મોતનો નજીકથી અનુભવ:CPR આપીને બચાવવામાં આવેલા 5માં શખ્સને લાગતું હતું કે, તેમનું શરીર દૂર જઈ રહ્યું છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે લોકોને નાની ઉંમરમાંજ હાર્ટ અટેકની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. ઘણીવાર જો સમયસર સારવાર ન મળે તો દર્દીનું મોત થાય છે. પરંતુ અમુક સ્થિતિના હાર્ટ અટેક આવ્યા બાદ CPR એટલે કે, કાર્ડિયો પલ્મોનરી રીસસિટેશન આપીને બચાવવામાં આવેલા પાંચ પૈકી એક વ્યક્તિને મૃત્યુનો નજીકથી અનુભવ કર્યો છે. આ દરમિયાન પીડિતને અહેસાસ થાય છે કે તે શરીરથી અલગ થઇને દૂર જાય છે. તે પણ વિના કોઈ પીડા કે તકલીફ. એટલું જ નહીં આવા સમયે આંખો સામે આખા જીવનનું રીલ ફરવા લાગે છે અને ત્યારે દરેક સારા-નરસા અનુભવ યાદ આવવા લાગે છે.

આ ખુલાસો ન્યુયોર્ક યુનિવર્સિટીના ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિનના રિસર્ચરો દ્વારા કરાયેલા અભ્યાસમાં થયો છે. તેમાં સામેલ લોકોએ જણાવ્યું કે હાર્ટ અટેક બાદ સીપીઆર આપતી વખતે તેમને આ પ્રકારના અલગ અનુભવ થાય. જોકે આ દરમિયાન બધા લોકો બેભાન અવસ્થામાં હતા. રિસર્ચરો અનુસાર આ અનુભવ સામાન્ય જીવનમાં થતાં ભ્રમ, બેભાન અવસ્થા અને સપનાથી અલગ પ્રકારના હતા

CPR દરમિયાન મગજની ગતિવિધિઓ વધી જાય
2017થી 2020 સુધી પહેલીવાર આ પ્રકારનો અભ્યાસ કરાયો જેમાં 567 દર્દીઓને સામેલ કરાયા હતા. આ લોકોને ધબકારા રોકાઈ ગયા બાદ CPR આપીને બચાવાયા હતા. બધા દર્દી અમેરિકા અને ઈંગ્લેન્ડની હોસ્પિટલમાં દાખલ હતા. CPR આપતી વખતે દર્દીઓના મગજની પ્રવૃત્તિઓ પણ વધી ગઈ હતી. એક કલાક સુધી તેમના મગજથી ગામા, ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટાની તરંગો નીકળી રહ્યા હતા.

અભ્યાસમાં સામેલ અનેક લોકોએ જણાવ્યું કે આ દરમિયાન તેમની આંખોની રોશની સ્પષ્ટ હતી અને તેમને બધુ રંગીન અને ચમકીલું દેખાવા લાગ્યું હતું. આંખો સામે જીવન થ્રી-ડી ફિલ્મ જેવું દેખાવા લાગ્યું હતું.

આંખની સામે ફિલ્મ જેવી જોવા મળતી હતી જિંદગી
રિસર્ચમાં સામેલ એક વ્યક્તિએ કહ્યું કે તે એક અંધકારવાળી જગ્યાએ જતો રહ્યો પણ તેને ડર નહોતો લાગી રહ્યો. ત્યાં ખૂબ જ શાંતિ હતી. પછી તેની આંખો સામે આખું જીવન થ્રી-ડી ફિલ્મની જેમ ચાલવા લાગ્યું. બાળપણથી લઈને યુવાની સુધીનો ઘટનાક્રમ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો.