો પાસે ફેસબુક અકાઉન્ટ છે અને આ ઉંમરના 24.3% બાળકો પાસે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. 13 વર્ષ સુધીની ઉંમરના બાળકો પોતાના પર્સનલ યુઝ માટે સ્માર્ટફોન રાખે છે.

આનાથી નુકસાન શું?
ઓનલાઇન અભ્યાસને લીધે બાળકોમાં આંખની તકલીફો, ચીડિયાપણું, મેન્ટલ સ્ટ્રેસ, શારીરિક વિકૃતિ જેવી તકલીફો આવવા લાગી છે. ઘણા સમયથી ઓનલાઇન અભ્યાસ કરી રહેલા બાળકોની આંખો નબળી પડી રહી છે. આંખ લાલ થવી. જોવામાં તકલીફ , માથામાં દુખાવો જેવી તકલીફો વધી રહી છે. એક જ જગ્યાએ અનેક કલાક સુધી બેસી રહેવાને લીધે વજન પણ વધી રહ્યું છે.

ડૉક્ટરે શું કહ્યું?
​​​​​​​કર્ણાટકના શ્રી ત્રિનેત્ર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ યોગિક સાયન્સની ડૉક્ટર શ્રીલલિતા અવિનાશકાએ કહ્યું કે, કોરોનાટાઈમમાં બાળકો પાસે અભ્યાસ માટે અન્ય કોઈ ઓપ્શન નથી. સમયને ધ્યાનમાં રાખીને સ્કૂલે નિર્ણય લીધો છે. મોબાઈલ અને લેપટોપથી ઓનલાઇન અભ્યાસની નેગેટિવ અસર બાળકો પર દેખાઈ રહી છે. સૌથી વધારે ખરાબ અસર બાળકોના મગજ અને આંખો પર થઈ. બાળકોમાં નાની ઉંમરે જ ઓબેસિટી, ચીડિયાપણું અને ડિપ્રેશન જેવી તકલીફો જોવા મળી રહી છે.

સાઈકિયાટ્રિસ્ટે શું કહ્યું? ​​​​​​​
મનોચિકિત્સક બિંદા સિંહે જણાવ્યું કે ઓનલાઇન સ્ટડીમાં બાળકો સ્માર્ટફોન, ડેસ્કટોપ અને આઇપેડ સાથે જોડાયેલા છે. તેમનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. મોબાઈલ સ્ક્રીન પર કલાકો સુધી વ્યસ્ત રહેવાથી તેઓ વધારે ડિપેન્ડ બની ગયા છે. મોટી સંખ્યામાં બાળકો ઓનલાઇન સ્ટડીને સાથોસાથ ગેમ અને અન્ય સાઈટ સાથે જોડાઈ ગયા છે. આ સ્થિતિમાં જો તેમને ફોન આપવાની ના પાડીએ તો તેઓ ગુસ્સે થઈ જાય છે. બાળકોમાં પણ ડિપ્રેશનના લક્ષણો જોવા મળી રહ્યા છે.

પેરેન્ટ્સે શું કરવું?

  • ​​​​​​​ઓનલાઇન સ્ટડી માટે પેરેન્ટ્સ એક શેડ્યુલ બનાવે.
  • બાળકોને ઓનલાઈન સ્ટડીથી બચાવવા માટે સુપરવિઝન કરે.
  • જરૂર હોય ત્યારે જ સ્માર્ટફોન આપવો.
  • ઓનલાઈન સ્ટડીની સાથે બુક્સ પણ વાંચવા આપો.
  • રજાના સમયમાં બાળકો સાથે આઉટડોર ગેમ્સ રમો.
અન્ય સમાચારો પણ છે...