• Gujarati News
  • Lifestyle
  • Health
  • 49 Crore People In The Country Are Not Getting Enough Vitamin D, This Deficiency Is Increasing Depression And Tension Among People.

ભારતીયોમાં વિટામિન D ઓછું:દેશમાં 49 કરોડ લોકોને વિટામિન D પૂરતું મળતું નથી, આ અછતને લીધે લોકોમાં લીધે ડિપ્રેશન વધ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિટામિન Dનો સૌથી મોટો સોર્સ સૂર્યપ્રકાશ છે
  • બોડી માસ ઇન્ડેક્સ યોગ્ય રાખવાથી પણ વિટામિન Dની અછત દૂર કરી શકાય છે

ભારતમાં 49 કરોડ લોકોમાં વિટામિન Dની ઊણપ છે. આ ખુલાસો સાયન્સ જર્નલ નેચરના એક લેટેસ્ટ રિપોર્ટમાં થયું છે. એની પહેલાં વર્ષ 2020ના એક રિસર્ચમાં ખબર પડી હતી કે દેશમાં 76% લોકો વિટામિન Dની અછતનો સામનો કરી રહ્યા છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ ઊણપ વધારે સમય સુધી ઘરે રહેવાથી, પ્રદૂષણ, જંક ફૂડ ખાવાથી અને પૌષ્ટિક આહાર ના મળવાથી થઈ શકે છે

રિસર્ચ શું કહે છે?
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તન અને તુનિસિયા જેવા દેશની 20% વસતીમાં વિટામિન Dની ઊણપ છે. તેમાંથી 49 કરોડ લોકો ભારતીય છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા અને યુરોપમાં આ આંકડો 5.9%, 7.4% અને 13% છે. કોરોનાને લીધે લાગેલા લોકડાઉનમાં વિટામિન Dની ઊણપ વધી ગઈ છે.

વિટામિન Dનું ડિપ્રેશન સાથે કનેક્શન
વિટામિન D અને મેન્ટલ હેલ્થની કનેક્શન શું છે તે જાણવા માટે આખી દુનિયામાં રિસર્ચ ચાલુ છે. સંશોધક લોરેન હાર્મ્સના જણાવ્યા પ્રમાણે, વિટામિન Dની ઊણપથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની શક્યતા રહે છે. કોરિયામાં થયેલા એક રિસર્ચમાં સામેલ લોકોમાં વિટામિન Dની અછત પણ હતી અને ડિપ્રેશન પણ હતું. કેનેડાની મેક્માસ્ટર યુનિવર્સીટીના રિસર્ચમાં પણ આવું જ જોવા મળ્યું.

સનશાઇન વિટામિનનું કનેક્શન ઊંઘ સાથે પણ છે. આ મેલાટોનિન અને સેરોટોનિન નામના બે હોર્મોનને રેગ્યુલેટ કરે છે. તે ઊંઘ અને મૂડ પર અસર કરે છે. આ વિટામિન ચિંતાથી બચવા અને ઊંઘની ક્વોલિટી સારી કરવા માટે ખૂબ જરૂરી છે.

શરીરમાં વિટામિન D કેવી રીતે વધારશો?
વિટામિન Dનો સૌથી મોટો સોર્સ સૂર્યપ્રકાશ છે. આ ઉપરાંત માછલી, એનિમલ ફેટ, સંતરાનું જ્યૂસ, દૂધ અને અનાજના સેવનથી પણ આ ઊણપ દૂર કરી શકાય છે. ડાર્ક સ્કિન ધરાવતા લોકોમાં મેલાનિન(એક સ્કિન પિગ્મેન્ટ)ની અછત હોય છે. તેનાથી વિટામિન D ઓછો મળે છે. આથી તડકામાં વધારે સમય રહેવું જોઈએ. બોડી માસ ઇન્ડેક્સ યોગ્ય રાખવાથી પણ વિટામિન Dની અછત દૂર કરી શકાય છે.