રિસર્ચ:ચ્યવનપ્રાશમાં ઉપયોગી 41 ઔષધી કોરોના સામે લડવામાં અસરકારક, તે વાઈરસની સંખ્યા વધતા રોકે છે

એક વર્ષ પહેલા
 • ઉત્તરાખંડની કુમાઉં અને સોબન સિંહ યુનિવર્સિટીના સંયુક્ત રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો
 • કહ્યું- 41 ઔષધીઓમાં રહેલાં 686 સંયોજનોનું મોલિક્યુલર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું

ચ્યવનપ્રાશમાં ઉપયોગી 41 ઔષધીઓ કોરોના સામે લડવામાં અસરકારક છે. તેમાં 4 એવા તત્ત્વો છે જે કોરોનાની સંખ્યા વધારતા રોકે છે. આ દાવો નૈનીતાલની કુમાઉં યુનિવર્સિટી અને અલ્મોડાની સોબન સિંહ યુનિવર્સિટીના સંયુક્ત રિસર્ચમાં કરવામાં આવ્યો છે.

કુમાઉં યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર લલિત તિવારીએ કહ્યું કે, ચ્યવનપ્રાશમાં આમળા, તુલસી, હળદર, ગિલોય, તજ, તમાલપત્ર, લવિંગ, ઈલાયચી, પુનર્નવા અને અષ્ટવર્ગ જેવા ઔષધીનો ઉપયોગ કરવામાં આવે છે. આવા 41 ઔષધીય છોડોમાં મળનારા 686 યૌગિકો (સંયોજનો)નું મોલિક્યુલર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.

બ્રિટનના જર્નલ ટેલરમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, સ્ક્રીનિંગ બાદ 4 એવા યૌગિક મળ્યા જે શરીરમાં કોરોનાની પ્રજનન ક્રિયા રોકી શકે છે.

કોરોનાકાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વેદિક ઉપાયો

 • તુલસીના 20 પાંદડા સારી રીતે સાફ કરી તેને સારી રીતે સાફ કરી એક ગ્લાસ પાણીમાં ઉકાળી તેને ગાળી લો. હવે આ પાણીમાં 1 ચમચી આદું અને 1/4 ચમચી તજ પાવડર ઉમેરી પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. નવશેકું થાય ત્યારે તેમાં મધ ઉમેરી ચાની જેમ દિવસમાં 2-3 વાર લો. તેને તાજું બનાવી જ સેવન કરો.
 • તુલસીના 20 પાંદડા, નાનું આદુંનો ટુકડો અને 5 કાળામરીને ચામાં ઉમેરી ઉકાળો અને ચાનું સેવન કરો. તેનું સેવન સવારે અને સાંજે કરો. 2 ચા વચ્ચે 10થી 12 કલાકનું અંતર હોવું જોઈએ.
 • દરરોજ સ્નાન કર્યા પછી નાકમાં સરસિયું અથવા તલનું તેલનું 1-1 ટીપું નાખો. જો તમે કોઈ સાર્વજનિક સ્થાને જઈ રહ્યા છો તો ઘર છોડતા પહેલાં પણ આમ કરી શકો છો.
 • કપૂર, ઈલાયચી અને જાવંતરીનું મિશ્રણ બનાવી લો. તેને રૂમાલમાં રાખી સમયાંતરે સૂંધતા રહો.
 • લવિંગ અને બહેડાને દેશી ઘીમાં સેકી લો. તેને સમયાંતરે મોં મા રાખી ચૂસતા રહો.

શું કરવું અને શું ન કરવું?

 • હંમશા નવશેકું પાણી અને તાજું ભોજન લો.
 • ભોજનમાં મગ, મસૂર જેવી દાળોનો પ્રયોગ કરો.
 • મોસમી અને તાજા ફળો તેમજ શાકભાજીનું સેવન કરો.
 • ભોજનમાં આદુ, કાળામરી, તુલસી, ઈલાયચી, મધનો નિયમિત ઉપયોગ કરો.
 • આઈસક્રીમ, કોલ્ડડ્રિન્ક્સ, ઠંડું પાણી અને ઠંડાં જ્યૂસનું સેવન ન કરો.
 • વધારે ચીકાશ ધરાવતા અથવા તળેલું ભોજન ન લો. કાચા અને અડધા પાકેલાં માંસાહારથી બચો.
અન્ય સમાચારો પણ છે...