• Gujarati News
 • Lifestyle
 • Health
 • 5000 Chemicals Are Released By Burning Cigarettes, Second Hand And Third Hand Smoking Is Taking A Toll On The Health Of Non Smokers

પેસિવ સ્મોકિંગનો ઝેરી ધુમાડો:સિગારેટ સળગાવતા તેમાંથી 5000 કેમિકલ નીકળે છે, નોન સ્મોકર્સ લોકો પર સેકન્ડ અને થર્ડ હેન્ડ સ્મોકિંગથી લંગ્સ કેન્સરનું જોખમ

ભારત સિંહ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેસિવ સ્મોકિંગથી ગર્ભમાં રહેલા બાળક પર પણ જોખમ પડે છે
 • 30 મિનિટના પેસિવ સ્મોકિંગ પછી તમારા શરીરમાં એક્ટિવ સ્મોકર્સના શરીરમાં આવે તેવા ચેન્જ આવે છે

‘મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા’ સિગારેટ પીતી વખતે ઘુમાડામાંથી રિંગ્સ બનાવતા લોકો આ લાઈન ઘણીબધી વાર બોલતા હશે. ધુમાડો ઉડાડતા-ઉડાડતા ઝિંદગીનો સાથ કેવી રીતે નિભાવી શકાય? આ વાત ધુમાડો કાઢતી વ્યક્તિ માટે નથી પણ તેની સાથે રહેતા નોન-સ્મોકર માટે છે. સિગારેટ પીતી વખતે પેસિવ સ્મોકર્સ વિશે કોઈ ચિંતા કરતું નથી. પેસિવ સ્મોકર્સ પોતે ધુમ્રપાન નથી કરતા પણ સ્મોકર્સની સાથે રહેવાથી તેઓ જાણે-અજાણે ધુમાડાની ઝપેટમાં આવી જાય છે. પેસિવ સ્મોકિંગ ડાયરેક્ટ સ્મોકિંગથી ઓછું જોખમી નથી. ઘણા સંશોધકો તો આને એક્ટિવ સ્મોકિંગથી પણ વધારે ખતરનાક ગણે છે.

ઓફિસ, હોટેલ કે પછી પબ્લિક પ્લેસ પર સ્મોકિંગ ઝોન હોય છે કારણકે સ્મોકર્સના ધુમાડાનો ભોગ કોઈ નિર્દોષ વ્યક્તિ ના બને. ભારતમાં વર્ષ 2003થી પબ્લિક પ્લેસ પર સ્મોકિંગ બેન છે. તેમ છતાં સ્મોકર્સ અજાણ્યા કે ટેવને લીધે પોતાના ઘર કે અન્ય કોઈ જગ્યા પર પેસિવ સ્મોકર્સ બનાવે છે. સિગારેટના ધુમાડામાં 5000 કેમિકલ્સ હોય છે. તેમાં મોટાભાગમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

પેસિવ સ્મોકિંગથી લંગ કેન્સરનું જોખમ
ફેફસાંના કેન્સર વિશે અમેરિકાના એક રિપોર્ટ પ્રમાણે, લંગ કેન્સરના કેસ નોન સ્મોકર્સમાં પણ આવી રહ્યા છે. US નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ સિગારેટ ના પીતા લોકોમાં લંગ કેન્સરનું કારણ શોધ્યું પણ તેમને કઈ મળ્યું નહીં પરંતુ આ માટે પેસિવ સ્મોકર્સને જવાબદાર કહી શકાય. હાલ આ દિશામાં વધારે રિસર્ચની જરૂર છે.

ઇમ્યુનિટી નબળી કરે છે
બે વર્ષથી આખી દુનિયામાં બધી ઉથલપાથલ કરનારી કોરોના મહામારીનું ડાયરેક્ટ કનેક્શન ઇમ્યુનિટી સાથે છે અને સ્મોકિંગની અસર ઇમ્યુનિટી પર થાય છે. કોરોનાની પ્રથમ લહેરમાં ફ્રાન્સ, ચીન અને ભારતમાં એવી વાતો વહેતી થઈ હતી કે, આ વાઇરસની અસર સ્મોકર્સ પર ઓછી થાય છે. તે સમયે કોરોનાની કોઈ દવા ના હોવાને લીધે નોન સ્મોકર્સે પણ સ્મોકિંગ ચાલુ કર્યું. ઇંગ્લેન્ડમાં થયેલી એક સ્ટડી પ્રમાણે, સ્મોકિંગ કરનારા લોકો પર વાઇરસની વધારે અસર થઈ. હોસ્પિટલમાં દાખલ થવાના પણ તેમના 80% ચાન્સ વધારે રહ્યા. એ પછી જૂની સ્ટડી પર શંકા થઈ. એવું ચર્ચાઈ રહ્યું હતું કે, પ્રથમ સ્ટડીમાં સામેલ અમુક લોકો ટોબેકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.

