કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી હેલ્ધી લાઈફ:છેલ્લા 5 વર્ષમાં 40% કિડની ટ્રાન્સપ્લાન્ટ યુવાનોમાં થયા, લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને ટ્રાન્સપ્લાન્ટથી બચી શકાય છે, ટ્રાન્સપ્લાન્ટ બાદ આ 6 બાબતો ધ્યાન રાખવી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 5 વર્ષોમાં 40 ટકા કિડની ટ્રાન્સપ્લાન્ટ માત્ર યુવાનોમાં થયા છે. 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કિડનીની ગંભીર બીમારીના કેસ વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બ્લડ પ્રેશરમાં થતો વધારો અને ઘટાડો છે અને ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો છે. ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના રીનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. સંદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કિડની રોગોની સારવાર તે સમયે થાય છે જ્યારે બીમારી લાસ્ટ સ્ટેજમાં હોય છે. આવી સ્થિતિમાં માત્ર કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલિસિસનો ઓપ્શન જ બાકી રહે છે. તેથી તમારી લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરીને બીમારી અને ટ્રાન્સપ્લાન્ટનું જોખમ ઘટાડી શકો છો.

કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ કઈ વાતોનું ધ્યાન રાખવું જેથી સ્વસ્થ રહી શકીએ, જાણો એક્સપર્ટ પાસેથી તેનો જવાબ...

ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ બ્લડ પ્રેશરનો દર્દી
નેફ્રોલોજીસ્ટ સંજીવ જસૂજાના જણાવ્યા પ્રમાણે, કિડનીની બીમારીના મોટાભાગના કેસો બ્લડ સુગર અને બ્લડ પ્રેશર અનિયંત્રિત હોવાને કારણે જોવા મળે છે. ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. 60 ટકાથી વધારે લોકોને તેની જાણકારી નથી હોતી. જે દર્દી બ્લડ પ્રેશરની જાણકારી રાખે છે, તેમાંથી પણ માત્ર 50 ટકા લોકો જ દવાઓ લે છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ આ 6 બાબતો ધ્યાન રાખવી
બોમ્બે હોસ્પિટલ, મુંબઈના નેફ્રોલોજીસ્ટ ડૉ. દિલીપ એ કૃપલાનીના જણાવ્યા પ્રમાણે, કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ હેલ્ધી લાઈફ જીવી શકાય છે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે-

ખાણીપીણીમાં મોસમી ફળ અને શાકભાજી ખાઓ
આ ખાવુંઃ આવા દર્દીઓએ ડાયટમાં ઓછી મીઠાવાળી વસ્તુઓ ખાવી જોઈએ. ખાણીપીણીમાં શાકભાજી અને ફળોને સામેલ કરો. આખું અનાજ લો અને દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું.

આ ન ખાવું- માછલી, મીટ, ચીઝ, ડેરી પ્રોડક્ટ, ચિકન ખાવાનું ટાળવું. ધોયા વગરના ફળ અને શાકભાજી ન ખાવા.
એક્સર્સાઈઝ જરૂરી

ટ્રાન્સપ્લાન્ટ બાદ વજનને કંટ્રોલમાં રાખો. સપ્તાહમાં 5 દિવસ એરોબિક એક્સર્સાઈઝ કરો, પરંતુ જરૂર કરતા વધારે થાક લાગતી એક્સર્સાઈઝ કરવાનું ટાળવું. દરરોજ 45 મિનિટ ચાલવું, સાયક્લિંગ અને સ્વિમિંગ કરી શકો છો.

દવાઓ લેવાનું બંધ ન કરવું
ડૉ. કૃપલાનીના જણાવ્યા પ્રમાણે, ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીનું શરીર કિડનીને રિજેક્ટ ન કરે, તે માટે ઈમ્યુનોસપ્રેસેન્ટ દવાઓ આપવામાં આવે છે. આ દવાઓને સમયસર લેવી અને ક્યારે પણ બંધ ન કરવી.

સંક્રમણથી પોતાને બચાવો
ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને જીવનભર ઈમ્યુનોસપ્રેસેન્ટ દવાઓ આપવામાં આવે છે. ઈમ્યુનિટી ઓછી હોવાને કારણે એક વર્ષ સુધી દર્દીઓમાં સંક્રમણનું જોખમ રહે છે. તેથી દર્દીઓને પાણી ઉકાળીને અથવા ફિલ્ટર કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટના આગામી 6 મહિના સુધી માસ્ક જરૂરથી પહેરવો. એક વર્ષ સુધી ભીડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું. યુરિનરી ટ્રેક્ટમાં સંક્રમણ રોકવા માટે આગામી 3 મહિના સુધી સેક્સ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ ધ્યાન રાખવું

  • ટ્રાન્સપ્લાન્ટ બાદ ઈન્ડિયન ટોયલેટની જગ્યાએ વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવો. આવું કરવાથી પેટ દબાઈ ગયા બાદ પણ કિડની પર દબાણ નહીં પડે.
  • ટૂવ્હીલર વાહન ચલાવવાનું ટાળવું કેમ કે કિક મારવાથી દબાણ પેદા થાય છે. જેની અસર કિડની પર પણ થાય છે.
  • ટ્રાન્સપ્લાનના 6થી 8 સપ્તાહ સુધી વધારે થાક લાગતી એક્ટિવટી કરવાનું ટાળવું.
અન્ય સમાચારો પણ છે...