ઈન્ટરનેશનલ એપિલેપ્સી ડે:આંચકી આવવા સાથે જોડાયેલી આ 5 માન્યતા પર તમે ભરોસો કરો છો, તો પહેલાં તેની હકીકત જાણી લો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેંચ આવવી એ માનસિક બીમારી નથી પરંતુ એક વિકાર છે

આજે ઈન્ટરનેશનલ એપિલેપ્સી ડે છે. તેને ગુજરાતીમાં આંચકી કે વાઈ તરીકે ઓળખાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં આશરે 5 કરોડ લોકો તેના શિકાર બનેલા છે. તેમાંથી આશરે 60 લાખ લોકો તો ભારતના જ છે. આ બીમારી સંબંધિત માન્યતાની હકીકતો વિશે જાણીએ...

આંચકી એટલે શું?
આ મગજનો એક ડિસઓર્ડર છે. તે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. તેના કારણ અલગ અલગ હોઈ શકે છે. કોઈને જન્મજાત મગજમાં નુકસાન થાય કે જન્મ થયા પછી ઓક્સીજન લેવલ ઘટી ગયું હોય તો તેવું થાય છે. મગજ પર ઈજા થાય તો પણ આંચકી આવી શકે છે. તેનું કારણ મગજનું સંકોચાઈ જવું અને આનુવાંશિક પણ હોઈ શકે છે.

વાઈ સાથે જોડાયેલી માન્યતાની હકીકત....
માન્યતા: આ એક માનસિક બીમારી છે
હકીકત
: એપિલેપ્સી ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, આ માનસિક બીમારી નથી પરંતુ વિકાર છે. તે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. પીડિત વ્યક્તિને તણાવ, એન્ઝાયટી અને ડિપ્રેશનનું જોખમ વધારે હોય છે.

માન્યતા: તે સંક્રામક બીમારી છે.
હકીકત:
WHOના રિપોર્ટ પ્રમાણે, વાઈ એક નોન કમ્યુનિકેબલ ડિસઓર્ડર અર્થાત અસંક્રામક વિકાર છે. ઘણા અજાણ્યા કારણોસર ખેંચ આવી શકે છે. ગ્લોબલી 50% દર્દીઓ તેમના આ વિકારથી અજાણ હોય છે.

માન્યતા: આ ડિસઓર્ડર માત્ર બાળકોને થાય છે.
હકીકત
: તે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. જોન હોપ્કિન્સ મેડિસીનના રિસર્ચ પ્રમાણે, બાળકોને ગંભીર ખેંચ આવી શકે છે. તે નર્વસ સિસ્ટમનો સામાન્ય વિકાર છે.

માન્યતા: ખેંચ આવે તો તેને રોકવાના પ્રયાસ કરવા જોઈએ.
હકીકત
: એપિલેપ્સી ફાઉન્ડેશન જણાવે છે કે ખેંચ આવે ત્યારે તેને રોકવાના પ્રયાસ ક્યારેય ન કરવા જોઈએ. તેનાથી દર્દી કે તમને નુકસાન થઈ શકે છે. તેને રોકવાના પ્રયાસ કરવાથી ન તો ખેંચ રોકાઈ જશે ન ધીમી પડશે. ખેંચ આવે તો દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂર રહેતી નથી.

માન્યતા: ખેંચ આવવી એ આજીવન વિકાર છે.
હકીકત:
ખેંચની સમસ્યાનું નિદાન થઈ શકતું નથી. હાલ તેની કોઈ ચોક્કસ દવા નથી. બાળકો જેમ મોટા થાય છે તેનાથી છુટકારો મેળવી લે છે.

(નોંધ: આ લેખ સામાન્ય માહિતી માટે છે. કોઈ સમસ્યા થવા પર કે વધારે માહિતી માટે તમે ડૉક્ટરની સલાહ જરૂર લો.)