પેસિવ સ્મોકર્સ પર રિસ્ક વધારે
પેસિવ સ્મોકર્સને હેલ્થ રિસ્ક ડબલ હોય છે કારણકે તેઓ સિગારેટ ફિલ્ટરમાંથી નીકળેલા ધુમાડા ઉપરાંત સ્મોકિંગ કરતી વ્યક્તિએ બહાર કાઢેલા ધુમાડાને શ્વાસમાં લે છે.આ વધારે નુકસાન પહોંચાડે છે. જો તમારા ઘરમાં બાળકો હોય અને તમે અજાણ્યામાં તેમને પેસિવ સ્મોકર્સ બનાવી રહ્યા છો તો ચેતી જજો. પેસિવ સ્મોકિંગને લીધે બાળકો અસ્થમા અને ન્યૂમોનિયાની ઝપેટમાં આવી જાય છે. આ ઉપરાંત તમે એક્ટિવ સ્મોકરની સાથે રહેતા હો તો પણ હાર્ટની બીમારીઓનું જોખમ છે. ઘરમાં સ્મોકિંગ કરવાથી બંધ રૂમમાં ઘણા સમય સુધી ધુમાડો રહે છે. તેની ગંધ કપડાં અને ઘરની અન્ય વસ્તુઓમાં રહી જાય છે. આને થર્ડ હેન્ડ સ્મોકિંગ કહેવામાં આવે છે.

પેસિવ સ્મોકિંગથી ગર્ભમાં રહેલા બાળક પર પણ જોખમ
તમે તમારું ઘર અને કાર સ્મોક ફ્રી બનાઈ શકો છો. ઘણા શહેરમાં એવા નિયમ પણ છે કે કારમાં 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ વ્યક્તિ બેસે તો તમે સ્મોકિંગ ના કરી શકો. સેકન્ડ હેન્ડ સ્મોકિંગથી આંખો, નાક, ગળા અને ફેફસાંને નુકસાન થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ પેસિવ સ્મોકિંગ જોખમી છે. અર્લી બર્થ અને લો વેટના ચાન્સ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 30 મિનિટના પેસિવ સ્મોકિંગ પછી તમારા શરીરમાં એક્ટિવ સ્મોકર્સના શરીરમાં આવે તેવા ચેન્જ આવે છે.

શક્ય હોય તેટલું જલ્દી સ્મોકિંગ છોડી દો
સ્મોકિંગ છોડવાથી તમે માત્ર તમારા જ નહીં પણ મિત્રો, સંબંધીઓના સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવી શકો છો. આ લોકોને પેસિવ સ્મોકિંગથી બચાવીને તમે એક ઉદાહરણ મૂકી શકો છો. આ આદત છોડીને તમે બાળકો માટે રોલ મોડલ બની શકો છો. ક્લાઉડનાઈન ગ્રુપ ઓફ હોસ્પિટલના ફાઉન્ડિંગ ચેરમેન ડૉ. કિશોર કુમારે કહ્યું કે, દુનિયામાં દર 6 લાખ લોકો પેસિવ સ્મોકિંગને લીધે જીવ ગુમાવે છે. તેમાં 2 લાખ તો બાળકો હોય છે. આથી પેસિવ સ્મોકિંગની અવગણના ના કરવી. પેસિવ સ્મોકિંગથી હાર્ટની બીમારીનું જોખમ 25થી 30% વધી જાય છે.

શું કરવું અને શું ના કરવું
ફોર્ટિસ એસ્કોર્ટ ફરીદાબાદમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પલ્મોનોલોજી અને સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. રવિ શેખર ઝાએ કહ્યું કે, સેકન્ડ હેન્ડ સ્મોકિંગનું રિસ્ક સૌથી વધારે બંધ જગ્યા પર હોય છે. પેસિવ સ્મોકિંગથી બચવા આ ટિપ્સ અમલમાં મૂકવી જોઈએ:

 • કારમાં વિન્ડો ઓપન કરીને પણ સ્મોકિંગ ના કરો.
 • તમારે ગેસ્ટને કહી રાખો કે બાળકો સામે સ્મોકિંગ ના કરે.
 • લિફ્ટમાં સ્મોકિંગ કર્યા પછી ઘણા કલાકો સુધી તેમાં ઝેરીલા તત્ત્વો તરતાં રહે છે. જો તમને લિફ્ટમાં ધુમાડો દેખાય તો ના જવું.
 • બહાર જાઓ તો સ્મોક ફ્રી રેસ્ટોરાં અને હોટેલ સિલેક્ટ કરી શકો છો.
 • વારંવાર ઉધરસ આવતી હોય કે છાતીમાં દુખાવો થતો હોય તો ડૉક્ટરને બતાવો.
 • લંગ્સ કેન્સર કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થાય તો ડૉક્ટર પાસે જવું.
 • કાર્બન મોનોક્સાઈડ બ્લડ ટેસ્ટ કે ચેસ્ટના એક્સરેથી લંગ્સની સ્થિતિ જાણી શકાય છે.
 • જો તમે ઘણા ટાઈમથી પેસિવ સ્મોકિંગનો ભોગ બન્યા હો તો ડૉક્ટર પાસે ફેફસાંનું ચેકઅપ કરાવો.
અન્ય સમાચારો પણ છે...